પેરેન્ટિંગ:બાળકને સમજાવો... શેરિંગ ઇઝ કેરિંગ

એક મહિનો પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

જીવનની અનેક બાબતો એને નવો વળાંક આપે છે. આવી જ એક આદત છે શેરિંગની. જો બાળકને શેરિંગની આદત હોય તો એને ભવિષ્યમાં એ ઘણી કામમાં આવી શકે છે. જોકે બાળકને શેરિંગની આદત જબરદસ્તીથી ક્યારેય નહીં શીખવી શકાય, અન્ય બાળકોના ઉદાહરણ આપીને જ શીખવી શકાશે. જો બાળક તેની કોઈ વસ્તુને શેર કરવા ન માંગતો હોય તો તેની સાથે જબરદસ્તી ન કરો તેમજ તેના પર ગુસ્સો ન કરો. આ રીતે બાળક શેરિંગ તરફ વળવાના બદલે દૂર ભાગશે. બાળક માટે શેરિંગના એવા ઉદાહરણ રજૂ કરો કે તેનામાં શેરિંગની ભાવના વધશે. બાળકને પ્રેમથી સમજાવો કે મિત્રો સાથે લંચબોક્સ શેર કરીને ખાવાની મજા કંઇક જુદી જ છે. લંચબોક્સ શેર કરવાથી નવા-નવા દોસ્ત બને છે. આવી સમજાવટથી બાળક હોંશે-હોંશે તેમની ચીજ વસ્તુને અન્ય સાથે શેર કરશે. જો તમે પણ બાળકમાં શેરિંગ આદત પાડવા ઇચ્છતા હો તો કેટલી ટિપ્સનું પાલન કરવાથી ફાયદો થાય છે.
શેરિંગનું મહત્ત્વ
બાળકમાં શેરિંગની આદત પાડવા માટે તેને શેરિંગનું મહત્વ સમજાવો. તેને કોઇ ઘટના અથવા તો વાર્તા દ્વારા શેરિંગનું મહત્વ સમજાવો. બાળકને સમજાવો કે માત્ર લેવાની જ નહીં પરંતુ આપવાની વૃતિ રાખવાથી સંબંધો ગાઢ બને છે. શેરિંગથી બાળકોમાંપ્રેમ પણ વધે છે. મિત્રવતૃળ અને અન્ય લોકો વચ્ચે પણ સારો પ્રભાવ પડે છે. આ રીતે બાળકના માનસમાં શેરિંગનું મહત્ત્વ સમજાવવાથી તેનામાં આપોઆપ શેરિંગની ભાવના જાગે છે.
રમત-રમતમાં શીખવો
રમતથી પણ બાળકને શેરિંગ શીખવી શકાય છે. બાળકને એવી રમત રમાડો જેમાં આપણી વસ્તુઓ ટીમના અન્ય મેમ્બર સાથે શેર કરવાની હોય. આ રીતે ધીરે-ધીરે ચીજ શેર કરવાથી તેને મજા આવશે અને આ રીતે રમતથી પ્રેરાયને પણ તે રિયલ લાઈફમાં શેરિંગ કરવા લાગે છે.
પ્રશંસાથી પ્રોત્સાહન
બાળક જ્યારે કોઇ વસ્તુ શેર કરે તો તેની પ્રશંસા કરો. તેને ગિફ્ટ આપો. તેના આ ગુણ વિશે અન્ય સગા સંબંધી વિશે તેની હાજરીમાં જ વાત કરો. આ રીતે પ્રશંસા કરવાથી બાળકને પ્રોત્સાહન મળશે અને તેનામાં શેરિંગની વૃત્તિ વધશે. આ તમામ ટિપ્સને ફોલો કરવાથી તે શેરિંગ શીખશે અને તેના મિત્રોમાં પણ આવો ભાવ જગાવી શકાશે. જો બાળકના ઘડતરમાં કોઈ વસ્તુ ઉતારવા માંગતા હો તો ધાક ધમકીથી શક્ય નથી. કદાચ ધાકધમકીથી કે ડરથી તે શેરિંગ કરશે તો તે માત્ર ટેમ્પરરી હશે આ બાબત તેના સ્વભાવમાં ક્યારેય નહીં ઉતરે.

અન્ય સમાચારો પણ છે...