તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસથાળ:સ્વાદના શોખીનો માટે મજેદાર મોમોઝ

રિયા રાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચિલી ગાર્લિક મોમોઝ સામગ્રી : ઘઉં નો લોટ-1 કપ, મેંદો-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, તેલ- 2 ચમચી સ્ટફિંગ માટે : સમારેલા શાક ( ગાજર, લીલી ડુંગળી, કોબીજ)- 2 કપ, પનીર-પા કપ, સમારેલું લસણ-1 ચમચી, સમારેલું આદું-1 ચમચી, સોયા સોસ-1 ચમચી, મરી પાઉડર-પા ચમચી, તેલ-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ ચિલી ગાર્લિક સોસ માટે : શેઝવાન સોસ-અડધો કપ, ટોમેટો સોસ-2 ચમચી, સોયા સોસ-1 ચમચી, મરી પાઉડર-પા ચમચી, સમારેલું લસણ-1 ચમચી, સમારેલું આદું-1 ચમચી, સમારેલી કોથમીર-2 ચમચી, તેલ-2 ચમચી રીત : લોટમાં થોડું પાણી, તેલ તથા મીઠું ઉમેરી લોટ બાંધી લો. પેનમાં તેલ ગરમ થાય એટલે આદું, મરચાં અને લસણની પેસ્ટ સાંતળો. તેમાં સમારેલા શાક ઉમેરી ઊંચા તાપે 2-3 મિનિટ માટે સાંતળી લો. મીઠું, સોયા સોસ, પનીર ઉમેરીને મધ્યમ તાપે 2-3 મિનિટ પછી ગેસ બંધ કરી દો. લોટના લૂઆ કરી ગોળ પૂરી વણી લો. વચ્ચે સ્ટફિંગ મૂકી મોમોઝનો આકાર આપો. 10-15 મિનિટ માટે સ્ટીમ કરી લો. થોડી વાર રહી ચકાસી લો. હવે અન્ય પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલાં આદું અને લસણ 1 મિનિટ માટે સાંતળી લો. ત્યારબાદ ટોમેટો સોસ, શેઝવાન સોસ અને સોયા સોસ ઉમેરી હલાવી લો. 2 ચમચા પાણી ઉમેરી ભેળવી લો. એક ઉભરો આવે એટલે જોઈતા પ્રમાણમાં મીઠું અને મરી ઉમેરો. કોથમીર ભભરાવીને હલાવી લો. તેમાં મોમો ઉમેરી હળવા હાથે ભેળવી 2-3 મિનિટ માટે ચડાવીને ગરમ પીરસો.

બીન્સ મોમોઝ

સામગ્રી : સ્ટફિંગ માટે: ઝીણી સમારેલી ફણસી-2 કપ, વટાણા-1 કપ, અમેરિકન મકાઈ-1 કપ, ઝીણું સમારેલું લાલ કેપ્સિકમ-2 ચમચી, ઝીણું સમારેલું પીળું કેપ્સિકમ-2 ચમચી, ઝીણું સમારેલું ગ્રીન કેપ્સિકમ-2 ચમચી, પનીર ક્યૂબ્સ-પા કપ, લીલાં મરચાંની પેસ્ટ-2 ચમચી, સૂંઠ પાઉડર-પા ચમચી, રેડ ચિલી સોસ-1 ચમચી, સોયા સોસ-1 ચમચી, વિનેગર-1 ચમચી, ચાઈનીઝ નૂડલ્સ મસાલો-1 ચમચી, મરી પાઉડર-પા ચમચી, તેલ-2 ચમચી, હિંગ-ચપટી, ઝીણી સમારેલી કોથમીર-1 ચમચો, મીઠું- સ્વાદ મુજબ બહારનાં પડ માટે: ઘઉંનો લોટ-2 કપ, મેંદો-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-1 ચમચી, ગરમ પાણી-પા કપ રીત : ઘઉં તથા મેંદાને ચાળી લો. તેમાં મીઠું ઉમેરી ગરમ પાણીથી નરમ કણક તૈયાર કરી અડધો કલાક માટે કપડાં વડે ઢાંકીને રેસ્ટ આપો. ફણસી, લીલા વટાણા અને મકાઇ મિક્સરમાં અધકચરી ક્રશ કરી લો. નોન-સ્ટિકમાં બે ચમચી તેલ મૂકી તેમાં હિંગ, સૂંઠ, ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને એક બે મિનિટ સાંતળો. મરચાની પેસ્ટ, ક્રશ કરેલી ફણસી, વટાણા અને મકાઈ તથા મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકીને ત્રણ-ચાર મિનિટ સુધી સાંતળો. હવે ત્રણેય રંગના કેપ્સિકમ, પનીર ક્યૂબ્સ, ચિલી સોસ, સોયા સોસ, નૂડલ્સ મસાલો, મીઠું, મરી પાઉડર, વિનેગર વગેરે ઉમેરીને બરાબર મિક્સ કરી એક મિનિટ સુધી ફાસ્ટ આંચ પર રાખો. ગેસ બંધ કરી મિશ્રણને ઠંડું પડવા દો. હવે અગાઉ બાંધેલા લોટમાંથી નાની પૂરી વણી લો. સ્ટફિંગ ભરીને મનગમતા શેપમાં મોમોઝ તૈયાર કરી લો. હવે સ્ટીમરમાં તેલથી ગ્રીસ કરેલી કાણાંવાળી થાળીમાં મોમોઝ ગોઠવી લેવા 15 મિનિટ માટે સ્ટીમ કરી લેવા. મોમોઝ બરાબર બફાઈ જશે એટલે તેનો રંગ થોડો બદલાઈ જશે. તૈયાર મોમોઝ સ્પાઇસી ચટણી સાથે સર્વ કરો.

ફ્રાઇડ મોમોઝ સામગ્રી : વેજિટેબલ સ્ટફિંગ બનાવવા માટે: ગાજર-2 નંગ, નાની કોબીજ-1 નંગ, મરચું-1 નંગ, લસણ-3-4 કળી, આદું-1 ટુકડો, મીઠું-સ્વાદ મુજબ, તેલ-1 ચમચી, સોયા સોસ-1 ચમચી, ટોમેટો સોસ-2 ચમચી,મરી પાઉડર-અડધી ચમચી, તેલ-તળવા માટે મેંદો-2 કપ, તેલ-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, પાણી- જરૂર પ્રમાણે રીત : સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું અને તેલ ઉમેરી પાણીથી લોટ બાંધો. તેને 10-15 મિનિટ માટે રેસ્ટ આપવો. હવે ગાજર અને કોબીજને સમારી લો. આદું, મરચાં અને લસણની પેસ્ટ બનાવી લેવી. ધીમા ગેસ પર તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં પેસ્ટ ઉમેરીને પછી કોબીજ તથા ગાજર ઉમેરવા. આ મિશ્રણમાં મીઠું, મરી પાઉડર, સોયા સોસ તેમજ ટોમેટો સોસ ઉમેરી બરાબર મિક્સ કરી દો અને ગેસ બંધ કરી દેવો. બાંધેલા લોટના નાના લૂઆ કરી નાની નાની પૂરી વણી વચ્ચે વેજિટેબલ સ્ટફિંગ મૂકી મનપસંદ મોમોઝ શેપ આપી દો. શેપ આપીને સ્ટીમરમાં 80% બાફવા મૂકવા. બફાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી ઠંડા થવા મૂકો. ઠંડા થાય એટલે ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લેવા.

તંદુરી મોમોઝ સામગ્રી : ઘઉંનો લોટ-1 કપ, મેંદો-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 ચમચી સ્ટફિંગ માટે : છીણેલી કોબી-અડધો કપ, ખમણેલું ગાજર-અડધો કપ, લીલી ડુંગળી-અડધો કપ, આદું-મરચાંની પેસ્ટ-અડધી ચમચી, મરી પાઉડર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, કોથમીર-2 ચમચી મેરિનેટ માટે ચણાનો લોટ-2 ચમચી, દહીં-3 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, હળદર-પા ચમચી, ઘાણાજીરું પાઉડર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તંદુરી મસાલો-1 ચમચી, કેપ્સિકમ-1 નંગ, ડુંગળી-2 નંગ રીત : સૌથી પહેલા લોટ બાંધવા માટે ઘઉંનો લોટ તથા મેંદો લઈ તેમાં મીઠું અને મોણ નાખી મીડિયમ પોચો લોટ બાંઘવો. તેને 10 મિનિટ સુધી ઢાંકી દેવો. સ્ટફિંગ માટેની બધી સામગ્રીમાં મરી પાઉડર અને મીઠું મિકસ કરવું. પાણી છૂટે એ નિતારી અને કાઢી લેવું. હવે લોટને મસળી તેની નાની પૂરી બનાવી અંદર સ્ટફિંગ ભરીને પાણીથી કિનારી દબાવી મોમોઝનો આકાર આપી તળો. હવે દહીંમાં ચણાનો લોટ તથા મસાલા નાખી મિકસ કરી ખીરું તૈયાર કરવું. તેની અંદર તળેલા મોમોઝ અને કેપ્સિકમ-ડુંગળી મેરિનેટ કરવા. 5 મિનિટ સુધી ફ્રિજમાં રાખી પહેલા તવા પર અને પછી ગેસ પર શેકવા. ગરમા ગરમ તંદુરી મોમોઝ ડુંગળીના સલાડ અને ગ્રીન ચટણી સાથે માણો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો