ફેશન:ફેશનિસ્ટાઓના ફેવરિટ ડિઝાઇનર્સ ટોપ્સ

15 દિવસ પહેલાલેખક: પાયલ પટેલ
  • કૉપી લિંક

આધુનિક ફેશનિસ્ટાઓ રોજબરોજના જીવનમાં માટે યુવતીઓ સામાન્ય રીતે જીન્સ કે પછી અલગ સ્ટાઇલના બોટમ સાથે સ્ટાઇલિશ આધુનિક ડિઝાઇનના ટોપ્સ પહેરવાનું પસંદ કરતી હોય છે. હાલમાં ડિઝાઇનર્સ ટોપ્સ આધુનિકાઓની પહેલી પસંદ બની ગઇ છે. હાલમાં યુવતીઓમાં લોકપ્રિય બનેલી કેટલીક સ્ટાઇલ નીચે પ્રમાણે છે. Â રેપ ટોપ : આ પ્રકારના રેપ ટોપ પહેરવામાં બહુ કમ્ફર્ટેબલ હોય છે અને પહેરવામાં પણ સ્ટાઇલિશ લાગે છે. સામાન્ય રીતે લાંબી અને પહોળા ખભાવાળી યુવતીઓ પર આ પ્રકારના ટોપ સારા લાગે છે. જોકે કોઇ પણ યુવતી એની ડિઝાઇનમાં થોડો ફેરફાર કરીને સ્ટાઇલિશ લુક મેળવી શકે છે.

 પીસન્ટ ટોપ : પીસન્ટ ટોપ આરામદાયક તો છે જ પણ સાથે સાથે વિન્ટેજ લુક આપે છે. હાલમાં એમ્બ્રોડરીની ડિઝાઇન સાથેનાં પીસન્ટ ટોપ માનુનીઓના ફેવરિટ છે. તમારા વોર્ડરોબમાં પણ આવું એક ટોપ હોવું જોઇએ. આ ટોપ પહેરીને તમે પતંગ ચગાવવા અગાશી પર જશો તો ચોક્કસ આકર્ષણનું કેન્દ્ર બની જશો.  ટ્યુનિક : ટ્યુનિક લુઝ ફિટિંગવાળું ટોપ છે જેમાં કુરતી જેવા કટ હોય છે. ટ્યુનિક ટોપને કેઝ્યુઅલ અને ફોર્મલ ‌વેર તરીકે પહેરી શકાય છે. આ પ્રકારના ટોપને સ્લિમ ફિટ, રેગ્યુલર અથવા તો ફ્લેર્ડ ડેનિમ સાથે પહેરવાથી આધુનિક લુક મેળવી શકાય છે. ટ્યુનિક ટોપને સ્કર્ટ સાથે પણ પહેરી શકાય છે.

 બેલ્ટેડ ટોપ : બેલ્ટેડ ટોપ ફેશનિસ્ટાઓના ફેવરિટ બની ગયા છે. આ પ્રકારના ટોપમાં ખાસ બેલ્ટ હોય છે જે કમર પાસે સારું ફિટિંગ આપે છે. સ્ટ્રેઇટ અથવા તો ફ્લેર્ડ પેન્ટ્સ સાથે આ પ્રકારના બેલ્ટેડ ટોપ સ્ટાઇલિશ લુક આપે છે.  એમ્પાયર ટોપ : એમ્પાયર ટોપની સ્ટાઇલ ફિગર સપ્રમાણ હોવાનો આભાસ કરાવે છે. આ પ્રકારના ટોપ નીચેથી ઘેર ધરાવે છે. આ સ્ટાઇલના કારણે જો કમર પર ચરબી હોય તો આ પ્રકારનું ટોપ પહેરીને એને સરળતાથી સંતાડી શકાય છે. સ્કિની જીન્સ સાથે આ પ્રકારનું ટોપ સારું લાગે છે.

 રફલ્સ ટોપ : રફલ્સ અત્યારનો લેટેસ્ટ ટ્રેન્ડ છે. હાલમાં દરેક ટોચના ફેશન ડિઝાઇન રફલ્સની ડિઝાઇન સાથે અલગ અલગ પ્રયોગ કરી રહ્યા છે. રફલ્સ સ્ટાઇલમાં સ્ટાઇલ અને એલિગન્સનો સારો સમન્વય છે.  પેપ્લમ ટોપ : પેપ્લમ ટોપ કમર પાસે સારો એવો ઘેર ધરાવે છે. એપલ અને પેર શેપના બોડી સ્ટ્રક્ચર પર આ પ્રકારના પેપ્લમ ટોપ સારા લાગે છે. સ્ટ્રેઇટ પેન્ટ સાથે પહેરેલું પેપ્લમ ટોપ સુંદરતામાં વધારો કરી દે છે.

અન્ય સમાચારો પણ છે...