તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેશન:સાડીને હોટ અને હેપનિંગ બનાવે ગ્લેમરસ ડિઝાઇનર બ્લાઉઝ

પાયલ પટેલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેશન ટ્રેન્ડ ભલે ગમે તે આવે અને જાય પરંતુ સાડી હંમેશાં એવરગ્રીન રહે છે. જોકે સાડી ડિઝાઇનર હોય તેટલું પૂરતું નથી પણ બ્લાઉઝ પણ તેટલું જ ડિઝાઇનર હોવું જોઈએ

સાડી એવો પોશાક છે જે ફોર્મલ અને પારંપરિક બંને પ્રકારનો લુક આપી શકે છે. સાડીના લુકનો મોટો આધાર એની સાથે પહેરવામાં આવતા બ્લાઉઝ પર હોય છે. આકર્ષક અને ગ્લેમરસ ડિઝાઇનર બ્લાઉઝ સાડીને હોટ અને હેપનિંગ લુક આપી શકે છે. ફેશન ટ્રેન્ડ ભલે ગમે તે આવે અને જાય પરંતુ સાડી હંમેશાં એવરગ્રીન રહે છે. જોકે સાડી ડિઝાઇનર હોય તેટલું પૂરતું નથી પણ બ્લાઉઝ પણ તેટલું જ ડિઝાઇનર હોવું જોઈએ. } બેકલેસ બ્લાઉઝ બેકલેસ બ્લાઉઝમાં પાછળનું ગળું ખૂબ ડીપ હોય છે અથવા તો બ્લાઉઝના નીચે ફક્ત એક પાતળી દોરી જ હોય છે. આ બ્લાઉઝમાં ઉપરની તરફના ગળા અને સ્લિવ્ઝને સપોર્ટ કરવા માટે ઉપર પણ એક દોરી હોય છે. આ પ્રકારનાં બ્લાઉઝમાં પીઠનું સારું એવું પ્રદર્શન થાય છે અને એ નાની વયની યુવતીઓ પર વધારે સારું લાગે છે. તમે તમારી નમણી કમર આ પ્રકારના બ્લાઉઝમાં બતાવી શકો છો. વળી તેમાં નેટ વર્કની પણ ફેશન પણ ડિમાન્ડમાં છે. જો તમે થોડા વયસ્ક હોય અને બેકલેસ બ્લાઉઝ પહેરવા ન ઇચ્છતા હો તો કટ આઉટ બ્લાઉઝ પહેરી શકો છો. આ કટઆઉટ બ્લાઉઝમાં સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયેંગલ, રાઉન્ડ અને હાર્ટશેપની ફેશન છે. કટઆઉટ બ્લાઉઝની બોર્ડર પર મોતી અથવા બ્લાઉઝ લગાવીને નવો લૂક આપી શકાય છે. } બો બ્લાઉઝ હાલમાં બ્લાઇઝની પાછળ બો લગાવી હોય તેનો ટ્રેન્ડ સૌથી વધુ છે. નીચે કે ઉપર તરફ મોટી બો તમે પણ લગાવી શકો છો. આ સ્ટાઇલ પહેરવાથી બધાની નજર બો પર જાય છે. બો સ્ટાઇલની સાથે ડીપ નેક સ્ટાઇલનું કોમ્બિનેશન પહેરી શકાય છે. ડીપ નેક બ્લાઉઝનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ડીપ કટ સ્ટાઇલ પહેરીને બોલ્ડ લુક અને તેની પર ટ્રાન્સપર્ન્ટ સાડીની ફેશન ચાલી રહી છે. જો તમે બોલ્ડ લૂક અપનાવવાનું વિચારી રહ્યા છો તો આ પ્રકારના બ્લાઉઝ ટ્રાય કરી શકો છો. } ઇલ્યુઝન નેકલાઇન આધુનિકાઓમાં ઇલ્યુઝન નેકલાઇન બહુ ડિમાન્ડમાં છે. આવા બ્લાઉઝમાં ગળામાં થોડું ફેબ્રિક હોય છે અને બાકીના ભાગમાં નેટ અથવા મલમલનું કાપડ હોય છે. આ પ્રકારની સ્ટાઇલ બ્લાઉઝને આકર્ષક લૂક આપે છે. આ મલમલ અથવા નેટ પર કુંદન કે પેચ વર્ક કરાવીને તેને વધુ સુંદર બનાવી શકો છો. જો તમે સાડીને વેસ્ટર્ન લુક આપવા ઇચ્છતા હો તો હાઇ નેક ચેઇન સ્ટાઇલ બ્લાઉઝ પણ પહેરી શકો છો. આ બ્લાઉઝમાં આગળ અને પાછળની તરફ ગળાનો ભાગ ખૂબ ઉપર સુધી હોય છે, જેમાં પાછળની તરફ મેચિંગ ચેન લગાવવામાં આવે છે. } વેલ્વેટનું બ્લાઉઝ આજકાલ બ્લાઉઝમાં બસ્ટ પાસે વેલ્વેટનું મટીરિયલ અને બાકીના ભાગમાં સ્કિન દેખાય એવું નેટનું મટીરિયલ વાપરીને તૈયાર કરાયેલી પેટર્ન ખૂબ ચાલી રહી છે. આ પેટર્ન પ્રોપર બ્લાઉઝ જેવી લાગે અને સાથે ગ્લેમરસ લુક પણ જળવાઈ રહે. આ પેટર્ન કોઇ પણ યુવતી પર સારી લાગે છે. આ સ્ટાઇલ હાઈ ક્લાસ પાર્ટીમાં બધાનું ધ્યાન તમારી તરફ ખેંચશે.

અન્ય સમાચારો પણ છે...