તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સેસરીઝ:ફેશનિસ્ટાઓને મોહી લે છે સુંદર મોજડીઓની માયાજાળ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપણે જેટલી મહેનત કપડાં પાછળ કરીએ છીએ એટલી જ મહેનત ફૂટવેર પર કરવી જોઈએ અને તો જ આકર્ષક લાગશો

તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે અને આ દિવસોમાં પહેરવા માટે ફેશનિસ્ટાઓએ તેમને ગમે એવા આઉટફિટ્સ અને ફૂટવેરનું શોપિંગ શરૂ કરી દીધું છે. આ દિવસો દરમિયાન ટ્રેડિશનલ લુકની બોલબાલા હોય છે. તહેવારોમાં પહેરાતા રંગબેરંગી ટ્રેડિશનલ આઉટફિટ્સ સાથે પહેરવા માટે સુંદર અને આકર્ષક પંજાબી અને રાજસ્થાની સ્ટાઇલની મોજડીઓ સૌથી સારી પસંદગી છે. એના અલગ અલગ સ્ટાઇલિશ વિકલ્પો ઉપલબ્ધ છે. } પંજાબી સ્ટાઇલની મોજડી આપણે જેટલી મહેનત કપડાં પાછળ કરીએ છીએ એટલી જ મહેનત ફૂટવેર પર કરવી જોઈએ. આ રીતે તમે આકર્ષક લાગશો. તમે ગમે તેટલાં ખૂબસૂરત કપડાં પહેર્યા હોય પણ તેની સાથે મેચ થાય તેવા ફૂટવેર ન પહેર્યા હોય તે સારા લાગતા નથી. ડિઝાઈનરની પંજાબી સ્ટાઈલની મોજડી લુકને અલગ સ્ટાઇલ આપશે. આઉટફિટ સાથે મેચ કરેલ મોજડીઓ આકર્ષક લાગશે. } થ્રેડવર્કવાળી મોજડી થ્રેડવર્કવાળી મોજડી સોબર અને સોફ્ટ લુક આપે છે. આ થ્રેડવર્ક રેશમના દોરાથી કરવામાં આવતું હોવાથી એ લાંબા ગાળા સુધી ટકી રહે છે. બ્રાઇટ રંગના થ્રેડથી કરવામાં આવતું વર્ક વાઇબ્રન્ટ લુક આપે છે. આના કારણે તહેવારોની ખૂબસુરતીમાં ચાર ચાંદ લાગી જાય છે. આ થ્રેડવર્કમાં ફુલકારીથી માંડીને અનેક પરંપરાગત ડિઝાઇનના વિકલ્પ ઉપલબ્ધ છે જેની આફટફિટને ધ્યાનમાં રાખીને પસંદગી કરી શકાય છે. જૂટની થ્રેડવાળી મોજડી પણ ટ્રેન્ડિંગ છે. }મિરરવાળી મોજડી મિરરવાળી મોજડી શાઇન અને શિમર લુક આપે છે. જો તમારો ડ્રેસ થોડો સાદો હોય તો એની સાથે મિરરવાળી જોડીનું કોમ્બિનેશન પરફેક્ટ સાબિત થાય છે. આ સ્ટાઇલની મોજડી સાદા ડ્રેસને પણ ગ્લેમરસ ટચ આપે છે. આ મિરરવાળી મોજડી સિંગલ કલરનાં અને ડબલ કલરનાં એમ બંને પ્રકારના કોમ્બિનેશનમાં મળે છે. સિંગલ રંગનાં કોમ્બિનેશનમાં ફ્રેબ્રિક અને મિરરવર્ક માટે વપરાયેલા થ્રેડનો રંગ સમાન હોય છે જ્યારે ડબલ રંગનાં કોમ્બિનેશનમાં ફેબ્રિક અને મિરરવર્કના થ્રેડનો રંગ એકબીજા સાથે કોન્ટ્રાસ્ટમાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...