સાઇક્યિાટ્રિસ્ટને સૌથી કોમન રીતે પૂછવામાં આવતો પ્રશ્ન કે મેન્ટલ હેલ્થ માટે જરૂરી આહાર કયો છે? એનો સાદો અને સાચો જવાબ એ છે કે આહારની ચોઈસ અને લેવાની પેટર્ન બંને જરૂરી છે. મતલબ કે મૂડ અને ફૂડ એકબીજા સાથે ચોક્કસ રીતે સંલગ્ન તો છે જ કેમકે 95 ટકા સેરોટોનિન ‘ગટ’માંથી બને છે જેની સીધી અસર મૂડ ઉપર પડે છે. આમ પણ શસ્ત્રોમાં લખ્યું છે કે વ્યક્તિની પ્રકૃતિનો આધાર તેના ખોરાક ઉપર રહેલ છે. સૌ પ્રથમ નિયત સમયે ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે. અનિયમિત ખોરાક અનિયમિત સમયે લેવાથી શારીરિક અને માનસિક બંને સમસ્યાઓ થાય છે. આહાર હંમેશાં સંપૂર્ણ હોવો જોઈએ એટલે કે પ્રોટીન, કાર્બોદિત, ફેટ અને મિનરલ્સ બધાનું પ્રોપર માપ. ખાસ કરીને પ્રોટીન અને કાર્બોદીતયુક્ત આહાર બ્રેઈન માટે ખુબ જ જરૂરી છે. જે આહાર બિનજરૂરી ફેટ ધરાવે છે તેવો ચરબીયુક્ત આહાર શરીરમાં ઘણાં રોગ પેદા કરે છે. પ્રોટીન અને કાર્બોદિત બ્રેઈનના ફંકશન્સમાં વધારો કરી આપે છે જે મેન્ટલ સ્ટેબિલિટી માટે હેલ્પ કરે છે. જયારે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે ત્યારે સ્ટ્રેસ સામે લડવાની શરીરની શક્તિ ઘટે છે, ડિપ્રેશન સાથે બોડીની ઇમ્યુનિટી જોડાયેલ છે. સતત સ્ટ્રેસના લીધે લાંબા સમયની બીમારી આવે છે જે ડિપ્રેશન તરફ વ્યક્તિને દોરી જાય છે. ફાસ્ટ-ફૂડ લેવાથી પણ ઘણાં મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ આવે છે. ન્યુ જનરેશનમાં સ્ટ્રેસ રિલેટેડ સમસ્યાઓની વધતી સંખ્યા પાછળ અનિયમિત ફૂડ હેબિટ અને ફાસ્ટ ફૂડનું કનેક્શન છે જેના લીધે હતાશાનો અનુભવ, થાક લાગવું, અનિયમિત ઊંઘ, માઇગ્રેઇન અને નકારાત્મક વિચારો સમસ્યાઓ વધતી જાય છે. જેના પરિણામે વ્યક્તિની વિચારવાની ક્ષમતા ઉપર અસર પડે છે. આલ્કોહોલ, ટોબેકો, ડ્રગ્સ જે રીતે શરીર બગાડે છે તે જ રીતે ફાસ્ટ ફૂડ પણ ઘણી સમસ્યાઓનું મૂળ છે. ઘણાં બધા ફાસ્ટિંગ કરતા હોય છે તેમાં પણ મૂડ ઉપર ખરાબ અસર પડતી હોવાનું દેખાય છે. ગમતો ખોરાક લેવાથી વ્યક્તિની અંદર ડોપામાઈન પેદા થાય છે, અનિયમિત ફાસ્ટિંગ તમારા શરીરને આ આનંદથી દૂર લઇ જાય છે જે હતાશાનું કારણ બને છે. હેલ્ધી ડાયટ સાથે પ્રોપર એક્સરસાઈઝ બોડી અને માઈન્ડ બંનેને ફિટ રાખે છે. ગ્રીન ટી જેવાં એન્ટિઓક્સિડન્ટ્સ તમારા બ્રેઈન માટે બેસ્ટ ફ્યુઅલ પૂરું પડે છે. વર્લ્ડ ફૂડ સેફટી ડેની થીમ મુજબ ‘સેફર ફૂડ, બેટર હેલ્થ સ્લોગન’નો ઉપયોગ કરીયે અને ફૂડ દ્વારા મૂડને મેઈન્ટેઈન કરીયે. મૂડ મંત્ર : ગટ ફીલિંગને સારી રીતે સમજી લેવાય એ જ ફીલગુડ ફેક્ટર છે!! drspandanthaker@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.