બ્યુટી:સારા મેકઅપ માટે યોગ્ય ફાઉન્ડેશન જરૂરી

એક મહિનો પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

ટાભાગની મહિલા સુંદર દેખાવા માટે મેકઅપ કરવાનો વિકલ્પ પસંદ કરતી હોય છે. આ મેકઅપ સારી રીતે કરી શકાય એ માટે ફાઉન્ડેશનનો બેઝ હોવો જરૂરી છે કારણ કે એ ચહેરાના ડાઘને છૂપાવે છે. મેકઅપ સારી રીતે કરી શકાય એ માટે યોગ્ય ફાઉન્ડેશનની પસંદગી જરૂરી છે. માર્કેટમાં અલગ અલગ પ્રકારના ફાઉન્ડેશન ઉપલબ્ધ છે અને જરૂરિયાત પ્રમાણે દરેક યુવતીએ એની પસંદગી કરવી જોઇએ. સિરમ ફાઉન્ડેશન : આ લિક્વિડ ફાઉન્ડેશન છે. જો તમે નિયમિત રીતે રોજિંદા વપરાશમાં સિરમ ફાઉન્ડેશનનો ઉપયોગ કરતા હો તો ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને એનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ ફાઉન્ડેશન વોટરપ્રૂફ અને નોન વોટરપ્રૂફ વેરાયટીમાં મળે છે અને એનો ઉપયોગ પ્રમાણમાં સરળ છે. ક્રીમ ફાઉન્ડેશન : ક્રીમ ફાઉન્ડેશનને ક્રીમની જેમ ચહેરા પર સરળતાથી લગાવી શકાય છે. જે મહિલાઓ બહુ મેકઅપ નથી કરતી અથવા તો જેણે મેકઅપ કરવાની શરૂઆત જ કરી છે તેમના માટે ક્રીમ ફાઉન્ડેશન જ યોગ્ય છે. જો તમે ઇચ્છો તો એને બીજા ક્રીમ સાથે મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકાય છે. સ્ટિક ફાઉન્ડેશન : હાલમાં સ્ટિક ફાઉન્ડેશન બહુ ડિમાન્ડમાં છે કારણ કે એમાં આપવામાં આવેલી સ્ટિકથી ફાઉન્ડેશનને સરળતાથી લગાવી શકાય છે. હાલમાં માર્કેટમાં એની અનેક વેરાયટી ઉપલબ્ધ છે. આ ફાઉન્ડેશન લિપસ્ટિક જેવું હોય છે જેમાં સ્ટિક લગાવેલી હોય છે. આ ફાઉન્ડેશન લગાવવા માટે બ્રશની પણ જરૂર નથી પડતી. ફાઉન્ડેશનની પસંદગી કરતી વખતે તમારા સ્કિન ટોનને ખાસ ધ્યાનમાં રાખો. પાઉડર ફાઉન્ડેશન : પાઉડર ફાઉન્ડેશન એ ફાઉન્ડેશનનો સૌથી સરળ પ્રકાર છે. એ માર્કેટમાં બહુ સરળતાથી મળે છે. આ પાઉડર ફાઉન્ડેશનને બ્રશ અથવા સ્પંજની મદદથી લગાવવામાં આવે છે. જો તમને મેકઅપ કરવાનું બહુ ગમતું હોય અને તમે વારંવાર મેકઅપ કરતા હો તો આ ફાઉન્ડેશન તમારા માટે પર્ફેક્ટ છે. તમે તમારી સ્કિન પ્રમાણે એની પસંદગી કરી શકો છો. જેલ ફાઉન્ડેશન : આ ફાઉન્ડેશન જેલ જેવું હોય છે જેને પાતળા બ્રશની મદદથી ચહેરા પર લગાવવોમાં આવે છે. લિક્વિડ ફાઉન્ડેશનની જેમ જ જેલ ફાઉન્ડેશનનો ઉપયોગ પણ સરળતાથી કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...