પહેલું સુખ તે...:શરીરને આપો અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝનો પડકાર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હકીકતમાં નિયમિત એક્સરસાઇઝ કરવાથી શરીર ખાસ પરિવર્તન અનુભવે છે. જોકે ફિટનેસ ગોલ સુધી પહોંચવાની ફિટનેસ યાત્રામાં ફિટનેસ પ્રોગ્રામને સતત અપડેટ કરવો જરૂરી છે અને શરીરને સતત નવા નવા પડકાર આપવા પડશે

તમે વજન ઘટાડવા માટે મહિનાઓથી નિયમિત એક્સરસાઇઝ કરવાનું અને પોષણક્ષમ ભોજન જ લેવાનું શરૂ કરી દીધું છે પણ આમ છતાં તમને શરૂઆતના તબક્કામાં જેવું સારું પરિણામ મળ્યું હતું એવું હવે નથી મળી રહ્યું...બરાબરને? શું તમને પણ આવો અનુભવ થઇ રહ્યો છે? જો તમને આવો અનુભવ થઇ રહ્યો હોય તો તમે શક્ય છે કે એના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી ગયા છો. ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા પછી શરીર ફિટનેસ એક્ટિવિટીને પ્રતિભાવ આપવાનું ઓછું કરી દે છે. હકીકતમાં નિયમિત એક્સરસાઇઝ કરવાથી શરીર ખાસ પરિવર્તન અનુભવે છે. જોકે ફિટનેસ ગોલ સુધી પહોંચવાની ફિટનેસ યાત્રામાં એક્સરસાઇઝ પ્રોગ્રામને સતત અપડેટ કરવો જરૂરી છે. જો તમારું શરીર એક જ પ્રકારની સ્થિતિનો અનુભવ કરે તો તમે તમારી ફિટનેસ યાત્રામાં કોઇને કોઇ તબક્કે ઉચ્ચતમ સ્તરે પહોંચી જ જશો એ વાત ચોક્કસપણે નક્કી છે. જો તમે ઉચ્ચતમ સ્તરે પહોંચી જાઓ તો પહેલું કામ એ માટેના જવાબદાર કારણને શોધવાનું કરવું જોઇએ. શું તમે વિચારો છો એનાથી વધારે કેલરીનું સેવન કરો છો? શું તમારી એક્ટિવિટી મોનોટોનસ બની ગઇ છે? ફિટનેસ યાત્રામાં પ્રગતિ થતી ક્યારે અટકી જાય છે અને જોઇએ એવું પરિણામ મળે એના માટે શું કરવું જોઇએ એ સમજવું બહુ જરૂરી છે. 1. સ્ટ્રેન્થ ટ્રેનિંગ બહુ જરૂરી છે કલાકો સુધી કાર્ડિયો કરવાનું બંધ કરી દો. લીન મસલ માસનાં બિલ્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો જેથી લીન બોડી મેળવી શકાય છે. હકીકતમાં વધારે પડતી કાર્ડિયો એક્સરસાઇઝ કરવાથી મસલ્સ ઓછા થાય છે અને કોર્ટિસોલનું સ્તર વધે છે જે ચરબીનો સંગ્રહ કરે છે. આ કારણોસર ડમ્બેલ્સ, બારબેલ, તમારાં પોતાનાં શરીરનું વજન , મશીન્સની મદદ અને બીજા એક્સરસાઇઝ સાધનોનોની મદદથી વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ કરવાથી ફાયદો થાય છે. હકીકતમાં ચરબી કરતા સ્નાયુ મેટાબોલિકલી ઘણા વધારે એક્ટિવ હોય છે. આ કારણોસર તમે જેટલા મસલ્સ વધારશો એટલું મેટાબોલિઝમ વધારે સુધરશે અને એના કારણે વજનમાં ઘટાડો કરી શકાશે. 2. FITT નિયમનું પાલન કરો તમે અલગ અલગ પ્રકારની ટ્રેનિંગનું કોમ્બિનેશન કરીને એનો વ્યક્તિગત મહત્તમ ફાયદો મેળવી શકો છો. આ FITT નિયમ દરેક ફિટનેસ પ્રોગ્રામમાં લાગુ કરી શકાય છે. FITTનો મતલબ છે Frequency (પુનરાવર્તન દર), Intensity (તીવ્રતા), Time (સમય) અને Type (પ્રકાર). આ તમામ પરિબળોમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરીને તમે જો સ્થગિત થઇ ગયા હશો તો બહાર નીકળવામાં મદદ કરશે. ફ્રિકવન્સી એટલે કોઇ એક એક્સરસાઇઝ અઠવાડિયામાં કેટલા દિવસ કરવામાં આવે છે એની સંખ્યા, ઇન્ટેન્સિટી એટલે સિંગલ એક્સરસાઇઝ સેશનમાં તમે કેટલી આકરી મહેનત કરી શકો છો એની ગણતરી, ટાઇમ એટલે સિંગલ એક્સરસાઇઝ સેશનનો સમયગાળો અને ટાઇપ એટલે એક્સરસાઇઝનો પ્રકાર. જો શરીરનાં બંધારણમાં પરિવર્તન લાવવું હોય તો ટ્રેનિંગ સતત ઇન્ટેન્સ અને વિવિધતાવાળી હોવી જોઇએ. જો તમે રોજ એક જ પ્રકારની એક્સરસાઇઝ કરશો તો તમારા શરીરને એની આદત પડી જશે. તમારે તમારા શરીરને સતત નવા નવા પડકાર આપવા પડશે જેથી એને તમે જે એક્સરસાઇઝ કરી રહ્યા છો એની આદત ન પડી જાય. 3. પૂરતા પ્રમાણમાં પ્રોટીન લો લીન મસલ માસ બિલ્ડ કરવા માટે શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે એ જરૂરી છે. આના કારણે એનાબોલિક ફાઉન્ડેશન તૈયાર થાય છે. ભોજનમાં સ્વાસ્થ્યપ્રદ શાકભાજી સાથે હાઇ ક્વોલિટી પ્રોટીનનો સમાવેશ કરો. 4. પ્રોસેસ્ડ જંક ફૂડથી દૂર રહો બને ત્યાં સુધી જંક ફૂડથી દૂર રહો અને આહારમાં પોષકતત્ત્વોથી સભર હોલ ફૂડ જ લો. હંમેશાં તાજો આહાર જ લો. પેકેજ્ડ જંક ફૂડ લાંબો સમય ટકે એ માટે એમાં એવા ઘટકો ઉમેરેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 5. પોષણ અને કેલરીની જરૂરિયાત જેટલા આહારનું પ્લાનિંગ કરો તમારા આહાર પર નજર રાખો. તમારા દરેક બાઇટ તેમજ નાના-મોટા કોળિયા તેમજ વિચાર્યા વગર આરોગવામાં આવતા સ્નેક્સનો હિસાબ રાખો. કોઇ પણ આહાર લેતા પહેલાં એની પોર્શન સાઇઝનું પણ ધ્યાન રાખો. 6. પૂરતું પાણી પીઓ જો તમે પૂરતા પ્રમાણમાં પાણી નહીં પીઓ તો તમારું શરીર સારી રીતે કાર્યરત નહીં રહી શકે. નારિયેળ પાણી, લીંબુ પાણી તેમજ સ્મૂધીનું સેવન શરીરમાં ફ્લુઇડનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે. જોકે આની સાથે પૂરતા પ્રમાણમાં સાદું પાણી પીવાની કાળજી લેવી જોઇએ. 7. પૂરતી નિંદર કરો પોષણ અને ફિટનેસની સાથે સાથે પૂરતા પ્રમાણમાં નિંદર લેવી જરૂરી છે. જો તમારા શરીરને એની જરૂરિયાત પ્રમાણે પૂરતી નિંદર ન મળે ત્યારે પણ તમને જોઇતું પરિણામ નથી મળતું. 8. એક્ટિવ રહો જે વ્યક્તિ નિયમિત રીતે એક્સરસાઇઝ કરવાની સાથે સાથે આખો દિવસ એક્ટિવ રહીને હલનચલન કરે છે તેમને પોતાનો ફિટનેસ ગોલ સિદ્ધ કરવામાં વધારે મદદ મળે છે. તમે આખા દિવસમાં કેટલું હલનચલન કરો છો? શું તમે એક્સરસાઇઝ કરીને આખો દિવસ નિષ્ક્રિય રહો છો કારણ કે તમને લાગે છે કે તમે કરેલી એક્સરસાઇઝ પૂરતી છે? એક્સરસાઇઝ કરીને પછી નિષ્ક્રિય પડી રહેવાના બદલે ફિટનેસ જાળવવા માટે એકમાત્ર વિકલ્પ રૂટિનમાં થોડા એક્ટિવ રહીને સક્રિયતાની ક્ષણોનો આનંદ માણવાનો છે. contact@sapnavyas.com

અન્ય સમાચારો પણ છે...