તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સેસરીઝ:સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે ફેશન એક્સેસરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો સુંદર લાગવાની સાથે સ્વસ્થ દેખાવું હોય તો આ ફેશન એક્સેસરીની પસંદગી બહુ સમજી વિચારીને કરવી જોઇએ

મહિલાઓને સારાં કપડાં અને એક્સેસરી પહેરવાનો બહુ શોખ હોય છે. જોકે આની પસંદગી કરતી વખતે માત્ર લુકને જ ધ્યાનમાં રાખવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણી વખત ગંભીર નુકસાન પહોંચે છે. જો સુંદર લાગવાની સાથે સ્વસ્થ દેખાવું હોય તો આ ફેશન એક્સેસરીની પસંદગી બહુ સમજી વિચારીને કરવી જોઇએ. }બેગની પસંદગી જો તમને આકર્ષક બેગનો શોખ હોય તો એવી બેગની પસંદગી કરવી જોઇએ જે બહુ ભારે ન હોય. જો એક ખભા પર સતત બહુ ભારે હોય એવી સાઇડબેગ લટકાડવામાં આવે તો એના કારણે લાંબા ગાળે ખભામાં દુખાવો થઇ શકે છે અને એ પછી બીમારીમાં પરિવર્તિત થઇ શકે છે. જો તમારે બેગની પસંદગી કરવી જ હોય તો એવી બેગ પસંદ કરવી જોઇએ જેને ખભા પર તો લટકાવી જ શકાય પણ હાથમાં પણ સરળતાથી ઉઠાવી શકાય જેથી સતત ખભાને બોજ ઉઠાવવો ન પડે. વળી, બેગમાં મર્યાદિત સામાન રાખવો જોઇએ જેથી એનું વજન બહુ વધી ન જાય. જો તમે હેલ્થ માટે સજાગ હો તો આકર્ષક બેક પેકનો ઉપયોગ કરી શકો છો. }શૂઝની પસંદગી મોટાભાગની મહિલાઓ ફેશનના મામલે સજાગ હોય છે પણ ક્યારેક નાનકડી ભૂલ હેલ્થ માટે નુકસાનકારક સાબિત થાય છે. જો તમે આખો દિવસ શૂઝ પહેરતા હો તો સમજી વિચારીને શૂઝની પસંદગી કરવી જોઇએ.જો શૂઝના સોલ વધારે કડક હોય તો પગને નુકસાન થાય છે અને એડીઓમાં દુખાવો રહે છે. ઊંચી હિલવાળાં ચંપલ કે સેન્ડલ બહુ લાંબો સમય પહેરવાં ન જોઇએ. }ઘડિયાળની પસંદગી ઘણી માનુનીઓને સ્ટાઇલિશ અને મેચિંગ ઘડિયાળ પહેરવાનો શોક હોય છે. જોકે સતત ઘડિયાળ બાંધવાથી કાંડા પર એનું નિશાન રહી જાય છે. આવી રીતે વીંટીનાં કારણે હાથની આંગળી પર પણ નિશાન પડી જાય છે. આવું ન થાય એ માટે ઘડિયાળને સતત ન પહેરવી જોઇએ અને આ ઘડિયાળને થોડી ઢીલી બાંધવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...