પેરેન્ટિંગ:બાળકને અલાયદો રૂમ આપવો કે નહીં?

મમતા મહેતા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક પરિવર્તનની હકારાત્મક અને નકારાત્મક બંને બાજુઓ હોય છે. આ સંજોગોમાં સમજી વિચારીને નિર્ણય લેવો જરૂરી હોય છે

એક સમય એવો હતો કે બે રૂમનાં ઘરમાં આખો પરિવાર સમાઇ જતો હતો અને બાળક માટે અલગ રૂમ હોય એ‌વો તો વિચાર પણ થઇ શકતો નહોતો. જોકે હવે સમય બદલાયો છે અને મોટાભાગના ઘરોમાં બાળકો માટે અલાયદા રૂમની સગવડ હોય છે. જોકે જે રીતે સિક્કાની બે બાજુ હોય છે એવી જ રીતે દરેક પરિવર્તનની હકારાત્મક અને નકારાત્મક બંને બાજુઓ હોય છે. આ સંજોગોમાં દરેક મામલે સમજી વિચારીને નિર્ણય લેવો જરૂરી હોય છે. Â સ્વતંત્રતા એટલે ફરજમુક્તિ નહીં छऋछ આજકાલ માતાપિતા એવું માને છે કે સંતાનને સારી સ્કૂલમાં ભણવા મૂકી દીધા, એમને જોઇતી વસ્તુઓ અપાવી દીધી, કોમ્પ્યુટર, વિડિયો અને મોબાઇલ મળી ગયા એટલે પોતાની ફરજ પૂરી થઇ ગઇ. માતાપિતાએ સમજવાની જરૂર છે સંતાનોને અલાયદો રૂમ આપી દેવાથી તેમની જવાબદારી ઓછી નથી થઇ જતી. સામાન્ય રીતે પેઢી દર પેઢીએ વ્યક્તિમાં પરિપક્વતા વધતી જતી હોય છે. જનરેશન બદલાય એટલે પરિપક્વતાનું પ્રમાણ વધે છે. આ સંજોગોમાં અત્યારની પેઢી નાની ઉંમરે મેચ્યોર બની છે. ટીનેજર માટે કોમ્પ્યુટર, ઇન્ટરનેટ તથા હાઇફાઇ ટેક્નોલોજીવાળા મોબાઇલ ફોન હાથવગા છે ત્યારે સંતાનો આ સાધનોનો ઉપયોગ કેવો કરે છે તે જોવાની જવાબદારી માતા-પિતાની છે. આમ, બાળકને અલાયદો રૂમ આપી દીધો હોય તો પણ એની સાયબર એક્ટિવિટી પર ચાંપતી નજર રાખવી જરૂરી છે. Â પર્સનલ સ્પેસની જરૂરિયાત જો દસ વર્ષ પછી બાળક સીધી કે આડકતરી રીતે જણાવે કે તેને પોતાની પર્સનલ સ્પેસ જોઇએ છે તો શક્ય હોય તો એને અલાયદો રૂમ ફાળવી આપવો જોઇએ કારણ કે અમુક ઉંમર પછી પેરેન્ટ્સ આખો દિવસ બાળકની આજુબાજુ ર્ફ્યા કરે એ બાળકને ગમતું નથી. તેઓ પોતાની અંગત સ્પેસ તથા જરૂરિયાતો માટે ખૂબ સંવેદનશીલ બને છે. માટે પેરેન્ટ્સ બાળકને સ્પેસ આપે એ જરૂરી છે. Â માનસિક શાંતિની જરૂર બાળક ટીનએજમાં આવે છે ત્યારે તેને અનેક સમસ્યાઓ સતાવે છે અને તે અલગ અલગ શારીરિક અને માનસિક અનુભવોમાંથી પસાર થાય છે. આ સમયે તેને જે પ્રશ્નો સતાવે છે એનો જવાબ પણ એની પાસે જ હોય છે, પણ એ માટે શાંત ચિત્તે વિચારવાની જરૂર હોય છે. ટીનએજમાં બાળકનાં મનમાં અનેક બાબતે સંઘર્ષ ચાલે છે તેથી એમનું મન અશાંત રહે છે. થોડીવાર એકલા રહેવાથી પોતાનાં વિચારોને સમજવાનો પ્રયત્ન કરી શકે છે. બાળકને અલગ રૂમની સાથે થોડી એકાંતની ક્ષણો આપવી જરૂરી છે. જોકે બાળકને જ્યારે એકાંત અપાય ત્યારે એનો દુરુપયોગ ન થાય એ માટે ધ્યાન રાખવું જોઈએ. સામે પક્ષે જો બાળક પાસે પોતાની સ્વતંત્ર જગ્યા હોય તો એને સારી રીતે ગોઠવીને સ્વચ્છ રાખવાની જવાબદારી તેની જ હોય છે. આ કારણે બાળકમાં સ્વતંત્રતાનો ગુણ પણ વિકસે છે. Â પેરેન્ટ્સની મુંઝવણ મોટા થતાં બાળકોને કેટલી સ્પેસ આપવી એ અંગે પેરેન્ટ્સ હંમેશાંં દ્વિધામાં રહે છે, પરંતુ મનોવૈજ્ઞાનિકો માને છે કે મુજબ બાળકને દરેક વાતમાં ટોકવાથી કે પછી એના રૂમમાં ચોર પગલે છાપો મારવાથી નકારાત્મક અસર થાય છે. માતાપિતાઆ કુટેવ બાળકનાં મનમાં અવિશ્વાસ ઊભો કરશે અને એ તમારાથી વાત છુપાવશે. બાળક પર નજર એ રીતે રાખવાની છે કે જેથી બાળકને એવું ન લાગે કે તમે એમની જાસૂસી કરો છો. જો માતાપિતાને બાળકની ચિંતા સતાવતી હોય તો એનો ઉપાય તેને સાચા-ખોટાની સમજણ આપવાનો છે, તેને રૂમથી વંચિત રાખવાનો નહીં.

અન્ય સમાચારો પણ છે...