એક્સેસરીઝ:સ્માર્ટ યુવતીઓના સાથીદાર સ્નીકર્સ

એક મહિનો પહેલાલેખક: આસ્થા અંતાણી
  • કૉપી લિંક
  • મેરેજ શોપિંગમાં દુલ્હન સ્નીકર્સ ખરીદી રહી છે. વેડિંગ ફંક્શનમાં હેવી સેન્ડલ પહેરવાને બદલે તે સ્નીકર્સ પહેરી રહી છે

સ્નીકર્સ એટલે કમ્ફર્ટ અને ફેશનનું કોમ્બિનેશન. તે તમારી ફેશનને પર્ફેક્ટ બનાવે જ છે પણ સાથે સાથે આરામનો અહેસાસ પણ કરાવે છે. જો તમે સ્માર્ટ લુક માટે સ્નીકર્સ પહેરવા ઇચ્છતા હો તો કેટલાક નિયમોનું પાલન કરવાથી ફાયદો થાય છે. જો તમે સ્માર્ટ લુક માટે સ્નીકર્સ પહેરવાનો વિકલ્પ પસંદ કર્યો હોય તો એને ક્યારેય નિયમિત રીતે રોજ ન પહેરો. એને અઠવાડિયામાં મહત્તમ ત્રણ વખત જ પહેરો.

 કલરફુલ સ્નીકર્સ હંમેશાં સ્ટાઇલિશ લુક માટે તમારી પાસે ઓછામાં ઓછા ત્રણ રંગના સ્નીકર્સ હોવા જોઇએ. તમારા કલેક્શનમાં સફેદ, કાળા અને એક વાઇબ્રન્ટ કલરના સ્નીકર્સ હોવા જોઇએ. ડ્રેસના રંગ પ્રમાણે આ સ્નીકર્સની પસંદગી કરવી જોઇએ. કાળા રંગના સ્નીકર્સ તો દરેક ડ્રેસ સાથે મેચ થઇ જાય છે અને ગંદા નથી દેખાતા.

 જિન્સ સાથે કોમ્બિનેશન જો તમે સ્નીકર્સને જિન્સ સાથે પહેરવા ઇચ્છતા હો તો બેગી જિન્સ અને સ્નીકર્સનું કોમ્બિનેશન પર્ફેક્ટ લાગે છે. આવા જિન્સને પહેરતી વખતે નીચેથી થોડું વાળી લેવામાં આવે છે. આના કારણે સ્નીકર્સનો અનોખો લુક સામે આવે છે.

 દુલ્હનની પસંદ લગ્નની સીઝનમાં આ વખતે દુલ્હનની શોપિંગમાં ઘણી વસ્તુઓમાં ચેન્જ દેખાયો. મેરેજ શોપિંગમાં દુલ્હન સ્નીકર્સ ખરીદી રહી છે. વેડિંગ ફંક્શનમાં હેવી સેન્ડલ પહેરવાને બદલે તે સ્નીકર્સ પહેરી રહી છે. માર્કેટમાં પણ ગોલ્ડન, સિલ્વર અને પિંક કલર્સમાં સ્નીકર્સ વેચાઈ રહ્યા છે.

ઇન્ડિયન વેર સાથે સ્નીકર્સ સ્નીકર્સનો ક્રેઝ એટલો વધી ગયો છે કે, હવે ઇન્ડિયન વેર સાથે પણ સ્નીકર્સનું કોમ્બિનેશન જોવા મળે છે. સ્નીકર્સ પહેરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે કમ્ફર્ટેબલ રહો છો. હીલ્સને બદલે આમાં પગ સુરક્ષિત રહે છે.

અન્ય સમાચારો પણ છે...