તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ સેન્સ:શયનખંડની મસ્તીભરી શારીરિક હરકતો

મેધા પંડ્યા ભટ્ટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ-પત્ની બંને પોતાના શયનખંડમાં થોડી મસ્તી મજાક અને તોફાની પળોનો આનંદ માણી લે તો તન અને મન બંને થોડો સમય માટે હળવાફૂલ બની જાય છે

ઘરમાં શયનખંડ જ એવી જગ્યા છે, જ્યાં પતિ અને પત્ની પોતાનો સૌથી કિંમતી સમય પસાર કરી શકે છે. તેમની યાદગાર અને પ્રેમાળ ક્ષણોનો સંગ્રહ આ સ્થળે થતો હોય છે. અહીં થતી ખટપટો અને પ્રેમ, તો ક્યારેક છેડછાડ અને હરકતો બંનેને હંમેશાંં યાદ રહેતી હોય છે. શયનખંડમાં થતી દરેક ક્રિયામાં મોજ-મસ્તી અને શારીરિક હરકતોને ક્યારેય ભૂલી શકાતી નથી. જીવન હંમેશાંં સંઘર્ષ અને તકલીફોથી ભરેલું જ રહેતું હોય છે. તેવામાં જો પતિ-પત્ની બંને પોતાના શયનખંડમાં થોડી મસ્તી મજાક અને તોફાની પળોનો આનંદ માણી લે તો તન અને મન બંને થોડો સમય માટે હળવાફૂલ બની જાય છે. દરેક દંપતીએ જીવનમાં આવી પળોનો આનંદ માણવો જરૂરી છે. તેનાથી તેમની વચ્ચે એકબીજા પ્રત્યેનું ખેંચાણ જળવાઇ રહેશે. સાથે જ બંનેને એકબીજાની સાથે થોડો પોતાનો કહી શકાય તેવો મસ્તીભર્યો સમય પસાર કરવાની તક મળી જશે. ક્યારેક બેમાંથી કોઇ એકની ગેરહાજરી હોય તો પણ આવા સમયની યાદગીરી પ્રેમનો અનુભવ કરાવી જતી હોય છે. જગદીપ અને વીણાનાં લગ્નને સાત વર્ષ થયાં હતા. બંને નોકરી કરતાં હતાં. રાત્રે ડિનરના સમયે બંને સાથે મળીને વાતચીત કરતાં. તે સિવાય તેમના માટે એકબીજા માટે સમય કાઢવાનું બહુ મુશ્કેલ હતું. ધીમે ધીમે વીણાનાં કામનું ભારણ વધી જતાં તે રાત્રે મોડી ઘરે આવવા લાગી. જગદીપ તેની સ્થિતીને સમજી શકતો હતો. તે જોઇ રહ્યો હતો કે વીણા ખૂબ થાકી જાય છે અને સ્ટ્રેસ ફીલ કરે છે. રાત્રે જમ્યાં પછી વીણા બેડરૂમમાં આવે તો પણ પોતાનું લેપટોપ લઇને કામ કરતી. જગદીપને ઘણીવાર થતું કે તેની પત્ની તેને સમય નથી આપી રહી પણ બીજી તરફ તે જોઇ રહ્યો હતો કે તે ખરેખર કામમાં સતત વ્યસ્ત રહેતી હતી. વીણા પહેલાં આટલી સિરિયસ નહોતી. લગ્ન બાદ અને ઓફિસનાં કામને લઇને તે ખૂબ વ્યસ્ત થઇ ગઇ હતી. જગદીપે જેને કોલેજમાં પ્રેમ કર્યો હતો તે મસ્તીખોર વીણા ક્યાંક ખોવાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું હતું. રવિવારના દિવસે સવારે વીણા મોડે સુધી સૂતી રહી. જગદીપ તેની માટે ચા-નાસ્તો બનાવી રૂમમાં આવ્યો. વીણા સૂતી હતી ત્યાં પાસે જઇને તેણે તેને કપાળ પર કિસ કરી. વીણા ફરીને સૂઇ ગઇ તો જગદીપે તેને ગાલ પર કિસ કરી. વીણા ફરીને તેની તરફ સૂઇ ગઇ. જગદીપે તેને બીજા ગાલ પર પણ કિસ કરી. તો વીણાએ આંખો ખોલી. જગદીપે વીણાનાં કપાળે હળવું ચુંબન કર્યું અને જેવો તે તેના હોઠ પર ચુંબન કરવા જઇ રહ્યો હતો કે તરત જ વીણાએ તેને હળવા હાથે ધક્કો માર્યો. જગદીપ બેડ પરથી નીચે પડી ગયો. વીણા તે જોઇને હસવા લાગી તો જગદીપે તરત જ ઊભા થઇને તેની તરફ જવા ઊભો થયો કે વીણા તકિયો લઇને તેને મસ્તીથી મારવા લાગી. બીજી તરફ જગદીપે પણ બીજો તકિયો લઇને તેને મારવાનું શરૂ કર્યું. બંને એકબીજાની સાથે મસ્તીના મૂડમાં આવી ગયાં હતાં. વીણા પથારીમાંથી ઊભી થઇને ભાગવા લાગી અને જગદીપે તરત જ એને કમરેથી પકડીને પથારીમાં ધીમેથી ધકેલી. બંને એકબીજા સાથે સંપૂર્ણ મસ્તીના મૂડમાં હતા. વીણા ખૂબ મન મૂકીને હસી રહી હોય અને ખીલી રહી હોય તેવું લાગતું હતું. અંતે બંને થાકીને પથારીમાં પડ્યાં. વીણાએ જગદીપના ગાલ પર હળવું ચુંબન કર્યું અને તેની છાતી પર માથું મૂકી દીધું. જગદીપને વીણાનો પ્રેમાળ સ્પર્શ અનુભવાતા તેની તરફ ઝૂક્યો. બંને વચ્ચે એક લાંબા સમય બાદ પ્રેમક્રિડા થઇ. સંતોષપૂર્વકના જાતીય સંબંધનો તેમણે આનંદ માણ્યો. વીણાનાં મનમાં કામનું ભારણ હોવા છતાંય તે પોતાને ખૂબ ફ્રેશ ફીલ કરી રહી હતી. ફક્ત જાતીય સંબંધથી નહીં પણ તેના અને જગદીપ વચ્ચેના સંબંધ અને સંબંધમાં જળવાઇ રહેલ પ્રેમ અને મસ્તીથી તેને સંપૂર્ણ સંતોષનો અનુભવ થઇ રહ્યો હતો. જીવનમાં ફક્ત શારીરિક સંબંધ જ નહીં પણ મસ્તીભરી છેડછાડ પણ એકબીજાને ઘણા નજીક હોવાનો અનુભવ કરાવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...