ફિટનેસ ફંડા:સાંધાની સમસ્યામાં મેળવો રાહત

એક મહિનો પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

સાંધામાં દુખાવાની ફરિયાદ મોટાભાગે વય વધવાની સાથે સાથે વધતી જાય છે, પણ હાલની જીવનશૈલીમાં હલનચલન સામાન્યથી પણ ઓછું થઇ ગયું છે. આમાં સમસ્યા વધારે વધી ગઇ છે. જો કેટલીક ખાસ કસરત ઘરમાં જ નિયમિત રીતે કરવામાં આવે તો સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે. પગનું સંતુલન કોઇ ટેબલ કે કિચન પ્લેટફોર્મનો મદદ લઇને ઉભા થઇ જાઓ. હવે ડાબા પગને લગભગ 12 ઇંચ ઉપર કરો અને પછી નીચે લઇ આવો. આવું કરતી વખતે બીજો પગ વાળીને થોડું નીચે વળવાનું છે. નીચે વળીને પગને ઉંચો કરતી વખતે 5 સેકંડ માટે રોકાઇ જાઓ અને પછી પાછા સીધા ઉભા રહી જાઓ. સંતુલન બનાવવા માટે કમર પર એક હાથ રાખી શકો છો. બીજા પગ સાથે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. ઘૂંટણમાં દબાણ પગને સીધા રાખીને પીઠના આધારે સૂઇ જદાઓ. હવે જમણા પગને ઉપરની તરફ સીધો રાખો અને ઘૂંટણને વાળીને પેટ સુધી લાવો. થોડીક સેકંડ સ્થિર રહો અને પછી પગને પાછો સીધો કરી લો. આ પ્રક્રિયા બંને પગ સાથે કરો. આવું કરતી વખતે પગને ટેકો આપવા માટે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે હાથને ઘૂંટણની નીચે રાખી દો. પગને ઉપર લઇને 30થી 60 સેકંડ માટે રોકાવાનું છે અને પછી પગ વાળવાના છે. શરૂઆતના તબક્કામાં 5-5 કે પછી 6-6ના સેટ કરો. સ્નાયુની મજબૂતી જમીન પર બેસી જાઓ અને પગને સામેની તરફ સીધા કરી લો. હથેળીને જમીન પર ટેકવીને તસવીરમાં બતાવ્યા પ્રમાણે એક પગને ઘૂંટણથી ધીમે-ધીમે વાળો. જ્યાં સુધી પગમાં ખેંચાણ ન અનુભવાય ત્યાં સુધી આ પોઝિશનમાં રહો અને પછી ધીમે-ધીમે જ પગને સીધો કરો અને 5 સેકંડ માટે રોકાઇ જાઓ. આ પ્રક્રિયા બીજા પગ સાથે પણ કરો. આ એક્સરસાઇઝ વખતે પીઠને એકદમ સીધી રાખવાની છે. શરૂઆતમાં 10-10ના સેટ કરો. પગ ઉપાડો જમીન પર સાદડી અથવા તો યોગ મેટ પાથરીને પીઠના ટેકે સુઇ જાઓ. હાથને કમરની પાસે રાખો. પગના સ્નાયુઓને ખેંચી પગને સીધા રાખો અને ધીરે-ધીરે જમણા પગને 8-10 ઇંચ ઉંચો કરો. હવે પાંચ સુધી ગણતરી કરો અને ત્યાં સુધી પગને હવામાં રાખો. આ પછી ક્રમશ: પગને ધીરે ધીરે નીચે લાવો. આ પ્રક્રિયા બીજા પગ સાથે પણ કરો. ધ્યાન રાખો કે માથું ઉંચું નથી કરવાનું. શરૂઆતમાં આ એક્સરસાઇઝના 4-4 સેટ કરો. આ પછી અનુકૂળતા પ્રમાણે સમય વધારતા જાઓ. ઉભડક ઉઠ-બેસ સીધા ઉભા થઇ આજો અને પગને ખભાને સમાંતર થોડા અંતર પર રાખો. હવે નીચા નમીને ખુરશી પર બેસવાની પોઝિશનમાં આવો અને પછી ઉપરની તરફ ઉભા થાઓ. આવું કરતી વખતે હાથને સામેની તરફ ખભાની સીધમાં રાખવાના છે. કરોડરજ્જૂ પણ સીધી રાખવાની છે અને વધારે વળવાનું નથી. ઘૂંટણને વાળીને ખુરશી પર બેસવાની પોઝિશનમાં પાંચ સેકંડ રહેવાનું છે અને પછી ધીમે-ધીમે ઉભું થવાનું છે. આ એક્સરસાઇઝના રોજ 5-5 સેટ કરવાના છે.

અન્ય સમાચારો પણ છે...