તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેટિંગ ડાયરી:પહેલા પ્રેમની પતંગબાજી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમે ઉત્તરાયણનો તહેવાર સાથે ઊજવ્યો. એણે કોણ જાણે કેટલાય પતંગ ચગાવ્યા અને મેં એની ફિરકી પકડી...

- ડિમ્પલ

મારી ઉંમર હશે ત્યારે લગભગ અઢારેક વર્ષની. ફ્રેન્ડ્સને બોયફ્રેન્ડ હોવાની વાતો તો ઘણી સાંભળેલી. સૌ પોતપોતાના બોયફ્રેન્ડની વાતો કરતી, ત્યારે મને થતું કે, ‘મારે પણ આવો કોઇ બોયફ્રેન્ડ હોય તો…’ એક વાર અમારી સોસાયટીમાં એક ફેમિલી રહેવા આવ્યું. ફેમિલીમાં ભાઇ-બહેન અને તેમનાં મમ્મી-પપ્પા. એક દિવસ મને ખ્યાલ આવ્યો કે એ ફેમિલીમાં જે છોકરો હતો તે અવારનવાર મારી સામે તાકી રહેતો અને કોઇ ને કોઇ બહાને મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો. થોડા દિવસ પછી ઉત્તરાયણનો તહેવાર આવતો હતો. અમે બે-ત્રણ ઘરનાંએ સાથે મળીને ઊંધિયું અને જલેબીનો પ્રોગ્રામ બનાવ્યો. એ સમયે પેલા યુવાને કહ્યું કે માર્કેટમાંથી બધો સામાન પોતે લઇ આવશે, પણ મારે તેની સાથે મદદ માટે જવાનું રહેશે. મારાં મમ્મીએ સંમતિ આપી દીધી, ત્યારે એના ચહેરા પર જે સ્મિત રમવા લાગ્યું તે આજેય મને યાદ છે. અમે ખરીદી કરીને ઘર તરફ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં એક રેસ્ટોરાં પાસે એણે બાઇક ઊભી રાખી. મને નવાઇ લાગી. મેં એને પૂછ્યું, ‘અહીં કેમ ઊભી રાખી? ઘરે જવામાં મોડું થશે’ ત્યારે એણે કહ્યું, ‘આ કાફેમાં કોફી ખૂબ સરસ મળે છે અને એટલી કંપની તો તમે મને આપી જ શકો.’ મેં નીચું જોઇ મૂક સંમતિ આપી.

રેસ્ટોરાંમાં જઇને અમે બેઠાં. એણે બે કોફીનો ઓર્ડર આપ્યો. કોફીના ગ્લાસ આવ્યા અને વેઇટર તે ટેબલ પર ગોઠવીને ગયો, ત્યારે અનાયાસ જ એ યુવાને મારી કોફીના ગ્લાસમાંથી એક સિપ લીધો અને બોલ્યો, ‘મેં તમારા ગ્લાસમાંથી કોફીનો સિપ લીધો છે. આઇ હોપ યુ ડોન્ટ માઇન્ડ અને તમે જો એ જ કોફી પીશો તો…’. મેં કહ્યું, ‘હા, તમારી ફીલિંગ્સને હું જાણું છું. તમને કેટલીય વખત મને જોઇ રહેતા મેં જોયા છે અને તમને ના કહેનારી યુવતી કોઇ બુદ્ધુ જ હશે’ કહી મેં સ્માઇલ આપ્યું અને એના ચહેરા પર એ જ સ્માઇલ છવાઇ ગયું.

એ પછી અમે ઉત્તરાયણનો તહેવાર અને ઊંધિયા-જલેબીની પાર્ટી સાથે માણી, એણે કોણ જાણે કેટલાય પતંગ ચગાવ્યા અને મેં એની ફિરકી પકડી. આજે તો આ વાતને લગભગ દસેક વર્ષ વીતી ગયાં છે અને છતાં દરેક ઉત્તરાયણ પર એ પતંગ ચગાવે અને હું એની ફિરકી પકડું. એ જ્યારે પતંગ ચગાવતો હોય, ત્યારે મારા મનમાં હજી પણ પેલું વર્ષો જૂનું ગીત ગૂંજી ઊઠે છે, ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે…’ અમે આજેય પતંગ અને દોરાની માફક એકબીજાં સાથે જ બંધાયેલાં છીએ લગ્નગ્રંથિથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser