તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરેન્ટિંગ:બાળકને સમજાવો બચત કરવાનું મહત્ત્વ

મમતા મહેતા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકને માતા-પિતા જ સમજાવી શકે છે કે કમાણીને યોગ્ય રીતે વાપરવાનું અને એમાંથી અમુક રકમની નિયમિત બચત કરવાનું પણ અત્યંત જરૂરી છે

બાળક જીવનનાં તમામ મહત્ત્વનાં પાસાઓ અને બાબતોનું જ્ઞાન ઘરમાંથી મેળવે છે. હકીકતમાં ઘર એ બાળકની પહેલી સ્કૂલ છે અનેક માતા-પિતા પ્રથમ શિક્ષક. બાળકને સંસ્કારની સાથે સાથે જીવન ઉપયોગી મહત્ત્વની બાબતોની જાણકારી આપવાની જવાબદારી માતા-પિતાની હોય છે. જીવનની અનેક ઉપયોગી બાબતોમાંથી એક બાબત છે બાળકને બચતનું મહત્ત્વ સમજાવું. બાળકને માતા-પિતા જ સમજાવી શકે છે કે જેટલું જરૂરી કમાણી કરવાનું છે એટલું જ જરૂરી એ કમાણીને યોગ્ય રીતે વાપરવાનું અને એમાંથી અમુક રકમની નિયમિત બચત કરવાનું છે. Â ભવિષ્યમાં ફાયદો જો બાળકને નિયમિત બચત કરવાની આદત હોય તો લાંબા ગાળે તેને ચોક્કસ ફાયદો થાય છે. આ આદત તેને ભવિષ્યમાં ઘણી મદદરૂપ થાય છે. માતા-પિતા બાળકને દરેક વસ્તુ શીખવા તેમજ દેખાડવા ઇચ્છતા હોય છે અને તેનાં ભવિષ્ય માટે ચિંતીત હોય છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે બાળકને પૈસાનું મહત્વ શીખવાનું જરૂરી બની ગયું છે. Â ફાયદાકારક ટ્રિક્સ બાળકને પૈસાનું મહત્ત્વ શીખવવાની જવાબદારી મુખ્યત્વે માતાપિતાની હોય છે. જીવનની આ અતિ ઉપયોગી માહિતી કેટલીક ટ્રિક્સની મદદથી બહુ સરળતાથી શીખવી શકાય છે. બાળકને પિગિ-બેંક આપવાથી અને એમાં નાની રકમની બચત કરવાનું પ્રોત્સાહન આપવાથી બાળકને બચતનો કોન્સેપ્ટ બહુ સારી રીતે સમજાવી શકાશે. બાળકને પૈસાની બચતનો પાયાનો પાઠ શીખવવા માતા-પિતાએ બાળકને પિગિ-બેંક લઇ આપવી જોઇએ. બાળક જો થોડું મોટું હોય તો તેને મહિનાનું બજેટ બનાવવામાં સાથે રાખવું જોઇએ અને તેની પાસે તમામ હિસાબનું ટોટલ કરાવવું જોઇએ. આ સિવાય હાલમાં માર્કેટમાં એવી અનેક બોર્ડ ગેમ્સ મળે છે જે બાળકને બચતના સિદ્ધાંત વિશે સમજાવે છે. Â બાળકોને સમજાવો બેકિંગ વ્યવસ્થા જો તમારું બાળક થોડું મોટું એટલે કે દસથી બાર વર્ષનું હોય તો તેને વિવિધ બચત અને રોકાણના સાધનો વિશે પણ માહિતી આપી શકાય . આમાં તેને સામાન્ય બચત યોજનાઓ જેવી કે રિકરિંગ એકાઉન્ટ , ફિક્સ ડિપોઝિટ વગેરેનો પરિચય આપીને કઇ રીતે નાની નાની બચત કરીને મોટી મૂડી ભેગી કરી શકાય છે એ સમજાવી શકાય છે. આ રીતે સમજાવવાથી બાળકને પણ પોતાને મળેલી રકમમાંથી થોડી થોડી રકમ બચાવવાની ઇચ્છા થાય છે અને તે બચત કરતાં શીખે છે. Â બાળક માટે બનો ઉદાહરણરૂપ બાળક પોતાના માતા-પિતા પાસેથી ઘણું બધું શીખતું હોય છે. એક તરફ તમે બાળકને બચત કરવાની સલાહ આપો અને બીજી તરફ તમે આડેધડ ખર્ચ કરીને બચતનું કોઇ ધ્યાન ન રાખો તો બાળક પર તમારી સલાહની કોઇ અસર પડવાની નથી. આ કારણોસર જો તમારે બાળકને બચત કરવાની પ્રેરણા આપવી હશે તો પહેલાં માતા-પિતાએ બચત કરવાની આદત પાડવી પડશે.

અન્ય સમાચારો પણ છે...