તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરીર પૂછે સવાલ:ગર્ભપાત પછી જાતીય સંબંધ બાંધતી વખતે થાય છે ભારે દુખાવો

વનિતા વોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 22 વર્ષની છું. મેં જયારે મારા ફિયાન્સ સાથે ઈન્ટરકોર્સનો પ્રયત્ન કર્યો ત્યારે મને ખૂબ જ પેઈન થયું. મેં ગાયનેકોલોજીસ્ટની પણ સલાહ લીધી. તેમણે મને એક જેલ પ્રિસ્ક્રાઈબ કરી. તેમણે મને મારા વજાઇનલ મસલ્સ ટાઈટ ન કરવાની પણ સલાહ આપી હતી પણ આ બધું કર્યા પછી પણ મારી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. મેં મારી વર્જિનિટી છ વર્ષ પહેલાં ગુમાવી હતી અને ત્યારે મને કોઈ જ તકલીફ નહોતી પડી. આ સમસ્યા અત્યારની મારી રિલેશનશિપમાં તકલીફ ઊભી કરી રહી છે. એક યુવતી (અમદાવાદ) ઉત્તર : જો તમને જાતીય સંબંધ બાંધતી વખતે દુ:ખાવો થતો હોય તો સૌથી સામાન્ય કારણ યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોઇ શકે છે. ઘણી વખત શરીરમાં હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થાય છે, જેથી સંભોગ દરમિયાન ચીકાશ થતા વાર લાગે છે. યોગ્ય ચીકાશ વગર જાતીય સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવે તો યોનિમાર્ગમાં ઘર્ષણ થાય છે જેથી દુ:ખાવો થાય છે. આનો સરળ અને ઘરગથ્થુ ઉપાય એટલે કે ફોરપ્લેમાં સમય વધારે આપો અને સાથે સાથે જરૂર પડે ત્યારે ક્રીમનો ઉપયોગ કરો. આમ કરવાથી મોટા ભાગે તમારી તકલીફ દુર થઇ જશે. ઘણીવાર પેશાબ અથવા યોનિમાર્ગના ચેપના કારણે પણ સમાગમ વખતે દુ:ખાવો થઇ શકે છે. માટે જો એકસ્ટેન્ડેડ ફોરપ્લે અને તૈલી પદાર્થથી ફાયદો ના થાય તો ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને સેકન્ડ ઓપનિયન લઈ શકો છો. જો તમે પહેલીવાર જાતીય જીવન માણ્યું ત્યારે તમને કોઈ દુઃખાવો નહોતો થયો અને અત્યારે થઈ રહ્યો છે તો તેનું કોઈ કારણ તો હોવું જ જોઈએ. આ કારણ શારીરિક અથવા તો માનસિક હોઈ શકે છે. આ કારણ વિશે જાણીને એને દૂર કરવાથી તમારી સમસ્યા આપોઆપ દૂર થઈ જશે. પ્રશ્ન : હું કોલેજમાં અભ્યાસ કરતી યુવતી છું. હું ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું. મારી રૂમ પાર્ટનર ઘણીવાર નિંદરમાં ઉત્તેજનાભર્યા અવાજો કરે છે અને રાત્રે એકાએક તે જાતીય રીતે ઉત્તેજિત થઈ જાય છે અને નવાઈની વાત એ છે કે તેને બીજા દિવસે કંઈ યાદ નથી હોતું. મને તેનું આ વર્તન બહુ વિચિત્ર લાગે છે. શું તેને કોઈ માનસિક બીમારી છે? એક યુવતી (રાજકોટ) ઉત્તર : તમને કદાચ થોડું સમજવામાં અટપટું લાગશે પણ સ્લીપ ઓર્ગેઝમ એક હકીકત છે. છોકરામાં આ સ્થિતિને સ્વપ્નદોષ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે મહિલાઓને તેને અનુભવ થાય છે તો તેને સ્લીપ ઓર્ગેઝમ કહે છે. સ્લીપ ઓર્ગેઝમ એક્ચ્યુઅલ ફિઝિકલ ઓર્ગેઝમ હોય છે. તમને જાણીને હેરાની થશે કે તેનો અનુભવ કરનારા મોટાભાગના લોકોને ઊંઘમાંથી જાગ્યા બાદ તે ઈરોટિક સપનું યાદ નથી હોતું. રિસર્ચ કરનારા લોકોએ જાણ્યું કે એવી મહિલાઓના શરીરમાં કેટલાક શારીરિક ફેરફાર પણ થયા હતા અને તેમના વજાઇનલ બ્લડ ફ્લોમાં પણ વધારો જોવા મળ્યો હતો. પ્રશ્ન : હું 24 વર્ષની પરિણીત સ્ત્રી છું. મારે એક બાળક છે. થોડા સમય પહેલાં મેં ગર્ભપાત કરાવેલો હતો. ત્યારબાદ હવે અમે જ્યારે જાતીય સંબંધ રાખીએ છીએ ત્યારે મારા પેટમાં સખત દુખાવો ઊપડે છે. ડોક્ટર એમ કહે છે કે આ તમને માનસિક દુખાવો છે, પણ ગર્ભપાત પહેલાં મને આવો દુખાવો ક્યારેય થયો નથી. મને આવું કેમ થતું હશે? જવાબ જેમ બને તેમ જલદી આપવા વિનંતી. ખૂબ જ મૂંઝવણમાં છું. પતિ પણ શક કરે છે. એક મહિલા (વડોદરા) ઉત્તર : ઘણી વખત ગર્ભપાત પછી પેઢુમાં સોજાની તકલીફ જોવા મળે છે. આને પી. આઈ. ડી. એટલે કે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ કહે છે. આનું નિદાન ગર્ભાશયની દુરબીન તપાસ દ્વારા થઈ શકે છે. ઘણીવાર પેશાબની જગ્યાએ ઇન્ફેક્શન-ચેપ લાગવાથી પણ સમાગમ વખતે પીડા અનુભવાય છે. જો આપ બાળક ન જ ઇચ્છતા હો તો ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરો કારણ કે એક ગર્ભપાતમાં સ્ત્રીને ચાર નોર્મલ ડિલિવરી જેટલું શારીરિક તેમજ માનસિક કષ્ટ ભોગવવું પડે છે. આપ કોઈપણ સ્ત્રીરોગ નિષ્ણાત પાસે તપાસ કરાવી લો. તેઓ આપને યોગ્ય નિદાન કરી સારવાર આપશે. આ મામલે મૂંઝાવાની જરૂર નથી. પતિ સાથે ખુલ્લા મને આની ચર્ચા કરો. તેઓ ચોક્કસ તમારી તકલીફ સમજશે. પ્રશ્ન : મારી દીકરી હાલ 7 વર્ષની છે. એ સાવ નાની હતી ત્યારથી એને માલિશ ખૂબ ગમતું હતું. એનું માલિશ કરતી વખતે હું એનું આખું શરીર પણ સરસ દબાવી આપતી, પરંતુ ધીમે-ધીમે એ પગ દુખે છે, પીઠ દુખે છે જેવી ફરિયાદ કરતી અને કહેતી કે મને દબાવી આપો. થોડા દિવસથી તો દિવસમાં બે વાર અડધી-અડધી કલાક એને પગ દબાવું ત્યારે એ શાંત થાય છે. એને કોઇ બીમારી તો નહીં હોય ને? ઉત્તર : પાંચ વર્ષથી લઈને 12 વર્ષનાં બાળકોમાં આ પ્રકારનું પેઇન જોવા મળે છે જેને ગ્રોઈંગ પેઇન કહે છે. બાળક મોટું થતું હોય ત્યારે હાડકાં, સાંધા અને સ્નાયુઓમાં જે બદલાવ આવે એને કારણે આ પેઇન થતું હોય છે. આ સિવાય બાળકો અતિ એક્ટિવ હોય છે. જે પ્રકારે આખો દિવસ ભાગતાં-દોડતાં રહેતાં હોય તો ઓવર યુઝને કારણે પણ થાક લાગે અને પગ દુખતા હોય એમ બને. ખાલી પગ જ નહીં ઘણી વાર તો બાળકોને આખું શરીર જ દુખતું હોય છે, પરંતુ ખાસ કરીને બાળકને પીંડીનો ભાગ દુખતો હોય છે. બાળકમાં વિટામિન ડી કે કેલ્શિયમની કમી સર્જાઈ હોય તો પણ આવો દુખાવો થઇ શકે છે. ઘણી વખત બાળકમાં હિમોગ્લોબીનની કમી હોય તો પણ આવું થઈ શકે છે. માટે એ પણ ચેક કરાવી શકાય. બાકી આ પ્રોબ્લેમ એવો નથી જેમાં વધુ ચિંતા કરવી પડે. આ દુખાવો 13-14 વર્ષ પછી જતો રહે છે.

અન્ય સમાચારો પણ છે...