તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બે રસ્તાઓ વચ્ચેના ડિવાઇડરને પહોળાં કરવાનું કામ ચાલી રહ્યું હતું. આ માટે જમીન ખોદવામાં આવી હતી અને આખો વિસ્તાર કોર્ડન કરી દેવાયો હતો. ખોદકામ પછી બહાર કાઢવામાં આવેલી માટીના ઢગલા પર ચારથી પાંચ વર્ષનું બાળક આરામથી સૂઇ રહ્યું હતું. તે ભરબપોરે તડકામાં ચારે તરફ બેફામ દોડી રહેલા ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે માટીના ઢગલા પર પોતાના હાથનું ઓશિકું બનાવીને આરામથી કંઇક ગણગણી રહ્યું હતું. તેના પિતા, ભાઇ કે પછી કોઇ સંબંધી બાજુમાં જ તડકામાં કાળી મજૂરી કરી રહ્યા હતા. ટૂંકો પાયજામો અને ફાટેલી બંડી પહેરેલા બાળકની ભાવભંગિમા જણાવી રહી હતી કે તેનું બાળમન દોડતી દુનિયાની વચ્ચે રહીને પણ શાંતિનો અહેસાસ કરી રહ્યું છે. તેણે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સુખી રહેવાના રસ્તા શોધી લીધા છે. જે ડિવાઇડર સાથે તેનો કોઇ સંબંધ જ નથી એના નિર્માણ વખતે તેને ખુશીનો અહેસાસ થઇ રહ્યો છે. તેનો પરિવાર જે જગ્યાએ કામ કરી રહ્યો છે એ જગ્યા જ તેના માટે ઘર બની ગયું છે, છત વગરનું ઘર. આ ઘર ભરે માટી અને કચરાનો ઢગલો હોય પણ તેના માટે તો એ ઉપવન જ છે. માટીના ઢગલા પર સુવાનું હોવા છતાં તેના ચહેરા પર સ્થિત હતું. આ બાળક આસપાસ રમી રહેલા બીજા બાળકો કરતા કંઇક અલગ હતું. એનું વર્તન જાણે શાંતિ, ધીરજ અને સુખના બહુ મોટા પાઠ ભણાવી ગયું. તેના ચહેરા પર સંપૂર્ણતાનો જે અહેસાસ હતો એ ભરપૂર સુખ અને સમૃદ્ધિ વચ્ચે જીવતા ઘણા લોકો માટે સપનાં સમાન છે. મનનો સંતોેષ અને સમૃદ્ધિ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.