ફિટનેસ મંત્ર:આરામદાયક નીંદર માટે જરૂરી છે ‘વ્યાયામ’

3 મહિનો પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

જાતને ગળે લગાવો આ વ્યાયામથી પીઠ અને ખભામાં ખેંચાણનો અનુભવ થાય છે. આ સાથે જ પીઠદર્દમાં રાહત મળે છે અને વધારી સારી નીંદર આવે છે. આવી રીતે કરો : સીધા ઊભા રહીને ઊંડો શ્વાસ લઇને હાથને પહોળા કરો. આ પછી તસવીરમાં દર્શાવ્યા પ્રમાણે શ્વાસ છોડીને પોતાની જાતને જોરથી ગળે લગાવો. આ પછી ખભાને આગળની તરફ ખેંચીને શ્વાસ લો. આ સ્થિતિમાં 30 સેકંડ સુધી રહો અને પછી શ્વાસ છોડીને સામાન્ય અવસ્થામાં પાછા આવી જાઓ. પંજા જોડીને બેસો આ વ્યાયામથી પગ અને કરોડરજ્જૂમાં ખેંચાણ અનુભવાશે અને સ્નાયુઓને રાહત મળશે જેના કારણે સારી રીતે નીંદર આવશે. આવી રીતે કરો : જમીન પર બેસી જાઓ અને બંને પગને વાળીને તસવીરમાં દર્શાવ્યા પ્રમાણે પંજાને એકબીજા સાથે જોડી લો. જાણે હવામાં પતંગિયું ઉડતું હોય એવી રીતે પગના ઘૂંટણને ઉંચકીને હવામાં ઉપર-નીચે કરો. આવું સતત 15થી 20 સેકંડ માટે કરો. આવું 3-4 વખત કરી શકો છો.

પગને આપો આરામ જે લોકો લાંબા સમય સુધી બેસીને કામ કરે છે તેમના માટે આ અભ્યાસ લાભદાયક સાબિત થાય છે. આનાથી કમર અને પગને આરામ મળશે. આવી રીતે કરો : તસવીરમાં દર્શાવ્યા પ્રમાણે બંને પગને સામેની તરફ ફેલાવીને બેસો. હવે બંને હાથ સામેની તરફ લઇ જઇને આગળની તરફ વળો. હવે વળતાં-વળતાં માથાને ઘૂંટણ પર ટેકવવાનો પ્રયાસ કરો પણ શરીરને વધારે પડતું કષ્ટ ન આપો. આ સ્થિતિમાં 2થી 3 મિનિટ રોકાઇને પહેલાંની સ્થિતિમાં આવી જાઓ. હવામાં ઉઠાવો પગ આ વ્યાયામથી ખભા, પીઠ અને ગરદનના દુખાવામાં રાહત મળે છે. પગમાં ખેંચાણ અનુભવવાને લીધે સ્નાયુઓને પણ રાહત મળે છે. આવી રીતે કરો : જમીન પર સીધા સુઇ જાઓ. હવે બંને પગને ઉપર તરફ હવામાં ઉંચા કરો અને હાથને તસવીરમાં દર્શાવ્ય પ્રમાણે કમર પાસે સીધા રાખો. આવી સ્થિતિમાં 5-7 મિનિટ રહો. જો સંતુલન સાધવામાં મુશ્કેલી પડી રહી હોય તો પગને દીવાલનો ટેકો આપી શકો છો. પગને ધીમે ધીમે વાળીને પહેલાંની સ્થિતિમાં પાછા આવી જાઓ.

અન્ય સમાચારો પણ છે...