ફિટનેસ મંત્ર:વજન ઘટાડવું હોય તો કરવા જેવી એક્સરસાઇઝ...

એક મહિનો પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

વજન ઘટાડવાના અનેક પ્રયાસોમાં વ્યાયામ સૌથી ટોચ પર આવે છે. વજન ઘટાડવાની એક્સરસાઇઝ કરવામાં મદદ કરતી એક્સરસાઇઝનું લિસ્ટ બહુ લાંબું છે. હાલમાં વજન ઘટાડવા માટે એવી કેટલીક એક્સરસાઇઝ લોકપ્રિય બની છે જે વજન ઘટાડવામાં બહુ મદદ કરે છે. જોકે આ એક્સરસાઇઝ કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.આ એક્સરસાઇઝ વહેલી સવારે ખાલી પેટ કરવાની છે. શરૂઆતમાં ભલે એને થોડા સમય માટે કરો

હાથ-પગની લયાત્મક ગતિ
આ વ્યાયામમાં હાથ અને પગનું લયાત્મક રીતે કોઓર્ડિનેશન કરવાનું છે. આમાં એક પગ પાછળ જઇને જે પગ સ્થિર છે એને ક્રોસ કરશે અને એ જ ક્ષણે હાથ પાછળ એકબીજાને તાલી આપશે. આ પછી હાથ ઉપર તરફ જઇને એકબીજાને તાળી આપશે. આ પછી પહેલો પગ સ્થિર રહેશે અને બીજો પગ પાછળથી ક્રોસ કરશે. આ એક્સરસાઇઝનું ઓછામાં ઓછું 100 વખત પુનરાવર્તન કરો.

કમરની લયાત્મક ગતિ
આ દોલન જેવી ક્રિયા છે જે લયાત્મક હોવી જોઇએ. પગને થોડા ફેલાવીને ઉભા રહી જાઓ. બંને હાથને ઉપર કરીને કમરને ડાબી-જમણી બાજુ ગતિ આપવાનીા છે. યાદ રાખો કે આ કમરનું દોલન છે અને એમાં ઠુમકા નથી મારવાના. એ એક્ટિવિટી ઓછામાં ઓછી 100 વખત કરો.

કમર સાથે હાથની ગતિ
આ વ્યાયામમાં કમરની સાથે સાથે હાથને પણ હલાવવાના છે. આ વખતે કમરની ગતિમાં એક હાથ ઉપર જશે અને બીજો પીઠની પાછળ. આ એક્સરસાઇઝ ગતિપૂર્વક ઓછામાં ઓછી 100 વખત કરો.

અન્ય સમાચારો પણ છે...