ફિટનેસ મંત્ર:પીઠ સીધી રાખીને બેસવામાં મદદ કરતી એક્સરસાઇઝ

14 દિવસ પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

ઘણી વ્યક્તિઓને ખભા નમાવીને બેસવાની આદત હોય છે. આ કારણે તેમનું પોશ્ચર બગડે છે અને વ્યક્તિત્વ પ્રભાવશાળી નથી લગતું. આ કારણે જ વડીલો હંમેશાં સીધા બેસવાની સલાહ આપતા રહે છે. કેટલીક સરળ એકસરસાઇઝની મદદથી આ આદતમાં પરિવર્તન લાવી શકાય છે. તો ચાલો, જાણીયે કેટલીક ખાસ એક્સરસાઇઝ...

ગળે લગાવો
ખુરશી પર સીધા બેસી જાઓ અને બંને હાથને ક્રોસ કરીને કરીને પોતાની જાતને ગળે લગાવવાની અ‌સ્થામાં આવો. હવે હાથને ખોલતાંખોલતાં ધીમે-ધીમે પાછળની તરફ લઇ જાઓ અને છાતીને બહારની તરફ કાઢો. આ પ્રક્રિયાને શરૂઆતમાં દસ વાર કરો અને પછી સુવિધા પ્રમાણે સંખ્યા વધારતા જાઓ.

હાથ ફેરવો
બંને હથેળીઓને સાથળ પર રાખીને ખુરશી પર સીધા બેસી જાઓ. જમણા હાથને ઉપાડીને પાછળની તરફ ફેરવીને ફરી સાથળ પર રાખો. આવું કરતી વખતે માથુું પણ એ દિશામાં ફરવું જોઇએ. હવે ડાબા હાથથી પણ આ પ્રક્રિયાનું જ પુનરાવર્તન કરો. આ વ્યાયામને 10-10 વખત બંને હાથથી કરો.

દાઢી દબાવો
પીઠ સીધી કરીને બેસી જાઓ. હવે બંને હથેળીઓને સાથળ પર રાખીને માત્ર ખભાને ફેરવીને પાછળની તરફ લઇ જાઓ. પછી તસવીરમાં દર્શાવ્યા પ્રમાણે દાઢીને આંગળીથી દબાવી દો. 4-5 સેકંડ આ મુદ્રામાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પરત ફરો. આ પ્રક્રિયાનું 10 વખત પુનરાવર્તન કરો.

ધનુર્ધરની મુદ્રા
ખુરશી પર સીધા બેસી જાઓ. હવે બંને હાથને સામેની તરફ લાવીને હથેળીઓને જોડો. હવે કમરથી જમણી તરફ પાછળ વળીને જમણા હાથને પણ પાછળ લઇ જાઓ અને જાણે તીર ચલાવી રહ્યા હો એવી મુદ્રામાં બેસો. હાથ પાછળ લઇ જતી વખતે મુઠ્ઠી બાંધી લો. પાછળ વળતી વખતે માથું અને ખભો પણ પાછળ લઇ જવાના છે. હવે ધીરેધીરે પહેલાંની સ્થિતિમાં આવી જાઓ. બંને હાથથી આ પ્રક્રિયાનું 10-10 વાર પુનરાવર્તન કરો.

પાછળ નમો
સીધા બેસી જાઓ અને બંને હથેળીઓને બહારની તરફ ખોલીને માથાની આસપાસ રાખો. હવે છાતીને આગળ લાવીને માથાને પાછળની તરફ નમાવો. આ પછી 4-5 સેકંડ રોકાઇને આગળની તરફ નમો. આ પ્રક્રિયા દરમિયાન બંને કોણીઓને જોડી રાખો.

અન્ય સમાચારો પણ છે...