તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ સેન્સ:પહેલા પહેલા પ્યાર હૈ, પહેલી પહેલી બાર હૈ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પહેલીવાર જ્યારે પ્રેમ થાય ત્યારે ગભરામણ થતી હોય છે. તે જ રીતે જ્યારે પુરુષ અને સ્ત્રી જ્યારે પહેલીવાર સમાગમ કરે છે ત્યારે ઉત્સુકતા હોય છે અને સાથે સાથે તેટલી જ ગભરામણ પણ હોય છે. પહેલીવાર ફિઝિકલ થતી વખતે ફક્ત પુરુષો જ નહીં પણ સ્ત્રીઓ પણ નર્વસ હોય છે. જેના કારણે તેઓ હંમેશાં કંઇક ને કંઇક ઇચ્છા ન હોવા છતાંય ભૂલ કરી બેસે છે. તેથી પુરુષોને પહેલીવાર ફિઝિકલ રિલેશનશિપ વખતે કોઇ તકલીફ ન થાય અને પાર્ટનર તમારાથી ઇમોશનલી હર્ટ ન થાય તેની માટે થોડી વાતોની જાણકારી જરૂરી છે. Â સમાગમમાં સહમતી જરૂરી પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે તેની સહમતી વિના ક્યારેય સંબંધ બાંધવો જોઇએ નહીં. બંનેએ મળીને તેના માટે પ્લાનિંગ કરવું જોઇએ. પહેલીવાર જ્યારે સંબંધ બાંધવાના હો ત્યારે એકબીજાની વર્જિનિટીને લઇને કોઇ ચર્ચા ક્યારેય કરવી નહીં. ફિઝિકલ થવા માટે બંને પાસે પૂરતો સમય હોવો જરૂરી છે. જો તમે ઉતાવળમાં દરેક પ્લાનિંગ કે કાર્ય કરવાનું રાખશો તો તમે તે સમયનો આનંદ માણી શકશો નહીં. જો તમે પહેલીવાર તમારા પાર્ટનર સાથે ફિઝિકલ થવાનું વિચારી રહ્યા હો તો તેના માટે સુંદર સ્થળ પર પસંદગી ઉતારવી જોઇએ. Â સેક્સ્યુઅલ હાઇજીનનું ધ્યાન રાખો પહેલીવાર સંબંધ બાંધતી વખતે સેક્સ્યુઅલ હાઇજીનનું ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી તમે બંને સમાગમનો આનંદ માણી શકશો. પુરુષો દ્વારા ફક્ત પ્રોટેક્શનનો ઉપયોગ કરવો જ સેકસ્યુઅલ હાઇજીન માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે તેવું નથી. તે સિવાય પણ અનેક બાબતો છે, જે તમે જાણીતા સેક્સોલોજીસ્ટને કન્સલ્ટ કરીને જાણી શકો છો. સેફ સેક્સનો આનંદ માણવા માટે તે જરૂરી છે. Â હેલ્ધી સેક્સ માટે જરૂરી બાબતો હેલ્ધી સેક્સ માટે કેટલીક વસ્તુઓનું સાથે હોવું જરૂરી છે. તેથી પ્રોટેક્શન માટે કોન્ડોમ, લ્યૂબ્રિકેન્ટ્સ ઓઇલને બેગમાં રાખવું આવશ્યક છે. ઇન્ટિમેટ થાઓ તે પહેલાં તે સમયનો પહેરવેશ પણ તમારો મૂડ ન બગાડે તેનું ધ્યાન રાખવું. Â બળજબરી ન કરવી પહેલીવાર જ્યારે સમાગમનો પ્રયત્ન કરો ત્યારે દરેક બાબતો સંપૂર્ણ થાય તે જરૂરી નથી. જો તમારી પાર્ટનર કોઇ બાબત માટે ના પાડે તો તેની સાથે પરાણે કોઇ ક્રિયા કરવી યોગ્ય નથી. પ્રેમ હોય ત્યાં બળજબરી ન કરવી. તમારી પાર્ટનરને દુખાવો કે લોહી નીકળ્યાની તકલીફ થાય તો પ્રેમથી તેને સાચવી લેવી. જે સંબંધમાં સૌથી વધારે જરૂરી છે. જો પહેલીવારમાં ફિઝિકલ ન થઇ શકો તો તે વાતને લઇને ઝઘડો કરવો કે નારાજગી વ્યક્ત ન કરવી. બીજી વખત તેનાથી વધારે સારી રીતે પ્લાનિંગ કરીને પ્રયત્ન કરવો. Â ઉતાવળમાં થાય ગડબડ જો તમે પહેલીવાર સંબંધ બાંધવા જઇ રહ્યા હો તો ઉતાવળ કરવાનું ટાળવું જોઇએ. તમારો પોતાની જાત પર કંન્ટ્રોલ હોવો ખૂબ જરૂરી છે. તેથી પહેલાં પાર્ટનર સાથે પ્રેમથી વાતચીત કરો, મજાક-મસ્તી કરતાં કરતાં ધીમે ધીમે શારીરિક ક્રિયા તરફ આગળ વધો. પુરુષોએ સંબંધ બાંધતા પહેલા આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. Â સાથે રહેવું જરૂરી જ્યારે પુરુષો પહેલીવાર સમાગમ કરે છે ત્યારે મોટાભાગના વીર્ય સ્ખલન બાદ પોતાને પાર્ટનરથી દૂર કરી લે છે. આ ભૂલ ક્યારેય ન કરવી. તેની સાથે સમાગમ બાદ તેને બાહોપાશમાં રાખીને વાતચીત કરી શકો છો, તેને કોઇ તકલીફ નથી પડી તે પૂછી શકો છો. તેનાં શરીરનાં અને ક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલ તેની લાગણીના વખાણ કરી શકો છો. તેનાથી તમારી પાર્ટનરને તમારી લાગણીનો અહેસાસ થશે. મોટાભાગના પુરુષો ફટાફટ કપડાં પહેરી લે છે અથવા તો પડખું ફેરવીને સૂઇ જાય છે. આ સંકેતો તમે ફક્ત તમારી પાર્ટનર સાથે ફિઝિકલ થવા માટે જ રસ ધરાવો છો, તેવું સૂચવે છે. તેથી ક્યારેય આવી ભૂલ કરવી નહીં.

અન્ય સમાચારો પણ છે...