તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમન ઇન ન્યૂઝ:પિતાના પ્રોત્સાહને દીકરીને અપાવી સુવર્ણ સિદ્ધિ

24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 29 વર્ષની ભાવના હાલ રાજસ્થાન એરબેસમાં પોસ્ટેડ છે અને MiG 21 BISON ઉડાવે છે અને ભવિષ્યમાં રાફેલ અને સુખોઇ ઉડાવવા ઇચ્છે છે

- મીતા શાહ

કોમ્બેટ મિશન માટે ક્વાલિફાઈ કરનારી પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ ભાવના કાંતે પોતાની સિદ્ધિથી ઇતિહાસ રચી દીધો છે. ફ્લાઇટ લેફ્ટેનન્ટ ભાવના કાંત પ્રજાસત્તાક દિવસે ફ્લાય પાસ્ટમાં ભાગ લેનાર પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બની ગઇ છે.

માતા-પિતા પ્રોત્સાહન આપે તો પ્રતિભાવાન દીકરી સિદ્ધિના શિખરે પહોંચી શકે છે એ વાત ભાવનાએ સાબિત કરીને બતાવી છે. અવની ચતુર્વેદી અને મોહના સિંહ સાથે ભાવના કાંત 2016માં વાયુસેનામાં પ્રથમ મહિલા પાઇલટ તરીકે શામેલ થઇ હતી. નવેમ્બર 2017માં ભાવનાએ ફાઇટર સ્ક્વોડ્રન જોઇન કર્યું હતું અને માર્ચ 2018માં પ્રથમ સોલો ફ્લાઇટ MiG 21 BISON ઉડાવી હતી. ભાવના 2019માં કાંત કોમ્બેટ મિશન ક્વાલીફાઈ કરનારી પ્રથમ મહિલા પાઇલટ બની ગઇ છે. 29 વર્ષની ભાવના હાલ રાજસ્થાન એરબેસમાં પોસ્ટેડ છે અને MiG 21 BISON ઉડાવે છે. ફ્લાય પાસ્ટમાં ભાગ લેવાનો પોતાનો અનુભવ જણાવતા તેણે કહ્યું છે કે ‘હું બાળપણથી ટીવી પર પ્રજાસત્તાક દિવસની પરેડ જોતી આવી છું અને મારા માટે આ ગર્વની વાત છે કે આ વખતે હું તેનો ભાગ બની છું. હું ભવિષ્યમાં રાફેલ અને સુખોઈ સહિત બીજા ફાઇટર વિમાન પણ ઉડાવવા ઇચ્છું છું.’ ભાવના નાનપણથી જ ફાઇટર પાયલટ બનવા માગતી હતી.

ભાવનાનો જન્મ 1 ડિસેમ્બર, 1992ના દિવસે બિહારના દરભંગા ખાતે થયો હતો. તેના પિતા તેજ નારાયણ કાંત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ઇલેક્ટ્રિકલ તરીકે કાર્યરત હતા જ્યારે માતા રાધા કાંત હોમમેકર છે. બાળપણથી જ ભાવનાને ખો ખો, બેડમિન્ટન, સ્વિમિંગ તેમજ પેઇન્ટિંગ જેવી પ્રવૃત્તિઓમાં બહુ રસ હતો અને તેના માતા-પિતા અભ્યાસની સાથે સાથે આ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા માટે પ્રોત્સાહન આપતા હતા. ભાવનાએ એનો અભ્યાસ બરુની રિફાઇનરી ખાતે આવેલી ડીએવી પબ્લિક સ્કૂલમાંથી કર્યો છે. સ્કૂલના અભ્યાસ પછી તેણે રાજસ્થાનના કોટા ખાતે એન્જિનિયરિંગની એન્ટ્રરન્સ પરીક્ષા માટે તૈયારી કરી અને બેંગ્લુરુની એન્જિનિયરિંગ કોલેજમાંથી મેડિકલ ઇલેકટ્રોનિક્સના વિષયમાં 2014માં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પછી ભાવનાએ તાતા કન્સલટન્સી સર્વિસ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી મેળવી હતી પણ ફાઇટર પાઇલટ બનવાનું પોતાનું સપનું છોડ્યું નહોતું અને એ દિશામાં એના પ્રયાસો ચાલુ હતા.

ફ્લાઇટ લેફ્ટેનન્ટ ભાવના કાંતની સિદ્ધિ વિશે તેના પિતા તેજ નારાયણ કાંતે જણાવ્યું હતું કે ભાવના ભણવામાં સારી હતી. તે શાળાના દિવસોથી ઉડવાની વાત કરતી હતી. તેણે બેંગ્લુરુમાં એન્જિનિયરિંગ કર્યું. કોલેજ સમયથી જ તે વાયુસેનામાં સામેલ થવાનો પ્રયાસ કરતી રહી. એક પિતા તરીકે મને ભાવના વિશે ભારે ગર્વની લાગણી અનુભવાય છે. ફ્લાઇટ લેફટેનન્ટ ભાવના કાંતને 9 માર્ચ 2020ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારા નારી શક્તિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. પોતાને મળેલી સફળતા વિશે એક મુલાકાતમાં ભાવનાએ જણાવ્યું હતું કે ‘મારા માતા-પિતાએ મને ક્યારેય એવો અહેસાસ નથી થવા દીધો કે મારે અલગ વિચાર રાખવાની જરૂર છે, કારણ કે હું છોકરી છું. બાળપણમાં મને ખબર ન હતી કે મહિલાઓને ફાઇટર પાઇલટ બનવાની મંજૂરી નથી. હું ખુશ છંુ કે હવે મહિલાઓ ફાઇટર બની શકે છે. જો યુવતીને માતા-પિતા અને પરિવાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે તો એ જીવનમાં બહુ સારી રીતે આગળ વધી શકે છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો