સલામતી:નવરાત્રિ માણો મન ભરીને પણ...

રેખા ઠક્કર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિ દરમિયાન તમારી જાણ બહાર ખાવાપીવાની વસ્તુઓમાં નશીલા પદાર્થો ભેળવી દે એવી શક્યતા વધી જાય છે. આવું ન થાય એ માટે સતર્ક રહેવું દરેક યુવતી માટે જરૂરી છે

નવરાત્રિમાં યંગસ્ટર્સ જ્યારે નવ રાત સુધી ગરબા મહોત્સવમાં રમમાણ થવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય છે ત્યારે આ તકનો ફાયદો ઉઠાવીને ચોર અને લૂંટારા ઘરફોડી કરતા હોય છે. આ સમયગાળામાં મોડી રાત સુધી ઘરમાં રહેતી યુવતીઓની હેરાનગતિના કિસ્સા પણ પ્રકાશમાં આવે છે. આ સંજોગોમાં માતા-પિતાને બાળકોની સલામતીની ચિંતા થાય એ સ્વાભાવિક છે. જોકે કેટલાક મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવે તો નવરાત્રિની મન ભરીને મજા માણી શકાય છે. Â પરિવારને રાખો માહિતગાર : તમારા મિત્રો અને પરિવારને તમે ક્યાં જઇ રહ્યા છો અને કોની સાથે જઇ રહ્યા છો એની તમામ વિગતો આપી રાખો. તમે ગમે ત્યાં જાઓ પણ કોઇ પણ સંજોગોમાં પરિવારની ઓછામાં ઓછી એક વ્યક્તિને તમારાં લોકેશનની જાણકારી હોવી જ જોઇએ જેથી કટોકટીના સંજોગોમાં તમારો તરત સંપર્ક સાધી શકાય. Â સતર્ક રહો : નવરાત્રિનાં વાતાવરણમાં ગમે તેટલા રમમાણ હો પણ આસપાસની પરિસ્થિતિ વિશે સતર્ક રહો. જો કોઇ અજાણી વ્યક્તિ તમને હેરાન કરતી હોય તો તરત નજીકનાં પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. જો તમારી આસપાસની કોઇ વ્યક્તિનું વર્તન શંકાસ્પદ લાગે તો એ વ્યકિતથી દૂર થઇ જાઓ પણ ગાફેલ ન રહો. Â ખાવાપીવામાં સાવધાની : નવરાત્રિ દરમિયાન તમારી જાણ બહાર ખાવાપીવાની વસ્તુઓમાં નશીલા પદાર્થો ભેળવી દે એવી શક્યતા વધી જાય છે. આવાં ષડયંત્રનો ભોગ ન બની જવાય એ માટે કોઇપણ નવ પરિચિત કે અજાણી વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવેલું ભોજન અથવા તો ખુલ્લું પાણી કે કોલ્ડડ્રિન્ક ક્યારેય ન સ્વીકારો. જો તમારું પોતાનું ભોજન કે ડ્રિન્ક હોય તો પણ એને ક્યારેક ખુલ્લું મૂકીને આસપાસ ન જાઓ અને જો જવું જ પડે તો પછી એનું ફરીથી સેવન ટાળો. કોઇ વ્યક્તિ કે મિત્ર પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. હંમેશા ગ્રુપમાં જ રહો અને એકલા ફરવાનું ટાળો. ગરબા રમવા માટે જગ્યાની પસંદગી કરતી વખતે એ ધ્યાન રાખો કે ત્યાં પૂરતી પ્રકાશ વ્યવસ્થા હોય. પૂરતો પ્રકાશ ન હોય એવી જગ્યા ક્યારેક સલામતી માટે ખતરનાક સાબિત થાય છે. Â પૈસા અને મોબાઇલની સલામતી : શક્ય હોય તો ચણિયાચોળીમાં નાનકડા ખિસ્સાંની વ્યવસ્થા રાખો જેમાં તમે થોડા પૈસા અને મોબાઇલ રાખી શકો. આ બંને વસ્તુઓની કટોકટીના સમયમાં બહુ જરૂર પડે છે. ગરબા રમવા જતી વખતે ફોન ન લઇ જવાની ભૂલ ન કરો. ગરબા રમતી વખતે ફોન કે પર્સ જેવી વસ્તુઓ સાચવવાની જવાબદારી ન લેવી ગમે એ સ્વાભાવિક છે પણ ફોન લીધા વગર જવાથી ક્યારેક કટોકટીના સમય દરમિયાન સંપર્ક કરવાનું શક્ય નથી બનતું. આમ, ફોન હંમેશાં હાથવગો રાખવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...