તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્સ સેન્સ:બેકાબૂ બની જશે લાગણી, વધી જશે નિકટતા

6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શરીરનું આકર્ષણ જાળવી રાખવા અને લાગણીને જીવંત રાખવા એકબીજા સાથે મસ્તીભર્યા પ્રેમાળ અડપલાં એટલે કે શારીરિક છેડછાડ જરૂરી હોય છે

- મેધા પંડ્યા ભટ્ટ

અડપલાં કરવાં એટલે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિની શારીરિક છેડછાડ એવું માનવામાં આવે છે. મોટાભાગે શારીરિક છેડછાડ શબ્દને આપણે ખોટી રીતે જ સાંભળ્યો અને સમજ્યો છે. જોકે એક ગાઢ રીતે બંધાયેલા સંબંધમાં અડપલાં કરવાની મીઠી છૂટ મળતી જ હોય છે. સંબંધમાં થોડી ઘણી શારીરિક છેડછાડ અને મસ્તી જરૂરી છે. તેમાં પણ ખાસ રીતે જોવા જઇએ તો પતિ- પત્ની વચ્ચે કે પ્રેમી – પ્રેમિકા વચ્ચે એકબીજાની સાથે થતાં અડપલાં તેમની વચ્ચેના સંબંધને જીવંત રાખે છે. પ્રિય પાત્ર સાથે થનારા આ અડપલાંં તમને ફક્ત શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ એકબીજાની નજીક લાવે છે. શારીરિક અડપલાં કરવાની રીત પણ તમને એકબીજા માટે કેટલું શારીરિક આકર્ષણ રહેલું છે તે સ્પષ્ટ દર્શાવે છે.

રોઝી અને થોમસના લગ્નને દસ વર્ષ થયા હતા. તેમને એક સાત વર્ષનો દીકરો પણ હતો. દીકરો તેમની સાથે જ બેડરૂમમાં સૂતો હોવાથી ઘણા સમયથી પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ બંધાય તેવી શક્યતાઓ ઓછી બની રહી હતી. રોઝી નોકરી અને ઘરનાં કામ કરીને ખૂબ થાકી જતી હોવાથી તેની શારીરિક સુખને માણવાની ઇચ્છા જ નહિવત્ જેવી થઇ જતી. બીજી તરફ થોમસ ખૂબ પ્રેમાળ અને સમજુ પતિ હોવાથી તે રોઝીને ક્યારેય કોઇ બાબત માટે ફોર્સ કરતો નહીં. થોમસને લાગતું કે રોઝીને ખુશ રાખવી તેની ફરજ છે. સાથે જ રોઝી પ્રત્યેના તેના પ્રેમ અને આકર્ષણને પણ રોઝી જાણે તેવી તેની ઇચ્છા હતી.

થોમસે તેના અને રોઝીના સંબંધને ફરીથી જીવંત બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. રોઝી સાંજે ઓફિસેથી ઘરે આવી અને ફ્રેશ થવા બાથરૂમમાં ગઇ. થોમસે પહેલેથી જ ટુવાલ ત્યાંથી હટાવી દીધો હતો. રોઝીએ થોમસને ટુવાલ આપવા કહ્યું. દીકરો આગળના રૂમમાં ટીવી જોઇ રહ્યો હતો. થોમસે તેને ટુવાલ આપતી વખતે થોડીવાર તેનો હાથ પકડી રાખ્યો. રોઝી તેને ધક્કો મારી બારણું બંધ કરીને મનમાં મલકાવા લાગી. તે ફ્રેશ થઇને રસોડામાં આવી તો થોમસે તેને શું બનાવે છે તેમ કહીને કમરમાં આંગળી અડાડી તો રોઝી ઝબકી ગઇ. હવે રોઝી પણ મસ્તીના મૂડમાં આવી ગઇ અને તેણે પણ સામે થોમસને કાનથી લઇને ગળા સુધીના ભાગમાં હળવે હાથે આંગળીનો સ્પર્શ કર્યો. થોમસને એકદમ રોમાંચક અનુભવ થયો અને તે ફરીથી રોઝીને હળવી થપાટ મારીને જાણે દોડી જતો હોય તેમ દીકરા પાસે આવીને બેસી ગયો. રોઝીએ રસોડામાંથી તેની તરફ જોઇને આંખોમાં હળવો મીઠો ગુસ્સો દર્શાવીને જીભ કાઢવાની ક્રિયા દર્શાવી.

જમતી વખતે પણ ડાઇનિંગ ટેબલ પર થોમસ રોઝીના પગને હળવેથી દબાવવા લાગ્યો. રોઝી પોતાના હાથ વડે તેને દૂર કરીને હસવા લાગી. રાત્રે સૂતી વખતે બંનેની વચ્ચે દીકરો સૂતો હતો પણ થોમસ તો રોઝીના શરીર સાથે થોડી થોડી વારે અડપલાં કરતો રહેતો. આવું લગભગ રોજ બનવા લાગ્યું. હવે રોઝી ઘરે આવ્યા પછી પણ ખુશ રહેતી અને થોમસ તરફથી આજે કેવા નવીન પ્રકારનાં અડપલાંનો સામનો કરવાનો છે તે વિચારીને મનમાં રોમાંચનો અનુભવ કરતી. લગભગ ચાર-પાંચ દિવસના અંતે એક રાત્રે થોમસે તે સૂતી હતી ત્યારે તેની તરફ આવીને તેને હોઠ પર કિસ કરી. રોઝી ઊંઘમાંથી જાગી ગઇ. સામે તેણે પણ થોમસને ગાઢ ચુંબન કર્યું. બંને બહારના રૂમમાં જઇને એકબીજામાં ઓતપ્રોત થઇ ગયા અને એકબીજાને ભરપૂર પ્રેમ કર્યો. શરીરનું આકર્ષણ જાળવી રાખવા અને એકબીજા પ્રત્યે તે લાગણીને જીવંત રાખવા થોડા ઘણાં સમયે એકબીજા સાથે મસ્તીભર્યા પ્રેમાળ અડપલાં એટલે કે શારીરિક છેડછાડ કરવી જરૂરી બની જતી હોય છે. પ્રિયપાત્ર સાથે હળવી મસ્તી સાથે અડપલાં કરવામાં કોઇ છોછ નથી. આવું કરવાથી જે વાત તમે જે બોલીને નથી કહી શકતા કે જણાવી નથી શકતા તે તમારા કરેલાં અડપલાં સ્પષ્ટ દર્શાવી દે છે. એકબીજા પ્રત્યે વધતું શારીરિક આકર્ષણ દર્શાવવાની સીધી અને સરળ રીત એટલે એકબીજાને કરવામાં આવતા અડપલાં....

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો