1.કંઇ પણ બોલતાં કે પ્રતિક્રિયા આપતાં પહેલાં એકથી દસ સુધી ગણતરી કરો. 2.જો ચિંતા થતી હોય તો ધીમેથી ઊંડા શ્વાસ તમને માનસિક રીતે હળવાશનો અનુભવ ન થાય ત્યાં સુધી લો. 3. ચાલવાનું રાખો. ભલે એક રૂમમાંથી બીજા રૂમમાં જાવ અથવા એક જ કમરામાં આંટા મારો. એનાથી તમને માઇન્ડ ડાઇવર્ટ કરવામાં મદદ મળશે. 4. જો કોઇ બાબત મહત્ત્વની ન હોય તો એને એ સમય પૂરતી ટાળી દો અને તેનો પછી જવાબ આપો. આ બાબત સ્ટ્રેસભર્યા ઇ-મેઇલ કે ચેટ પર વાદ-વિવાદ માટે ઉપયોગી થાય છે. 5. મોટી સમસ્યાનો એકસાથે સંપૂર્ણપણે ઉકેલ લાવવાને બદલે તેને નાના નાના હિસ્સામાં હલ કરો. 6. જો ડ્રાઇવ કરતી વખતે તમને અન્ય લોકો પર ખૂબ ગુસ્સો આવતો હોય તો તમારી કારમાં મગજ શાંત રાખે તેવું મ્યુઝિક વગાડી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.