પહેલું સુખ તે...:ફૂડ બનાવે મૂડ?

3 મહિનો પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

વ્યક્તિ જે આહારનું સેવન કરે છે એની અસર મગજની ગતિવિધિ પર પડે છે એનું મુખ્ય કારણ કે છે કે આપણું ચયાપચય તંત્ર એટલે કે ‘ગટ’ એ મગજ સાથે બહુ સારી રીતે જોડાયેલું છે. ‘ગટ’માં અબજો માઇક્રોબ્સ વસવાટ કરે છે જે ન્યૂરોટ્રાન્સમીટર્સના સંશ્લેષણમાં મહત્ત્વનો રોલ ભજવે છે. આ ન્યૂરોટ્રાન્સમીટર્સ શરીરને ખાસ કેમિકલ મેસેજ મોકલે છે જે સારી નીંદર, પેઇન, ભૂખ, મૂડ અને લાગણીઓ જેવી દેહધાર્મિક ક્રિયાઓ યોગ્ય રીતે થાય એ માટે બહુ જરૂરી છે. જો તમે ઇમોશનલ હેલ્થ અને વેલબીઇંગને જાળવી રાખવા માટે તત્પર હો તો ડાયટમાં કેટલાક મહત્ત્વના ફેરફાર જરૂરી બની જાય છે. કેટલાક સૂચનો છે જેના પર અમલ કરીને આની શરૂઆત કરી શકાય. મેન્ટલ હેલ્થને ફાયદો પહોંચાડતો આહાર પોષણસભર આહાર લેવા માટે નીચેની વસ્તુઓનું ખાસ સેવન કરવું જોઇએ. Â ઓમેગા-3 ફેટી એસિડ : અખરોટ, ચિયા અને ફ્લેક્સિ સીડ્સ, માછલી Â ફોલેટ : ચોખા, ફોર્ટિફાઇડ સિરિયલ્સ, અડદ, પાલક, એસ્પરેગસ, સ્પ્રાઉટ Â આયર્ન : પાલક, ડાર્ક ચોકલેટ, વ્હાઇટ બીન્સ, દાળ, ટોફુ Â મેગ્નેશિયમ : પાલક, કોળું, ચિયા સીડ્સ, સોયા મિલ્ક, અડદ, બદામ, કાજુ, સિંગદાણા Â ઝિંક : ચિકન, કોળાનાં બી Â વિટામિન બી : ચિકન બ્રેસ્ટ, માછલી, કાબુલી ચણા, બટાકા, કેળાં Â વિટામિન એ : ગાયનું દૂધ, ચીઝ, શક્કરિયાં, ગાજર Â વિટામિન સી : નારંગી, સ્ટ્રોબેરી, બ્રોકોલી, કેપ્સિકમ Â પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સનો ઉપયોગ પ્રીબાયોટિક્સ એવો આહાર છે જે ‘ગટ’માં રહેતા ફાયદાકારક બેક્ટેરિયાને પોષણ આપે છે જ્યારે પ્રોબાયોટિક્સ આવા બેક્ટેરિયાના સર્જનમાં મદદ કરે છે. પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સ ધરાવતા બેલેન્સ ડાયટથી ‘ગટ’માં એક સ્ટેબલ સ્થિતિનું નિર્માણ થાય છે જેના કારણે વ્યક્તિ સ્ટ્રેસ અને ડિપ્રેશનની પરિસ્થિતિમાં શરીર બહુ સારી રીતે પ્રતિભાવ આપે છે. પ્રીબાયોટિક-પ્રોબાયોટિક ધરાવતા ખાદ્યપદાર્થ Â ફર્મેન્ટેડ ફૂડ : યોગર્ટ, છાશ, કિમચી (ફર્મેન્ટેડ શાકભાજીની કોરિયન ડિશ), sauerkraut (કાચી ફર્મેન્ટેડ કોબીજમાંથી બનતી જર્મન વાનગી), tempeh (ફર્મેન્ટેડ સોયાબીનમાંથી બનતી ઇન્ડોનેશિયાની વાનગી), kombucha (ફર્મેન્ટેડ બ્લેક કે ગ્રીન ટી) Â એલિયમ : લસણ, ડુંગળી, લીક Â શાકભાજી : આર્ટિચોક (એક ભાજી) અને એસ્પરેગસ Â ફળ : સફરજન અને કેળાં Â ધાન્ય : જવ અને ઓટ Â વિવિધ શાકભાજી અને ફળનું સેવન ફળો અને શાકભાજીમાં એવાં ઘણાં પોષકતત્ત્વો છે જે મેન્ટલ હેલ્થને ટેકો આપે છે. આ પોષકતત્ત્વોમાં ફાઇબર, કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન બી, વિટામિન સી અને પોલિફિનોલ્સ જેવા પ્લાન્ટ કેમિકલ્સનો સમાવેશ થાય છે. માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે બેરીઝ, ખાટાં ફળો અને લીલાં પાનવાળાં શાકભાજીનું સેવન કરવું જોઇએ. Â હોલ ગ્રેઇનનો વપરાશ ચોખા, ઘઉં અને ઓટ જેવાં ધાન્ય પર પ્રોસેસિંગની બહુ અસર થતી નથી. આ કારણે એમાં રિફાઇન્ડ ધાન્ય કરતાં વધારે ફાઇબર અને પોષકતત્ત્વો હોય છે. હોલ ગ્રેઇનમાં જોવા મળતા ફાઇબરનું જ્યારે ‘ગટ’માં પાચન થાય છે ત્યારે એની હકારાત્મક અસર થાય છે જેના પરિણામે ગટ-બ્રેઇનના માધ્યમથી મેન્ટલ હેલ્થને ફાયદો થાય છે. મેન્ટલ હેલ્થને નુકસાન પહોંચાડતો આહાર આ આહાર છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. Â અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એસ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એટલે એવો આહાર જે ઇન્ડસ્ટ્રીઅલ પ્રોસેસિંગ ટેક્નિકમાંથી પસાર થયો હોય. આ પ્રકારના આહારમાં કેલરીનું, મીઠાંનું, વધારાની શુગરનું તેમજ અનસેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારના આહારમાં કેન્ડી, બેક્ડ વસ્તુઓ, શુગરવાળાં પીણાં તેમજ સોલ્ટી સ્નેકનો સમાવેશ થાય છે. Â ભોજનનો અયોગ્ય સમય આપણે આખા દિવસ દરમિયાન જે સમયાંતરે ભોજનનું સેવન કરીએ છીએ એનો મોટો પ્રભાવ આહારની પસંદગી, સરકાર્ડિયન રિધમ અને ‘ગટ’ની સ્વસ્થતા પર ઊંડી અસર પડે છે જેની સીધી અસર મેન્ટલ હેલ્થ પર થાય છે. ભલે, દરેક વખતે શક્ય ન હોય પણ બને ત્યાં સુધી નિયમ સમયે જ ભોજન લેવાની ટેવ પાડો. Â નીંદરની ઊણપ હેલ્ધી ડાયટ, નિયમિત ફિઝિકલ એક્ટિવિટી તેમજ આલ્કોહોલ અને તમાકુનું સેવન ન કરવા જેવી સારી આદતોની સાથે મેન્ટલ હેલ્થની જાળવણી માટે પૂરતી નીંદર લેવી જરૂરી છે. ઓછી નીંદર લેવાથી માનસિક હેલ્થ તો કથળે જ છે પણ સાથે સાથે ‘ગટ હેલ્થ’ અને ‌ફૂડ ચોઇસ પર પણ નકારાત્મક અસર પડે છે. વધારે પડતા કેફિનના સેવનથી પણ સ્લિપ પેટર્ન પર નકારાત્મક અસર પડે છે. આ સમસ્યા યુવાનોમાં ખાસ જોવા મળે છે. લાઇફસ્ટાઇલમાં બદલાવ સમય માગી લેતી પ્રક્રિયા છે અને એમાં રાતોરાત પરિવર્તન શક્ય નથી. પરિવર્તન એક પ્રક્રિયા છે અને આ કારણે ડાયટમાં રાતોરાત ફેરફાર કરવાને બદલે નાના-નાના પરિવર્તન સાથે શરૂઆત કરવી જોઇએ. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...