તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસથાળ:શ્રાવણમાં માણો સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદમેળો

રિયા રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફરાળી કટલેસ સામગ્રી : બટાકા-4 નંગ, સૂરણ-1 કપ, બીટ-1 નંગ, ગાજર-1 નંગ, કેપ્સિકમ-1 નંગ, આરારૂટ-2 ચમચી, લીલાં મરચાંં-3 નંગ, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, ચાટ મસાલો-અડધી ચમચી, ધાણાજીરું-1 ચમચી, સિંધાલુણ- સ્વાદ મુજબ, ખજૂર-આંબલી ચટણી, ગ્રીન ચટણી, દાડમના દાણા, કોથમીર, ફરાળી ચેવડો રીત : સૌપ્રથમ બટાકા અને સૂરણને બાફી લો. ગાજર, બીટને છીણીને પાણી કાઢી લો. કેપ્સિકમ ઝીણા સમારી લો. હવે એક બાઉલમાં બાફેલાં બટાકા અને સૂરણનો માવો કરી લો. તેમાં ગાજર, બીટ, કેપ્સિકમ, આરારૂટ અને બધા મસાલા ઉમેરી મિક્સ કરી લો. તૈયાર કરેલા સ્ટફિંગમાંથી કટલેસ બનાવી આરારૂટમાં રગદોળી લો. ગરમ તેલમાં તળી લો. હવે પ્લેટમાં કટલેસ લઈ તેની ઉપર ગ્રીન ચટણી, ખજૂર-આંબલી ચટણી, ફરાળી ચેવડો, દાડમ દાણા, કોથમીર ઉમેરી સર્વ કરો. તૈયાર છે એકદમ ટેસ્ટી ચટપટી ફરાળી કટલેસ ચાટ. હરિયાળી

સામગ્રી : સાબુદાણા-1 કપ, શિંગદાણા-અડધો કપ, બાફેલા બટાકા-2 નંગ, કોથમીર-1 કપ, લીલાં મરચાંં-2 નંગ, લીમડાનાં પત્તા-7 થી 8 નંગ, મીઠું-સ્વાદ મુજબ, જીરું-2 ચમચી, મરી પાઉડર-1 ચમચી, ખાંડ-1 ચમચી, લીંબુનો રસ-અડધી ચમચી, આદુંનો ટુકડો-1 નંગ, ઘી-4 ચમચી રીત : સૌપ્રથમ સાબુદાણાને સાતથી આઠ કલાક પલાળીને નિતારી લેવા. શિંગદાણાને એક પેનમાં શેકી મિક્સરમાં ક્રશ કરી લો. હવે મિક્સરમાં કોથમીર, મરચાંં અને આદું ઉમેરી પેસ્ટ બનાવી લેવી. પેનમાં ઘી લઈ તેમાં જીરું, શિંગદાણા, લીમડો સાંતળી કોથમીર મરચાંંની પેસ્ટ ઉમેરો. બટાકાને મધ્યમ સમારી સાંતળો. છેલ્લે સાબુદાણા ઉમેરી લીંબુનો રસ અને કોથમીર ઉમેરી ગરમ ગરમ હરિયાળી સાબુદાણાની ખીચડી સર્વ કરવી. ફરાળી ઢોકળાંં સામગ્રી : સામો-અડધો કપ, સાબુદાણા-2 ચમચી, દહીં-1 ચમચી, આદું પેસ્ટ-અડધી ચમચી, મરી પાઉડર-અડધી ચમચી, જીરું-1 ચમચી, કોથમીર-અડધી ચમચી, તેલ-1 ચમચી, મીઠું- સ્વાદ મુજબ, લીમડાનાં પાન-4થી 5 રીત : સામો અને સાબુદાણાને મિક્સરમાં ક્રશ કરવા. તેમાં ખાટું દહીં નાખી અને દસ મિનિટ સાઈડમાં રાખો. હવે આદુંની પેસ્ટ અને મીઠું ઉમેરી બધું યોગ્ય ફીણો. ત્યારબાદ એક થાળીમાં તેલ લગાવી તૈયાર કરેલું ખીરું થાળીમાં પાથરી ઉપર મરી પાઉડર ભભરાવવો. ધીમા ગેસ પર ઢોકળાંને દસથી પંદર મિનિટ ચડવા દો. હવે વઘારીયામાં એક ચમચી તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે જીરું અને લીમડાનાં પાનનો વઘાર તૈયાર કરી રેડવો. કોથમીરથી સજાવી કાપા પાડીને ગરમ ગરમ આરોગો. રાજગરા શીરો

સામગ્રી : રાજગરાનો લોટ-1 કપ, ખાંડ-1 કપ, દૂધ-1 કપ, પાણી-1 કપ, ઈલાયચી પાઉડર-1 ચમચી, ઘી-4 ચમચી રીત : દૂધ અને પાણીને ગરમ કરી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકો અને લોટ ઉમેરી બદામી રંગનો શેકો. હવે તેમાં ગરમ પાણી અને દૂધ ઉમેરો. મિશ્રણ ઉકળે એટલે ખાંડ ઉમેરવી. ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો. એલચી પાઉડર ઉમેરીને સર્વ કરો. ફરાળી થેપલાંં અને મરચાંં સામગ્રી : છીણેલી દૂધી-1 કપ,રાજગરાનો લોટ-1 કપ, લીલાં મરચાંંની પેસ્ટ-1 ચમચી, મીઠું-સ્વાદ અનુસાર, કોથમીર-પા કપ મરચાંં માટે સામગ્રી: મરચાંં-6થી 7 નંગ, અધકચરાં શિંગદાણા-3 ચમચી, શેકેલા તલ-3 ચમચી, કોપરાની છીણ-2 ચમચી, આમચૂર પાવડર-1 ચમચી, ખાંડ-1 ચમચી, સિંધાલૂણ- જરૂર મુજબ, બાફેલાં બટાકા-2 નંગ, તેલ-1 ચમચી, જીરું-1 ચમચી, લીમડો-5થી 6 પાન રીત : બધી સામગ્રી મિક્સ કરીને સરસ લોટ બાંધવો. ત્યારબાદ રાજગરાનો લોટ અટામણમાં લઈને થેપલાં વણી લો. ઘી અથવા તો તેલ વડે બંને સાઇડ સરસ શેકી લો. તૈયાર છે દૂધીનાં ફરાળી થેપલાં. સ્વાદિષ્ટ ફરાળી મરચાંં બનાવવા મરચાંંને ધોઈ વચ્ચે કાપો પાડી અને બી કાઢી લો. તલ અને મગફળીને શેકી મિક્સરમાં ક્રશ કરી લો. બટાકાને સ્મેશ કરી ઉપરોક્ત બધી વસ્તુઓ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરી લો. સ્ટફિંગ મરચાંંમાં ભરી દો. પેનમાં તેલ મૂકી જીરું, લીમડાનો વધાર કરી મરચાંને વધારી દો. આ ફરાળી મરચાંં ફરાળી થેપલાં અને પૂરી સાથે સરસ લાગે છે. સામગ્રી : મોળું દહીં-1 કપ, દૂધની મલાઈ-1 ચમચી, દળેલી સાકર-2 ચમચી, ફ્રેશ બીટ-1 નંગ, કુણી કાકડી-1 નંગ, દાડમના દાણા-3 ચમચી, શિંગદાણાનો ભૂકો-1 ચમચી, મીઠું-ચપટી, મરી પાઉડર-પા ચમચી, કોથમીર-1 ચમચી રીત : સૌપ્રથમ બીટ તથા કાકડી ધોઈને છીણી લો. ત્યારબાદ દહીંમાં મલાઈ, મીઠું, ખાંડ, શિંગદાણાનો ભૂકો અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરી લો.મલાઈ નાખવાથી ક્રીમી ટેસ્ટ આવશે.એ પછી છીણેલી કાકડી, બીટ તથા દાડમના દાણા મિક્સ કરી મરી પાઉડર અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

અન્ય સમાચારો પણ છે...