તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્સ સેન્સ:આલિંગન - પ્રેમનો હૂંફાળો અનુભવ

મેધા પંડ્યા ભટ્ટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિય પાત્ર કોઇ કારણોસર દુખી હોય તો તેના માટે આલિંગન એક હૂંફનું કાર્ય કરે છે અને શાંતિ આપે છે

આકે તેરી બાહો મેં, હર શામ લગે સિંદૂરી… બાંહો કે દરમિયાં, દો પ્યાર મિલ રહે હૈ… બાંહો મે ચલે આ... હમસે સનમ ક્યાં પરદાં… આલિંગન કોને ન ગમે? આલિંગન દરેક વ્યક્તિ માટે એક એવી દવા છે, જે વ્યક્તિને વ્યક્તિના હોવાનો અને તેની પ્રત્યેની લાગણીનો અહેસાસ કરાવે છે. કોઇના પણ આલિંગનમાં આવવાથી કે કોઇને પણ આલિંગનમાં લેવાથી મનને અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. વિરહમાં રહેતી બે વ્યક્તિઓ જ્યારે લાંબો સમય પછી એકબીજાને મળે છે, ત્યારે એકબીજાનાં આલિંગનનો સુખદ અનુભવ, પ્રેમનો અનુભવ, આત્મીયતાનો અનુભવ અને આકર્ષણનો અનુભવ કરે છે. પ્રિય પાત્રના આલિંગનમાં રહેવું તે મૌન દ્વારા પ્રેમ, સ્પર્શ અને આકર્ષણને વ્યક્ત કરવાની એક અનોખી અને પ્રિય કળા છે. જ્યારે પ્રિય પાત્ર તમારાથી રીસાઇ જાય, તે દુખી હોય, રડતું હોય તો આવા સમયે એક હૂફાળું આલિંગન તેને ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેને પોતાની સાથે કોઇ ખાસ વ્યક્તિ હોવાનો અનુભવ થાય છે. એ જ રીતે પ્રેમમાં જ્યારે તડપ હોય, શારીરિક આકર્ષણ વધી રહ્યું હોય, મિલનની ઉત્કંઠા હોય, મનમાં કેટકેટલાય અરમાનો હોય તેવા સમયે પ્રિય પાત્રના સામે આવતાની સાથે જ તેને કસીને કરવામાં આવતું આલિંગન, ભીંસીને ભેટી પડવાની ક્રિયા એ પણ શરીરમાં અલગ જ પ્રકારના હોર્મોન્સને તીવ્ર બનાવે છે. આલિંગન તમે ક્યારે, કેવા સમયે, કેવી પરિસ્થિતિમાં કરી રહ્યા છો તે પણ મહત્ત્વનું છે. પ્રિય પાત્રને આલિંગનમાં લઇને તેના તરફ શારીરિક આકર્ષણની ક્રિયા તરફ વળાંક લઇ રહ્યા હોય અને બંનેને એકબીજાનાં આલિંગનમાં સુખદ સહવાસનો આનંદ માણવાની ઇચ્છા હોય તો તે આલિંગન બંનેને કામુક બનાવનાર બની જાય છે. પ્રિય પાત્ર કોઇ કારણોસર દુખી હોય તો તેના માટે આલિંગન એક હૂંફનું કાર્ય કરે છે. તેને તે સમયે કોઇ તેનો આધાર કે તેનો સાથી તેની પાસે હોય તેવો અનુભવ થાય છે. ક્યારેક પ્રિય પાત્ર તેના કાર્યને લઇને ખૂબ થાકી ગયું હોય કે માનસિક તાણ અનુભવતું હોય ત્યારે પણ સુખદ આલિંગન તેને સાંત્વના આપે છે. સોમ અને વીણાની સગાઇ થઇ છે અને બંને એકબીજા માટે ખૂબ જ પરફેક્ટ પાત્ર છે. પોતાના લગ્નની તૈયારીઓમાં બંને વ્યસ્ત છે. પોતપોતાના કુટુંબ સાથે લગ્નની ખરીદી અને તૈયારીઓ કરી રહ્યા છે. બંને દિવસના અંતે એકવાર ફોન પર દિનચર્યાની ચર્ચા કરી લે છે. એક દિવસ વીણા તેની ભાભી સાથે લગ્નની ખરીદી કરવા ગઇ હતી તો તેનું પૈસાનું પર્સ ક્યાંક પડી ગયું. આ પર્સમાં દસ હજાર રૂપિયા કેશ અને તેના જરૂરી આઇડી પ્રૂફ હતા. તે દિવસે રાત્રે તે સોમ સાથે વાત ન કરી શકી અને ઉદાસ રહી. ઘરમાં કોઇએ પણ તેને કંઇ કહ્યું નહોતું પણ તેમ છતાંય તે ઉદાસ થઇ ગઇ હતી. સોમને કંઇક અજુગતુ થયાનો અનુભવ થયો અને તેણે વીણાની ભાભીને ફોન કર્યો. તેમણે બધી વાત કરી. સોમે વીણાની ભાભીને કહ્યું કે હું તેને ઘરે મળવા આવીશ પણ તેને કહેતા નહીં. સોમ વીણાને મળવા તેના ઘરે પહોંચ્યો. ઘરમાં ફક્ત વીણાની મમ્મી અને ભાભી જ હતા. ભાભીને સાથે વાત થઇ હતી તેથી તેમણે કહ્યું કે વીણા રૂમમાં છે, તમે તેને મળો હું ત્યાં ચા-નાસ્તો લઇને આવું છું. વીણાના રૂમમાં જતા સોમે જોયું કે તે બારી પાસે ઊભી રહીને ઊંડા વિચારમાં હતી. તેણે તેની નજીક જઇને પાછળથી તેને પોતાના બંને હાથ વડે બાહોપાશમાં લઇ લીધી. અચાનક થયેલી આ ક્રિયાથી વીણા ગભરાઇને પાછું વળી. સોમને જોતા જ તે તેને ભેટી પડી અને તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. સોમે તેના માથા પર અને વાળમાં હાથ ફેરવીને શાંત પાડી. વીણા નોર્મલ થઇ. અચાનક સોમને જોતા, તેના પ્રિય પાત્રને નજીક હોવાનો અનુભવ કરતા તે પોતાના મનનો ભાર સાચવી ન શકી અને રડીને ઠાલવી દીધો. તેના મનમાં જે વ્યથા હતી તે સોમના આવવાથી દૂર થઇ ગઇ. તેને ભેટીને અને આલિંગનમાં લપાઇને તે દરેક દુખ ભૂલી ગઇ. પ્રિયપાત્રનું આલિંગન જે કાર્ય કરે છે, તેમાં જે પ્રેમની હૂંફ છૂપાયેલી હોય છે, તેની કોઇ વ્યાખ્યા નથી. તે પ્રેમનું અદ્્ભૂત મિલન હોય છે. એકબીજાનો સ્પર્શ જ એકબીજા માટે પૂરતો બની રહે છે. તેથી જ તો આલિંગનમાં રહેવા દરેક વ્યક્તિ આતુર હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો