તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસથાળ:સ્વાદના શોખીનોના ફેવરિટ રિસોટો

5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘરમાં જો સ્વાદના રસિયાઓ હોય તો હંમેશા કંઈક અલગ ખાવાની ડિમાન્ડ થતી રહેતી હોય છે. જો કે તમારે પંજાબી, ચાઈનીઝ કે બંગાળી વાનગી સિવાય કંઇક અલગ બનાવવું હોય તો રિસોટો એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે

- બિંદિયા ભોજક

મશરૂમ રિસોટો રિસોટો એ ચોખા વડે બનતી ઇટાલિયન રાઈસ ડિશ છે. એ લસણ, મરી અને ચીઝ નાખી બનાવવામાં આવે છે. અહીં એ કૃષ્ણ કમોદ ચોખા વડે બનાવી છે કારણ કે એનો દાણો નાનો હોય છે. ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બની જાય એવી આ વાનગી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય છે. સામગ્રી : કૃષ્ણ કમોદ ચોખા-1 કપ, સમારેલા મશરૂમ-અડધો કપ, સમારેલી ડુંગળી-અડધો કપ,વટાણા-1 કપ, ઓલિવ ઓઈલ-2 ચમચી, બટર-1 ચમચી, લસણ પેસ્ટ-અડધી ચમચી, મરી પાઉડર-અડધી ચમચી, ફ્રેશ ક્રીમ/તાજી મલાઈ-2 ચમચી, વેજિટેબલ સ્ટોક ક્યૂબ-2 નંગ, પાણી-2 કપ, છીણેલું ચીઝ-1 કપ, સમારેલી કોથમીર- જરૂર મુજબ રીત : સૌપ્રથમ ચોખા 1 કલાક પાણીમાં પલાળી રાખો. બાકીની સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં બટર અને તેલ ગરમ થાય એટલે લસણની પેસ્ટ સાંતળી લો. હવે 2થી 3 મિનિટ સુધી મશરૂમને સાંતળો. ત્યારબાદ ડુંગળી ઉમેરી ફરીથી સાંતળો. હવે ચોખા, વટાણા તથા વેજિટેબલ સ્ટોક ક્યૂબને 2 કપ પાણીમાં ઓગાળીને ઉમેરો. આ મિશ્રણમાં હવે ચોખા ઉમેરી ઢાંકીને ચડવા દો. હવે ગેસ બંધ કરી મલાઈ, ચીઝ અને મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે મશરૂમ રિસોટો. મશરૂમના શોખીનોને આ ખાસ વાનગી બહુ પસંદ પડશે. આ વાનગી સ્વાદમાં તો સારી લાગે જ છે પણ એને બનાવવામાં બહુ સમય પણ નથી લાગતો.

રિસોટો બોલ્સ પમ્પ્કિન સોસ સામગ્રી : રાંધેલો ભાત- 1 મોટો ચમચો, ટામેટા-2 નંગ, લાલ મરચું પાઉડર-1 ચમચી, હળદર-પા ચમચી, બટર-2 ચમચી, ચીઝ-1 કયૂબ, મીઠું-સ્વાદ મુજબ, શેકેલું જીરું- 1ચમચી, શેકેલા પાપડનો ભૂકો-2 નંગ, મેંદો-2 ચમચી, બ્રેડ ક્રમ્બ્સ-1 કપ પમ્પકિન સોસ માટે : કોળું-1 વાટકી, લીંબુનો રસ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ખાંડ-2 ચમચી, લાલ મરચું-અડધી ચમચી રીત : એક પેનમાં બટર ગરમ કરી તેમાં જીરું, હિંગ, ટામેટા ઉમેરી સાંતળવા. ભાત ઉમેરી લાલ મરચું પાઉડર, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી યોગ્ય સાંતળવું. થોડી વાર બાદ મિશ્રણ ઠંડું થાય એટલે વચ્ચે ચીઝનો ટુકડો મૂકી ગોળા વાળવા. મેંદાને અડધો કપ પાણીમાં ઉમેરી મિક્સ કરો. બનાવેલાં ગોળા પહેલાં મેંદાના મિશ્રણમાં અને ત્યારબાદ બ્રેડ ક્રમ્બ્સમાં ડીપ કરી મધ્યમ તાપમાન પર તેલમાં તળી લો. પમ્પ્કિન સોસ બનાવવા માટે અડધી ચમચી તેલમાં સમારેલ કોળું, ખાંડ, મીઠું, લાલ મરચું તથા લીંબુનો રસ ઉમેરી સતત હલાવી પેસ્ટ જેવું થવા દેવું. આ સ્વાદિષ્ટ સોસ રિસોટો સાથે બહુ જ મજેદાર લાગે છે.

ચીઝ બેલપેપર રિસોટો સામગ્રી : વ્હાઇટ ચીઝ સોસ માટે : દૂધ-1 કપ, કોર્ન ફ્લોર-1 કપ, છીણેલું ચીઝ-1 કપ,પાણી-અડધો કપ, ઓરેગાનો-1 ચમચી, મરી પાઉડર-અડધી ચમચી, મીઠું- સ્વાદ મુજબ રિસોટો માટે : સમારેલા યેલો, રેડ, ગ્રીન કેપ્સિકમ-1 કપ, બારીક સમારેલી ડુંગળી-અડધો કપ, વ્હાઇટ ચીઝ સોસ-5 ચમચી, રાંધેલા ભાત-1 કપ, બેસિલનાં પત્તાં-1 ચમચી, ઓરેગાનો-પા ચમચી, મરી પાઉડર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ઓલિવ ઓઈલ-2 ચમચી રીત : વ્હાઇટ ચીઝ સોસ બનાવવા માટે : સૌ પ્રથમ પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરી મિશ્રણ બનાવવું. હવે દૂધ ગરમ કરવા મૂકવું. ગરમ થાય એટલે તેમાં ચીઝની છીણ ઉમેરવી. ચીઝ ઓગળે એટલે તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ ઉમેરવું. ત્યારબાદ ઓરેગાનો, મરી પાઉડર, મીઠું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી સામાન્ય ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. રિસોટો બનાવવા માટે : નોનસ્ટીકમાં થોડું ઓઇલ મૂકો. તેલ ગરમ થાય એટલે બેસિલ, સમારેલી ડુંગળી તથા કેપ્સિકમ ઉમેરી 2-3 મિનિટ ચડવા દો. તેમાં 4-5 ચમચી જેટલો વ્હાઇટ સોસ ઉમેરવો. રાંધેલા ભાત, મીઠું, ઓરેગાનો અને મરી પાઉડર ઉમેરી યોગ્ય રીતે મિક્સ કરી લો. 4-5 મિનિટ ચડવા દો. ચિઝી બેલપેપર રિસોટો પરિવારને સર્વ કરો.

શાહી પનીર રિસોટો સામગ્રી : બ્રાઉન રાઈસ-1 કપ, વેજિટેબલ સ્ટોક-2 કપ, દૂધ-1 કપ, ડુંગળી-1 નંગ, પનીર-1 કપ, ચીઝ-1 ક્યુબ, મરી પાઉડર-પા ચમચી, દેશી ઘી-3 ચમચી, લીલા મરચાં-2 નંગ, મીઠું-સ્વાદ મુજબ, કાજુ-બદામ-8 થી 10 નંગ રીત : સૌપ્રથમ બ્રાઉન રાઈસને સારી રીતે ધોઈ અને 1 કલાક પલાળી રાખવા. ડુંગળી બારીક સમારી લેવી. પનીરને લાંબી સ્લાઈસ કરી લેવું. હવે કડાઈમાં ઘી ગરમ થાય એટલે પનીર ઉમેરી સાંતળવું. પનીર એક પ્લેટમાં બાજુમાં કાઢી લેવું. હવે તેમાં ડુંગળી સાંતળી લેવી. ત્યારબાદ પલાળેલા બ્રાઉન રાઈસને વેજિટેબલ સ્ટોક સાથે ઉમેરી ઢાંકી અને ચડવા દેવું. બ્રાઉન રાઈસ થોડાં ચડવા લાગે એટલે દૂધ ઉમેરી ફરી ઢાંકી દેવું. હવે બાકીની સામગ્રી સમારેલા લીલાં મરચા કાજુ-બદામ, મરી પાઉડર, ચીઝની છીણ, સ્વાદ મુજબ મીઠું અને પનીર ઉમેરી 5 મિનીટ માટે ઢાંકી પકાવવું. શાહી પનીર રિસોટો અલગ સ્વાદની મજા માણો.

વેજિટેબલ રિસોટો સામગ્રી : ઓલિવ ઓઈલ-3 ચમચી, રાંધેલા ભાત-2 કપ, મધ્યમ સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલાં રેડ,યેલો, ગ્રીન કેપ્સિકમ-1 કપ, ગાજરની છીણ-અડધો કપ, સમારેલી બ્રોકોલી-અડધો કપ, દૂધ-દોઢ કપ, ફ્રેશ ક્રીમ-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ, મરી પાઉડર-અડધી ચમચી, ચીઝની છીણ-1 કપ રીત : એક પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ડુંગળીને સાધારણ ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ગેસ બંધ કરી ચીઝની છીણ ઉમેરી અને એક ઊંડા બાઉલમાં કાઢી લો. હવે તેમાં સમારેલાં કેપ્સિકમ, ગાજરની છીણ, બ્રોકોલી તથા મરી પાઉડર ઉમેરી 2 મિનિટ માટે માઇક્રોવેવ કરો. હવે ભાત, દૂધ તથા ક્રીમ ઉમેરી મિક્સ કરી 200 ડિગ્રી પર 7 થી8 મિનિટ માટે બેક કરો. તૈયાર છે વેજિટેબલ રિસોટો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો