બ્યુટી:માવજત સ્તનને બનાવે આકર્ષક અને સુડોળ

કાવ્યા વ્યાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુંદર અને સુડોળ સ્તન કોઇ પણ યુવતીને આકર્ષક લુક આપે છે. જોકે એની સરખી દરકાર ન કરવામાં આવે તો એ એકદમ ઢીલાં પડી જાય છે અને એની સુંદરતા પણ ખોવાઈ જાય છે. જો કાળજીપૂર્વક માવજત કરવામાં આવે તો સ્તનની કુદરતી સુંદરતા કેળવી શકાય છે. આહારમાં કેફિન, ચોકલેટ, કોફી, કેફિનેટેડ સોડા, ચા વગેરે સ્તનની પેશીઓને નુકસાન કરે છે એટલે આ તત્ત્વોની હાજરીવાળો આહાર લેવાનું ટાળવું જોઇએ. આહાર પણ સ્તનનાં સ્વાસ્થ્ય પર અસર કરે છે એટલે ખોરાકમાં ફાઈબર અને પ્રોટિનનો સમાવેશ કરો. આ સિવાય ઓટ અને બ્રાઉન રાઈસનો તમારા આહારમાં સમાવેશ કરી શકો છો. કસરત પણ તમારા સ્તનને સુડોળ બનાવે છે. રોજ માત્ર 5 મિનિટ કસરત કરવાથી ફાયદો થાય છે. આ કસરતમાં પ્રેશર અને પામ એક્સરસાઈઝનો સમાવેશ કરી શકાય છે. સ્તનોમાં ટાઇટનેસ લાવવા માટે એલોવેરા સૌથી સારો વિકલ્પ છે. એલોવેરામાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે સ્તનોમાં કસાવ લાવે છે અને તેમને પ્રાકૃતિક રીતે સુડોળ બનાવે છે. આ એલોવેરા જેલથી સરક્યુલર મોશનમાં 10થી 15 મિનિટ સુધી સ્તન પર મસાજ કરો. આ મસાજ પછી સ્નાન કરી લો. ઢીલાં સ્તનો માટે આઇસ મસાજ સૌથી સારો વિકલ્પ છે. આઇસપેકને સ્તન પર સરક્યુલર મોશનમાં ફેરવવાથી સ્તનોની રક્તવાહિકાઓમાં લોહી ઝડપથી ફરવા લાગશે અને ત્વચામાં ઊર્જાનો સંચાર થશે. આમ દરરોજ કરવાથી સ્તનોની ત્વચામાં તણાવ આવી જશે. બ્રાની ખરી સાઈઝ પણ સ્તનના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તમારા કપ સાઈઝને ફીટ થતી બ્રા પહેરો. તમારી બ્રાનાં સ્ટ્રેપ્સ પણ વ્યસ્થિત અને આરામદાયક હોવા જોઈએ. બ્રાનું કામ સ્તનને પૂરતો અને જરૂરી સપોર્ટ આપવાનું છે. આ સંજોગોમાં જો જરૂરિયાત કરતી ઓછી સાઇઝની બ્રા સતત પહેરવામાં આવે તો સ્તનને પૂરતો સપોર્ટ નથી મળી શકતો અને એના કારણે ક્રમશ: સ્તન લચી પડે છે. સમય કરતા પહેલાં આવી સ્થિતિ ન સર્જાય એ માટે યોગ્ય સાઇઝની બ્રા પહેરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...