તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરેન્ટિંગ:બાળકનાં આગમન સાથે જ શરૂ કરી દો નાણાકીય આયોજન

મમતા મહેતા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકનાં સુરક્ષિત ભવિષ્ય માટે બચત જેટલી જરૂરી છે એટલો જ મહત્ત્વનો મુદ્દો ખોટા ખર્ચ પર કંટ્રોલ કરવાનો છે

જો તમારા ઘરમાં હાલમાં બાળકનો જન્મ થયો હોય તો બાળઉછેરનાં આયોજનની સાથે સાથે બાળકનાં મજબૂત ભવિષ્ય માટે નાણાકીય આયોજન પણ ચાલુ કરી દેવું જોઇએ. બાળક માટે યોગ્ય નાણાકીય પ્લાનિંગની જવાબદારી માત્ર માતા કે પિતાની નહીં પણ આ એક સંયુક્ત જવાબદારી છે અને માતા-પિતાએ સાથે મળીને એને સુપેરે નિભાવવાની છે. બજેટનું આયોજન મોટાભાગનાં પેરેન્ટ્સ વિચારે છે કે નવજાત બાળકનાં આગમન સાથે જ ખોટી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એ તો ઘરનાં બજેટમાં સમાઇ જશે. બાળક જેમ જેમ મોટું થશે તેમ તેમ આયોજનની જરૂર પડશે. જોકે, આ વિચારસરણી યોગ્ય નથી. ઘરમાં બાળકનું આગમન થાય એની સાથે જ ઘરનાં બજેટમાં ફેરફાર કરવા માટે એના ઉછેરની વ્યવસ્થાની તૈયારી રાખવી જરૂરી છે. જો આવું નહીં કરો તો લાંબા ગાળે આર્થિક સ્થિતિનું મેનેજમેન્ટ કરવાનું અને ઘરનાં બજેટમાં મોટાપાયે ફેરફાર કરવાનું તમારા માટે મુશ્કેલ બની જશે. ઇમરજન્સી ફંડની વ્યવસ્થા ઘરમાં હંમેશાંં ઇમરજન્સી ફંડની વ્યવસ્થા રાખવી જોઇએ. ઘરમાં બાળકનું આગમન થાય પછી આ ઇમરજન્સી ફંડ ડબલ કરી દેવું જોઇએ. આ ઉપાય અજમાવાથી રિસ્કથી બચવાની સંભાવના પણ બમણી થઇ જશે. આનાથી તમે બાળકનું ભવિષ્ય વધારે મજબૂત બનાવી શકશો. બાળકનું પ્લાનિંગ કરતી વખતે આર્થિક જરૂરિયાત વધવાની જ છે એ મુદ્દો ચોક્કસ ધ્યાન રાખો. નિયમિત બચત જરૂરી બાળકના દુનિયામાં આગમન પછી થોડું રોકાણ એવી જગ્યા પર કરો જે ભવિષ્યમાં સારું વળતર આપે. તમે દર મહિને ભલે નાની રકમનું રોકાણ કરો પણ આ રોકાણ નિયમિત હોવું જોઇએ. એટલું ધ્યાન રાખો કે લાંબા સમય પછી જ્યારે કુલ રકમ મળે ત્યારે એ બચત કરેલી રકમ કરતા વધારે હોય. આ રકમ બાળકનાં ઉચ્ચ શિક્ષણમાં મદદ કરશે. બચત યોજનાની પસંદગી કરવા માટે નાણાકીય એક્સપર્ટની મદદ લઇ શકાય. ઇન્શ્યોરન્સ પોલિસી મહત્ત્વની યાદ રાખો કે ખરાબ સમયમાં ઇન્શ્યોરન્સ પોલિસી બહુ કામ લાગે છે. જોકે ન કરે નારાયણને તમને કંઇ થાય તો પરિવારને સધિયારો મળી રહે. ઘરમાં બાળકનું આગમન થાય ત્યારે પરિવારમાં બધાની ઇન્શ્યોરન્સ પોલિસી લેવાની કાળજી લો. આનાથી બાળકનું ભવિષ્ય સુરક્ષિત બની જશે. ખર્ચ પર કંટ્રોલ બાળકનાં સુરક્ષિત ભવિષ્ય માટે બચત જેટલી જરૂરી છે એટલો જ મહત્ત્વનો મુદ્દો ખર્ચ પર કંટ્રોલ કરવાનો છે. ઘણીવાર માતા-પિતા ઉત્સાહમાં આવીને બાળકનાં કપડાં માટે ખોટો ખર્ચ કરી નાખે છે પણ આ કપડાં બહુ થોડા દિવસ પહેરાવી શકાય છે કારણ કે બાળકને કપડાં બહુ જલદી ટૂંકા પડી જાય છે. બચતની આદતને સુટેવ પણ બનાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...