ફિટનેસ મંત્ર:કસરત વધારે પગની તાકાત અને જોમ

10 દિવસ પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

કેટલાક લોકો લાંબા સમય સુધી એક જ જગ્યાએ ઉભા નથી રહી શકતા. દસ-પંદર મિનિટ સુધી ઉભા રહ્યા પછી તેમને ક્યાંય બેસી જવાનું મન થઇ જાય છે અને પગમાં થાક લાગવા લાગે છે. જો તમને પણ આવું થતું હોય તો તમારે ઉભા રહેવાની ક્ષમતામાં વધારો કરવાની જરૂર છે. આ સંજોગોમાં કેટલીક કસરત નિયમિત રીતે કરવામાં આવે તો પગના સ્નાયુઓ મજબૂત થાય છે અને પગમાં શક્તિ આવે છે.

 ક્યારેક ઉપર ક્યારેક નીચે કોઇ ભારે ટેબલ કે ખુરશીનો ટેકો લઇને સીધા ઉભા રહી જાઓ. એક હાથ કમર પર રાખો અને બીજા હાથથી ટેબલને પકડો. હવે બંને પગની એડી ઉંચી કરીને શરીરનો બધો ભાર પગના પંજા પર લાવો. આ પછી પગને સામાન્ય સ્થિતિમાં લાવીને પંજા ઊંચા કરો અને એડી પર શરીરનો ભાર રાખો. આ પ્રક્રિયાનું 20 વખત પુનરાવર્તન કરો.

 વોલ પુશઅપ્સ દીવાલની તરફ મોં કરીને એક હાથ જેટલા દૂર ઉભા રહી જાઓ. હવે હાથની કોણીને દીવાલ પર ટેકવો. હાથ સમકોણ પર સેટ થઇ શકે એવી રીતે કોણી અને ખભાને એક લાઇન પર લાવો. ચહેરો દીવાલની નજીક હશે જ્યારે પગ એક હાથના અંતર પર રહેશે. પીઠ અને ગરદન સીધી રાખો. ક્ષમતા અવસ્થા પ્રમાણે આ સ્થિતિ જાળવી રાખો.

 પગનું સંતુલન સીધા ઊભા રહી જાઓ અને બંને હાથ કમર પર રાખો. જમણો પગ થોડો ઉપર કરો અને ડાબા પગના ટેકે ઉભા રહો. હવે તસવીરમાં દર્શાવ્યા પ્રમાણે જમણો પગ થોડો પહોળો કરીને જમીન પર ફેલાવો અને જગ્યા બદલો. જગ્યા બદલતી વખતે જ ડાબો પગ થોડો ઉપર રાખો અને જમણા પગથી થોડી સેકંડ માટે સંતુલન જાળવો. આ પ્રક્રિયાનું 20 વખત પુનરાવર્તન કરો.

 આગળ-પાછ‌ળ કદમતાલ ટેબલ તરફ મોં સીધું કરીને સીધા ઉભા રહી જાઓ અને હાથને ટેબલ પર રાખો. ગરદન અને પીઠ સીધી રાખો. હવે આરામથી જમણા પગને પાછળની તરફ સીધા લઇને જાઓ. ક્ષમતા પ્રમાણે પગને જેટલો પાછળ લઇ જઇ શકો એટલો પાછળ લઇ જાઓ. આ પછી સામાન્ય અવસ્થામાં પાછો આવો. આ એક્સરસાઇઝ એક પગથી 10-15 વખત કરો. આ પ્રક્રિયાનું બીજા પગ સાથે પણ પુનરાવર્તન કરો.

અન્ય સમાચારો પણ છે...