સંબંધના ફૂલ:ઊઠો, નવી દિશા તરફ દૃષ્ટિ કરો અને ચાલો

રચના સમંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ રિણામ બદલવા માટે કામ કરવાની રીત બદલવી જરૂરી છે ફિલ્મનો એક ડાયલોગ છે, ‘જબ કિસી ચીજ કો સિદ્દત સે ચાહો, તબ પૂરી કાયનાત ઉસે મિલાને મે લગ જાતી હૈ.’ તમે સુરક્ષિત ભવિષ્ય, સહજ જીવન અને પ્રગતિશીલ વિચારો ધરાવવાનું લક્ષ્ય બનાવ્યું હોય ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન તેને મેળવવામાં લગાવી દેવું. આ માટે તમારે તમારો માર્ગ જાતે નક્કી કરી, જાત મહેનતે તેને મેળવવાનું સાહસ કરતા રહેવું. કોઈના પણ સહકાર વગર આગળ વધતા રહો અને તમારા લક્ષ્ય સુધી પહોંચવાની શરૂઆત તરીકે સૌથી પહેલાં તો પોતાની જાતને પ્રગતિરૂપી દર્પણમાં જુઓ એટલે કે હંમેશાં તમારા વિચારોને લઈને હકારાત્મક અભિગમ કેળવવો. આ વખતે મહિલા દિવસ પર નિશ્ચય કરીએ કે, જાત મહેનતે જીવનને ઉજ્જ્વળ બનાવીએ અને આ માટે ‘મધુરિમા’નો આ અંક તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં તમારી મદદ કરશે. આ વિશેષ અંકને તમારું માર્ગદર્શન બનાવતાં પહેલાં આ મૂળભૂત બાબતોને ધ્યાનમાં લેવા જેવી છે અને જીવનમાં અનુસરવા જેવી છે…

ત્રણ સત્યનો સ્વીકાર કરવો જરૂરી છે. આપણું વજન : આપણી આદતોનું પ્રતિબિંબ છે. આપણી આવક : આપણી આદતોનું પ્રતિબિંબ છે. આપણું વલણ : આપણી આદતોનું પ્રતિબિંબ છે. માર્શલ આર્ટ ચેમ્પિયન, ફિલ્મ સ્ટાર અને લેખક બ્રૂસ લીએ કહ્યું હતું, એમ કહેવામાં કંઈ ખોટું નથી કે આપણી 90 ટકા મુશ્કેલીઓ આપણી આદતો અથવા આપણા વ્યવહારને પરિણામે ઉદ્્ભવે છે. સદીઓથી આપણે એક જ પ્રકારની આદતને અપનાવતા આવ્યાં છીએ, જેને હવે બદલવી જરૂરી છે. જાત પર વિશ્વાસ રાખી, એકબીજાને ધરપત આપી નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકાય છે જે દરેક મહિલાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સક્ષમ છે. કંઈ નવું મેળવવાની ઈચ્છા રાખો છો તો માર્ગ પણ નવો પસંદ કરો. જૂની રીતોથી સફળતાના નવા દ્વાર નહીં ખૂલે. તમારા સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ અને જીવન પ્રત્યેના પ્રગતિશીલ વલણને મઠારવા પર ધ્યાન કેિન્દ્રત કરો. તમારા લક્ષ્ય અંગેનું મહત્ત્વ તમે જ સારી રીતે જાણતા હોવાથી ત્યાં સુધી પહોંચવાનો માર્ગ પણ જાતે જ બનાવો. આ દરમિયાન આવતી મુશ્કેલીઓનો જાતે જ ઉકેલ શોધવાથી તેનો ઉકેલ તો તમને મળશે જ પણ સાથે સાથે તેનું મહત્ત્વ પણ તમને સમજાય છે. તમારા જીવનની લગામ તમારા હાથમાં રાખો અને મહિલા મિત્રો સાથે મળીને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો. rachna@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...