સેક્સ સેન્સ:ખોટી વાતમાં દેખાદેખીથી કપરી દુર્દશાનો અનુભવ

મેધા પંડ્યા ભટ્ટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજના સમયમાં અને વાતાવરણમાં કેટલીક યુવતીઓને સરળતાથી સફળતા અને રૂપિયા મેળવી લેવાની ઘેલછા હોય છે. ઓફિસમાં કઇ રીતે સરળતાથી આગળ વધવું તેની આવડત તેમનામાં હોય છે. બોસને પોતાના ઇશારાઓથી અને અદાઓથી પોતાની તરફ આકર્ષિત કરવાની ટ્રિક આવડે છે. આવી યુવતીઓના કારણે મહેનતથી આગળ આવતી યુવતીઓને ખૂબ નુકસાન થતું હોય છે અને કેટલીકવાર સીધી સરળ યુવતીઓ આ પ્રકારની યુવતીઓથી અંજાઇને જીવનમાં ખોટા રસ્તે આગળ વધી જતી હોય છે. પરિક્રમાને કંપનીમાં જોડાયાને 3 મહિના જ થયા હતા. તેની સાથે જ કવિતા નામની યુવતી પણ જોડાઇ હતી. કવિતા અને પરિક્રમા બંને ઉંમરમાં સરખાં હતાં પણ પરિક્રમા વધારે રૂપાળી અને આકર્ષક હતી, પણ આમ છતાં તે ખૂબ સિમ્પલ ડ્રેસિંગમાં જોવા મળતી અને પોતાનાં કામ પ્રત્યે વધારે ધ્યાન આપતી હતી. જ્યારે કવિતા ઘઉંવર્ણી હોવા છતાંય તેનું ડ્રેસિંગ સૌને આકર્ષતું. બધાની સાથે વાતચીત કરવાનો તેનો મળતાવડો સ્વભાવ અને પુરુષોને સ્પર્શ કરીને વાતો કરવાની તેની રીતને કારણે ઓફિસના દરેક પુરુષને તેની આસપાસ રહેવું વધારે પસંદ હતું. કવિતા અને પરિક્રમાને એક જ પ્રોજેક્ટ પર અલગ અલગ વર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. જેના આધારે તેમને ભવિષ્યમાં કાયમી કરવાના હતા. પરિક્રમાએ પોતાનો પ્રોજેક્ટ ખૂબ સરસ રીતે તૈયાર કર્યો હતો. કવિતા પણ તેની રીતે તૈયારી કરી રહી હતી. બંનેને ઓફિસના કોન્ફરન્સ રૂમમાં ઓફિસના સિનિયર અધિકારીઓ સામે પોતાનો પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરવાનો હતો. પરિક્રમાએ ખૂબ જ સરસ રીતે પ્રોજેક્ટ રજૂ કર્યો. કવિતા તેની મહેનત જોઇને ગભરાઇ ગઇ અને તેણે પોતાની ખાલી પેનડ્રાઇવ લેપટોપમાં નાખી અને પ્રોજેક્ટ ડિલીટ થયાનું જણાવી ખોટા નાટક કરવા લાગી. રડવાનો ડોળ કરીને બીજે દિવસે પ્રોજેક્ટ રજૂ કરવાની પરવાનગી માગી. તે જે રીતે ઓફિસના બોસની સામે જોઇ રહી હતી, તેને બીજા લોકો અને સાથે બોસ પણ પામી રહ્યા હતા. પુરુષના મનનો જે કીડો સળવળી રહ્યો હતો, તે કવિતા પામી ગઇ અને તેણે પોતાની અદામાં બોસને કન્વિન્સ કરી લીધા. બીજે દિવસે કવિતાએ ક્યારે પ્રોજેક્ટ રજૂ કર્યો, તે પરિક્રમાને ખબર ન પડી પણ કવિતાના પ્રોજેક્ટને પસંદ કરીને તેને જોબ માટે કાયમી કરી દેવામાં આવી હતી. પરિક્રમા મહેનતું હોવાથી તેને એકવાર બોસની સાથે વાત કરવાનું મન થયું. બોસની કેબિનમાં જતાં જ બોસે તેને સામે બેસાડી અને પોતે ખુરશી પરથી ઊભા થઇને તેની તરફ આવ્યા અને ખભા પર હાથ મૂકીને કહ્યું કે તારો પ્રોજેક્ટ બેસ્ટ છે અને એના કરતાં પણ તું વધારે બેસ્ટ છે. તું ઇચ્છે તો હું તને કવિતાની સિનિયર બનાવી શકું છું. કાલે રાત્રે કવિતાએ નોકરી મેળવી લીધી છે, તો આજે તું રાત્રે ઘરે આવીને નોકરી મેળવી લે. જરૂરિયાતમંદ પરિક્રમા સાંજથી રાત સુધી વિચારતી રહી કે શું કરવું? પરિક્રમાને પણ દૃઢપણે લાગવા લાગ્યું કે અત્યારના સમયમાં આવી જ રીતે આગળ વધાય છે. તે બોસના ઘરે ગઇ. તેણે સુંદર સાડી પહેરી હતી. બોસે તેને સીધા જ બેડરૂમ તરફ દોરી જતા તેના શરીરના પીઠથી નિતંબ સુધીના ભાગને સ્પર્શી લીધો. બોસે પરિક્રમાને પોતાના તરફ ફેરવીને તેના શરીર પરથી સાડી દૂર કરી નાખી. પરિક્રમાનું મન કચવાતું હતું. પહેલીવાર કોઇ પુરુષનો સ્પર્શ થઇ રહ્યો હતો અને તેને તે અકળાવી રહ્યો હતો. મનના મનોમંથનની વચ્ચે તેના બોસે તેને બેડ પર બેસાડીને સૂવાડી દીધી. તેના શરીર પર રહેલાં કપડાં ઝડપથી દૂર કરી તેનાં અંગો સાથે ચેનચાળા કરવા લાગ્યો. પરિક્રમાને તેનાં અંગો પર ફરતો હાથ દાઝી રહ્યો હતો અને અચાનક જ તેના મોંમાંથી ચીસ નીકળી ગઇ અને તે પીડા ફક્ત તેના શરીર પર જ નહીં, મન સુધી પહોંચી ગઇ હતી. વહેલી સવારે પોતાનાં ચૂંથાયેલાં તન-મનને લઇને તે ઘરે આવી અને સમયસર ઓફિસ પહોંચી. ઓફિસ પહોંચતા પોતાના ટેબલ પર તેણે ગુલદસ્તાની સાથે જોઇનિંગ લેટર પડેલો જોયો. પોતે ખુશ થવું કે દુ:ખી થવું તે તેના માટે સમજવું મુશ્કેલ હતું. નોંધ : પોતાની જવાબદારી અને જરૂરિયાતના કારણે ઘણી યુવતીઓની આવી દશા થતી હોય છે. સાથે જ કેટલીકવાર અણઆવડતવાળી યુવતીઓની તુલનામાં હોંશિયાર યુવતીઓને ઘણું સહન કરવું પડતું હોય છે, પરંતુ તેના કારણે અવળે રસ્તે જવું યોગ્ય નથી. જો તમારી પાસે આવડત છે અને તમે હોશિયાર છો તો તમને જીવનમાં સફળતા જરૂર મળશે. કવિતાની જેમ શોર્ટકટ સ્વીકારવાની જરૂર નથી અને પરિક્રમાની જેમ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર પણ નથી, કારણકે શરીર પર પડેલા ઘા ભૂલી શકાય પણ મનને મળેલી પીડા ક્યારેય ભૂલી શકાતી નથી. medha.pandya@ gmail.com

અન્ય સમાચારો પણ છે...