તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેશન:રમણીઓને ફેશન બ્લન્ડર્સથી બચાવતા સોનેરી નિયમો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેશન બ્લન્ડર્સ ખૂબસૂરત દેખાવાની તમારી તમામ મહેનત પર પાણી ફેરવી શકે છે. ફેશન સાથે જોડાયેલી કેટલીક હકીકતોનું ધ્યાન રાખવામાં આવે તો ફેશન બ્લન્ડરથી બચી શકાય છે. ઘણી વખત સ્ટાઇલિશ દેખાવાની લાલચમાં આપણે એવી ભૂલ કરી બેસીએ છીએ કે સુંદર લાગવાને બદલે હાસ્યાસ્પદ લાગીએ છીએ. ઓવરસાઇઝ કપડાં, લાંબું ઘૂંટણ સુધીનું ટી-શર્ટ, બેગી બેન્ટ અને ઢીલો શોર્ટ કુર્તો એ હવે બાબા આદમના જમાનાની ફેશન ગણાય છે. એ ભલે આરામદાયક હોય પણ ફેશનના મામલે એ બિલકુલ યોગ્ય પસંદગી નથી. }સ્ટાઇલિશ સ્કર્ટ વરસાદની સિઝનમાં સ્કર્ટ સૌથી આરામદાયક ડ્રેસ છે. જોકે સ્કર્ટની લંબાઇ અને સ્ટાઇલની પસંદગી દરેક યુવતીએ પોતાના શારીરિક બાંધાને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. તમે મેક્સી સ્કર્ટ સાથે ફિટિંગવાળા ટોપનું કોમ્બિનેશન ટ્રાય કરી શકો છો. જોકે શોર્ટ સ્કર્ટ સાથે શોર્ટ ટોપનું કોમ્બિનેશન આઉટડેટેડ છે એટલે ભૂલથી પણ આવું ડ્રેસિંગ ન થઇ જાય એનું ધ્યાન રાખવું. હાલમાં શોર્ટ સ્કર્ટ સાથે લોન્ગ ટોપ અને બેલ્ટનું કોમ્બિનેશન ચલણમાં છે. જો શોર્ટ ટોપ પહેરવું હોય તો એની સાથે લોન્ગ સ્કર્ટની પસંદગી કરી શકાય છે. }ફ્લોરલ ડ્રેસ પહેરવાનો નિયમ ચોમાસામાં ફ્લોરલ ડ્રેસ સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે. આ સિઝનમાં ફ્લોરલ પ્રિન્ટવાળાં ટ્યૂનિક્સ, સ્કર્ટ અને ગાઉન સારાં લાગે છે. આ સ્ટાઇલના ડ્રેસ સાથે ક્યારેય પ્લેટફોર્મ હીલ ન પહેરો. આની સાથે ફ્લેટ સ્લિપર અને પેન્સિલ હીલ જ સ્ટાઇલિશ લાગશે. ફ્લોરલ ડ્રેસ સાથે કોમ્બિનેશનમાં બીજી પ્રિન્ટ પહેરવાનું ટાળવું જોઇએ. ફ્લોરલ પ્રિન્ટ સાથે ડોટ પ્રિન્ટ્સનું કોમ્બિનેશન ન કરો. }યોગ્ય કલરની પસંદગી મોટાભાગની મહિલાઓ નાઇટ પાર્ટીમાં બ્લેક આઉટફિટ પહેરવાનું પસંદ કરે છે. જોકે એનો મતલબ એ નથી કે બ્લેક આઉટફિટને ડે પાર્ટીમાં પહેરી ન શકાય. તમે સુવિધા પ્રમાણે બ્લેક અને વ્હાઇટ આઉટફિટની પસંદગી કરી શકો છો. જો તમે દિવસની પાર્ટીમાં બ્લેક આઉટફિટ પહેરવાનું પ્લાનિંગ કરો તો બ્લેક જ્વેલરી કે એક્સેસરી પહેરવાને બદલે રેડ કે બ્લૂ રંગની પસંદગી કરી શકો છો. બ્લેક આઉટફિટ સાથે લાઇટ મેકઅપ કરો કારણ કે ડાર્ક શેડ ખરાબ લાગશે. નાઇટ પાર્ટીમાં ગ્લેમરસ લુક માટે વ્હાઇટ આઉટફિટ સાથે ડાર્ક મેકઅપ ટ્રાય કરો. }વિચારીને પહેરો એનિમલ પ્રિન્ટ તમને એનિમલ પ્રિન્ટ પહેરવાનું ગમતું હોય પણ એ વાતનું ધ્યાન રાખો કે વધારે પડતી એનિમલ પ્રિન્ટવાળાં આઉટફિટ વિચિત્ર લાગે છે. એનિમલ પ્રિન્ટ પહેરતી વખતે બેલેન્સ રહેવાથી ફેશનેબલ લુક મેળવી શકાય છે. જો તમારી હાઇટ ઓછી હોય તો આડા પટ્ટાવાળી ડિઝાઇન પહેરવાનું ટાળો કારણ કે આવા ડ્રેસમાં હાઇટ વધારે ઓછી લાગે છે.

અન્ય સમાચારો પણ છે...