તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજાવટ:ઘરને આપો સલામતીનો હૂંફાળો સ્પર્શ

િવ્યા દેસાઇ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘરની સજાવટ જેટલી અગત્યની છે એટલી જ મહત્ત્વની છે-ઘરની સુરક્ષા. ઘર અને તમારો પરિવાર સલામત રહે એ માટે માર્કેટમાં અનેક ઉપકરણો ઉપલબ્ધ છે

આ પણે સામાન્ય રીતે ઘરની સફાઇ અને હોમ ડેકોર પર વધારે ધ્યાન આપતા હોઇએ છીએ પણ આ સાથે સાથે ઘરની સુરક્ષા પર ધ્યાન આપવું પણ જરૂરી છે. હોમ સેફ્ટી સાથે જોડાયેલી અનેક હકીકતો જાણી ઘરને સારી રીતે સુરક્ષિત રાખી શકાય છે. ઘરની સુરક્ષાની વાત કરીએ તો સૌથી જરૂરી છે ઘરનો વીમો એટલે કે હોમ ઇન્શ્યોરન્સ. આ ઇન્શ્યોરન્સમાં મકાન તેમજ ઘરના સામાનનો વીમો લેવામાં આવે છે જેથી પ્રતિકૂળ સંજોગોમાં બહુ સમસ્યા નથી થતી. }આપો ધ્યાન ઘરની સુરક્ષાની જાળવણી તમારા હાથમાં છે. ઘરના પ્રવેશદ્વાર પર મેટલ ડોર લગાવો અને આ દરવાજા અંદરની તરફ ખૂલતા હોય એ વાતનું ધ્યાન રાખો. ઘરની સેફ્ટી માટે નાની નાની વાતનું ધ્યાન રાખો. ઘરની ચાવી ક્યારેક ઘરની બહાર રહેલા કૂંડાની અંદર કે પછી ડોરમેટની નીચે ઘરની ચાવી સંતાડીને ન રાખો. પ્રવેશદ્વાર પર બર્ગલર એલાર્મ લગાવો. એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ પણ સારી રીતે સમજી લો. દરવાજા પર કોઇ અજાણી વ્યક્તિ આવે તો યોગ્ય પૂછપરછ પછી જ યોગ્ય લાગે તો જ ઘરમાં એન્ટ્રી આપો. આટલું ધ્યાન રાખવાની તમે સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરી શકો છો. }મજબૂત લોકિંગ સિસ્ટમનો સાથ ઘરમાં જો સ્લાઇડિંગ દરવાજા અને બારી હોય તો એને લોક કરવા માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઇએ. સ્લાઇડિંગ ટ્રેક પર સ્ટીલનો પોલ નાખીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવી જોઇએ. જો તમે ટેનામેન્ટમાં રહેતા હો તો ઘરની ચારે તરફ કોંક્રિટની ઊંચી અને મજબૂત દીવાલ બનાવો જેથી કોઇ અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશી ન શકે. જો તમે ઇચ્છો તો બાઇન્ડ્રી વોલની દીવાલ પર કાંટાળા તારની ફેન્સિંગ અથવા ઇલેક્ટ્રિફાઇડ ફેન્સિંગ લગાવી શકો છો. હવે તો માર્કેટમાં સેન્સરવાળી ફેન્સિંગ પણ મળે છે. દરવાજા પર પીપ હોલ સિવાય ઇમરજન્સી સ્મોક, હીટ તેમજ ફાયર એલાર્મ લગાવી શકો છો. બાળકોના રૂમમાં લોકિંગ સિસ્ટમના બદલે ટાવર બોલ્ટ લોકિંગ સિસ્ટમ રાખો. ગેસનું સિલિન્ડર ખુલ્લી જગ્યા પર રાખો અને એ જગ્યા પરથી નકામી વસ્તુઓને દૂર કરો. જો ગેસની પાઇપમાં ક્રેક દેખાય તો પણ એને તરત બદલી નાખો. }હાઇટેક ઇલેક્ટ્રોનિક સિક્યોરિટી સિસ્ટમ ઘરની સલામતિ માટે હાઇટેક ઇલેક્ટ્રોનિક સિક્યોરિટી સિસ્ટમ સારો વિકલ્પ છે. જો ઘરમાં કોઇ ઘૂસણખોરી કરે તો દરવાજા અને બારીમાં લાગેલા કોન્ટેક સેન્સર્સ સિક્યોરિટી એલાર્મને એક્ટિવેટ કરી દે છે અને પોલીસ સ્ટેશન સહિત 15 જગ્યાએ ચોરની જાણકારી પહોંચી જાય છે. આના સીસીટીવી કેમેરામાં ચહેરા પણ રેકોર્ડ કરી શકાય છે. આ સિવાય એક્સિસ કંટ્રોલ સિસ્ટમ વિથ ઇલેક્ટ્રોમેગ્નેટિક લોક પણ એક સારી વ્યવસ્થા છે. આ સિસ્ટમ લગાવવાથી ઘરની ચાવી રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય છે. આ સિસ્ટમમાં પરિવારના સભ્યોના ફિંગર રજિસ્ટર્ડ થઇ જાય છે અને પછી ફિંગરપ્રિન્ટથી જ લોક ખૂલે છે. જો યુવતી એકલી રહેતી હોય તો એ પર્સનલ પેનિક બટન લગાવી શકે છે. આ એક નાનકડું યંત્ર છે અને એને હંમેશા પોતાની સાથે રાખી શકાય છે. કોઇ મુસીબત આવે તો આ બટન દબાવવાથી એમાં જે વ્યક્તિનું નામ અને નંબર ફીડ કરવામાં આવ્યું હોય એના સુધી એલર્ટ મેસેજ પહોંચી જાય છે. લાઇટ ટાઇમર પણ એક સારો વિકલ્પ છે. એનાથી લાઇટ ફિક્સ સમયે ચાલુ અને બંધ થાય છે અને ઘર બંધ હોય તો પણ ઘરમાં કોઇ હોય એવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો