તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમનોલોજી:નવું આર્થિક વર્ષ ઈચ્છાનું ઇન્વેસ્ટમેન્ટ અને સુખના સરવાળા

5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાંસિયામાં મૂકેલી જિંદગીની પ્રત્યેક પળ અને દિવસને અંતે ભેગો થયેલો પસ્તાવો અનિંદ્રા, કાયમી એસિડિટી કે માથાના દુખાવા સાથે બહાર નીકળશે તો ચાલશે?

- મેઘા જોશી

નવું નાણાકીય વર્ષ ચાલુ થયું છે એટલે આપણે પહેલા જ મહિનાથી થોડી બચતની વાત કરી દઈએ. જેથી આ વર્ષનું સરવૈયું થાય ત્યારે આપણા હાથમાં ઈચ્છા મુજબની મૂડી રહે. તમે દસ હજારના મ્યુચ્યુઅલ ફંડ લો તો તમને પાંચેક વર્ષે તેનો કેટલો ફાયદો થાય તે અંદાજિત આંકડો તમને કોઈ પણ ઈન્વેસ્ટમેન્ટ એજન્ટ આપશે. તમને હોમ લોનને કારણે થતા ટેક્સ બેનિફિટ પણ મોઢે હશે. પરંતુ જો શેર બજારના આંકડા ,એફડીના વ્યાજ સુખનું ઉદ્્ગમસ્થાન હોત તો બીજું જોઈએ શું ? કોઈ પણ ત્રિરાશી માંડવાથી સુખ અને સંતોષના ઉત્તર મળતા નથી, તમે જીવનમાં ક્યાં સમીકરણનો અમલ કર્યો છે એના પર તમારા સુખના અનુભવની ગણતરી થાય છે. વેલ, આપણે આ જટિલ દેખાતી વાતને થોડી સરળ કરી દઈએ.

આપણે બહુ નાની નાની બાબતમાં સુખને મહેતલ આપીએ છીએ. ખાસ કરીને સ્ત્રીને આ આદત વધુ હોય છે. સંતાન મોટા થાય એટલે પછી મને નિરાંત, એમના લગ્ન થઇ જાય એટલે હું પરવારી જઈશ...એથી પણ ઝીણું જોવું હોય તો રોજિંદા દિવસમાં પણ મોટાભાગની સ્ત્રીને નિરાંત માટેના ટાઈમ ટેબલ ફિક્સ હોય છે. અલબત્ત ટાઈમ મેનેજમેન્ટ કે આર્થિક મેનેજમેન્ટ હોવું જોઈએ તે અલગ વિષય છે . ચાલીસ મિનિટ પછી કરોડરજ્જુને સીધી કરવી, બેઠા હોય તો ઉભા થવું કે ઉભા હોય તો આરામ મળે તેમ બેસવું એ સાવ નાની બાબત છે. આવતા રવિવારે ભાવતું ભોજન લેવું કે આજે ઈચ્છા થઇ છે તો એ માટે પ્રયત્ન કરવો એ તમારા હાથમાં છે. ઈચ્છાનું ધિરાણ કરવા માટે લાંબા ગાળાનો સમયગાળો પસંદ કરવાની જરૂર નથી. જેમકે કોઈ ખાસ પોશાક પહેરવો છે કે કોઈ પુસ્તક વાંચવું છે અથવા તો મિત્ર સાથે વાત કરવી છે જેવી સુક્ષ્મ ઈચ્છાઓને પણ આપણે ક્યારેક અઠવાડિયાંં કે મહિનાની મહેતલ આપીએ છીએ. જે અત્યારે અને આજે શક્ય છે એ નિરાંતે પૂરી કરો તો બે પાંચ વર્ષને અંતે ભેગી થઇ જતી ઈચ્છાની ફાઈલનો ઢગલો ઓછો થાય. જો તમે બાળકોનાં મોટા થઇ જવાની, બોર્ડની પરીક્ષા પૂરી થવાની, એમનાં સગપણ કરવાની પછી એમના ઘરે બાળક થવાની રાહ જોઈ હોય તો એ વીસથી પચીસ વર્ષનો સમય વીતી જાય છે અને એ પછી પેલી અધૂરી ઈચ્છાઓનું ફોર્મેટ બદલી નાખે છે. હાંસિયામાં મૂકેલી જિંદગીની પ્રત્યેક પળ અને દિવસને અંતે ભેગા થયેલા પસ્તાવા મેટાબોલિઝમના ફેરફાર, બોલ્ડ પ્રેશર કે બ્લડ શુગરના ઉતાર ચઢાવ, અનિંદ્રા, કાયમી એસિડિટી કે માથાના દુખાવા સાથે બહાર નીકળશે તો ચાલશે? એકહાર્ટ ટોલેના પુસ્તક ‘પાવર ઓફ નાઉ’નો તેત્રીસ ભાષામાં અનુવાદ થયો છે. એકહાર્ટ ટોલેએ આ પુસ્તકમાં સરળ અને સ્પષ્ટ રીતે સમજણ આપી લખ્યું છે. સમયના બે નામ આપ્યા છે : ઘડિયાળનો સમય અને માનસિક સમય. આપણે પણ ઘડિયાળનો સમય અને માનસિક સમય વચ્ચેનો ભેદ જણાવો જરૂરી છે. માનસિક સમય કાં તમને ભૂતકાળમાં લઈ જાય છે કાં ભવિષ્યમાં ખેંચી જાય છે. સુખના અનુભવનું પણ એવું જ છે. આજે અને અત્યારે જે સુખ આપે તેવી ઘટના છે તે દેખાતી નથી અથવા આપણે તેને વટાવતા નથી. આજે અને અત્યારે શાંતિ જોઈએ છે કે એને તારીખ પે તારીખ આપવી છે? meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો