ફેશન:સુંદરતાને ઝાંખપ લગાવતી ફેશન મિસ્ટેક, જાણો અને બચો!

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અયોગ્ય ફેબ્રિકની પસંદગી મોટી ફેશન મિસ્ટેક સાબિત થાય છે. દરેક ઋતુ માટે અલગ અલગ પ્રકારનું મટિરિયલ યોગ્ય હોય છે એટલે કોઇ પણ આઉટફિટ પસંદ કરતી વખતે એ ધ્યાન રાખવું જોઇએ કે એનું ફેબ્રિક સિઝનને અનુરૂપ હોય

યોગ્ય ફિટિંગવાળો પ્રસંગને અનુરૂપ ડ્રેસ સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે. જો યુવતીને સ્ટાઇલિશ અને ફેશનેબલ લુક જોઇતો હોય તો યોગ્ય પ્રસંગ માટે પરફેક્ટ ડ્રેસની પસંદગી કરવી જોઇએ. જો આ પસંદગી કરતી વખતે ફેશન મિસ્ટેકનું ધ્યાન ન રાખવામાં આવે તો સ્ટાઇલિશ ડ્રેસ સુંદરતાને ચાર ચાંદ લગાવવાને બદલે એને ઝાંખપ લગાવી શકે છે. ડ્રેસ સિલેક્શનમાં ફેશન મિસ્ટેક ન થઇ જાય એ માટે નીચેના મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઇએ. ખોટા ફેબ્રિકની પસંદગી અયોગ્ય ફેબ્રિકની પસંદગી મોટી ફેશન મિસ્ટેક સાબિત થાય છે. દરેક ઋતુ માટે અલગ અલગ પ્રકારનું મટિરિયલ યોગ્ય હોય છે એટલે કોઇ પણ આઉટફિટ પસંદ કરતી વખતે એ ધ્યાન રાખવું જોઇએ કે એનું ફેબ્રિક સિઝનને અનુરૂપ હોય. ઉનાળામાં રો સિલ્કનો ડ્રેસ પહેરવાથી કે પછી શિયાળામાં શિફોનનું આઉટફિટ પહેરવાથી તમે ફેશનેબલ લાગવાને બદલે હાસ્યાસ્પદ ઠરશો. આઉટફિટનું ફેબ્રિક પસંદ કરતી વખતે બોડી શેપને પણ ધ્યાનમાં રાખવો કારણ કે અમુક મટિરિયલ શરીરને ચપોચપ ચોંટી જાય છે. જો બોડી થોડું સ્થૂળ હોય તો આવાં મટિરિયલનો ડ્રેસ ખરાબ જ લાગે છે. અયોગ્ય ફિટિંગ ડ્રેસ ગમે તેટલો સરસ અને મોંઘોદાટ હોય પણ જો એનું ફિટિંગ યોગ્ય ન હોય તો એ પહેરવાથી વ્યક્તિ સુંદર લાગવાને બદલે ફૂવડ લાગે છે. વધારે પડતો પહોળો કે વધારે પડતો ટાઇટ ડ્રેસ...પછી ભલે એ ગમે તેટલો ફેશનેબલ હોય પણ લુકને સંપૂર્ણપણે બગાડી નાખે છે. જો તમારી કમર પાતળી હોય તો કમર પાસેથી ફિટિંગવાળો ડ્રેસ સ્લિમ અને સ્ટાઇલિશ લુક આપે છે જ્યારે હિપનો વિસ્તાર પહોળો હોય તો કમર પાસેથી ફ્લોવાળો ડ્રેસ પસંદ કરવો જોઇએ. આમ, ડ્રેસની પસંદગી કરતી વખતે માત્ર લુક પર ધ્યાન આપવાને બદલે એનાં ફિટિંગ પર પણ ધ્યાન આપો. વધારે પડતી ચમક-દમક તમે સુંદર અને આકર્ષક દેખાવા ઇચ્છતા હોય તો વધારે પડતા ચમક-દમકવાળાં અને વધારે પડતા સ્ટોન્સવાળાં આઉટફિટથી દૂર જ રહેવું જોઇએ. જો કદાચ આવો ડ્રેસ પહેરી લો તો પણ એની સાથે એક્સેસરી પહેરવાનું ટાળવું જોઇએ. જો સુંદર અને એલિગન્ટ લાગવું હોય તો બ્લિન્ગ ડ્રેસના બદલે શાર્પ લુક આપે એવો ડ્રેસ પહેરવો જોઇએ. યોગ્ય દિવસે અયોગ્ય આઉટફિટ પહેરવાના ડ્રેસની પસંદગી કરતી વખતે કેરફુલ રહો. આઉટફિટની પસંદગી કરતી વખતે તમે જે પ્રસંગે એ પહેરવાનું નક્કી કરી રહ્યા છો એને પણ ધ્યાનમાં રાખો. જો તમને વેસ્ટર્ન આઉટફિટમાં પ્રયોગ કરીને પહેરવાની ઇચ્છા હોય તો એના માટે મિત્રો સાથેનું આઉટિંગ કે પછી મિત્રો સાથેનું ગેટ ટૂ ગેધર યોગ્ય પ્રસંગ છે. આ વેસ્ટર્ન આઉટફિટનો પ્રયોગ કરવા માટે ઘરમાં યોજાયેલી પૂજા કે ટ્રેડિશનલ ફંક્શન યોગ્ય નથી. સ્પષ્ટ નજરે ચડતી સેફ્ટીપિન પોશાક ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન...એ પહેરતી વખતે સેફ્ટીપિનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઇએ. આ સિવાય જો સેફ્ટીપિનનો ઉપયોગ કર્યો જ હોય તો એ નજરે ન ચડે એ રીતે લગાવવી જોઇએ. જો એ આખી દુનિયાને નજરે ચડતી હોય તો એ એક મોટું ફેશન બ્લન્ડર ગણી શકાય. ડોકિયાં કરતાં અંત:વસ્ત્રો પોશાક ગમે તેટલો મોંઘોદાટ અને સ્ટાઇલિશ હોય પણ એમાંથી દેખાતી બ્રાની પટ્ટીઓ કે પછી પેન્ટી લાઇન સમગ્ર લુકની મજા મારી નાખે છે.

અન્ય સમાચારો પણ છે...