તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્સ સેન્સ:આંખોના ઇશારાની અકળામણ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આંખ એ દિલનો દરવાજો છે અને હૃદય સુધી પહોંચાડે છે. જે વ્યક્તિ આંખના રસ્તે દિલમાં ઊતરી જાય છે તે આજીવન એ સ્થાનની માલિક બની જતી હોય છે
 • તમારા પ્રિય પાત્ર પ્રત્યે તમને કેટલો પ્રેમ અને આકર્ષણ છે, તેનો ભાવ તમારી આંખમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે

- મેધા પંડ્યા ભટ્ટ

આંખો હી આંખો મેં ઇશારા હો ગયા બૈઠે બૈઠે જીને કા સહારા હો ગયા…. દરેક વ્યક્તિના જીવનમાં કોઇકની સાથે જો આંખનો ટકરાવ થયો જ હશે અને પ્રેમની ભાષાને આંખથી સમજવાનો અને કહેવાનો પ્રયાસ થયો જ હશે. કોઇ અજાણ્યા ચહેરાને જોઇને દિલમાં હલચલ થાય અને તે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. આપણી આંખ સામેવાળાની આંખના ભાવને સમજી શકે તે પણ ખૂબ રોમાંચક ઘટના હોય છે. જ્યારે જીવનમાં કોઇ પ્રિય વ્યક્તિ સાથે આંખના ઇશારામાં વાતો કરવાની તક મળે કે આંખના ઇશારાથી પ્રેમને રજૂ કરવાની ક્રિયા બને તો તે સૌથી સુંદર સમય હોય છે.

કહેવાય છે કે આંખ એ દિલની વાતને ખૂબ સરળતાથી સમજી શકે છે. જ્યારે બે પાત્ર એકબીજાને ચાહતા હોય અને અનેકની ભીડમાં પણ એકબીજા પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરવાનો હોય તો આંખ તેમાં મદદરૂપ બને છે. એકબીજાને જે ભાવથી જોવામાં આવે છે તે જ બંનેને આકર્ષિત કરી દેતા હોય છે. મસ્તીભરી, પ્રેમાળ, કાતિલ, શરમાળ, આકર્ષક, જાદુગરી, મોહક, લલચાવનાર જેવી અનેક ક્રિયાઓ આંખ દ્વારા દર્શાવી શકાતી હોય છે. આંખ એ અંગ છે જે તમને અન્ય પ્રત્યે આકર્ષિત કરે છે. તમારા કોઇ પ્રિયપાત્ર પ્રત્યે તમને આકર્ષિત કરે છે. તમારા પ્રિય પાત્ર પ્રત્યે તમને કેટલો પ્રેમ અને આકર્ષણ છે તેનો ભાવ તમારી આંખમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે અને સામે તમારું પ્રિય પાત્ર પણ તે ભાવનો અનુભવ કરી શકે છે. સીમા અને મલ્હારના લગ્ન થવાનાં હતાં. બંને હાલમાં સગાઇ પછી સગાસંબંધીઓને ત્યાં મળવા જવાનો અને સાથે જ બહાર ફરવાના તેમના ગોલ્ડન સમયને માણી રહ્યા હતા. મલ્હાર અને સીમા જ્યારે પણ જમવા માટે કોઇના ઘરે જાય તે સમયે સીમા જે રીતે બધા સાથે હળીમળીને મદદરૂપ થતી તે મલ્હાર જોયા કરતો. અન્ય સાથે વાતચીત દરમિયાન પણ તેની નજર ક્યાંકને ક્યાંક સીમા પર જ રહેતી. આ વાતની સીમા પણ નોંધ લેતી અને તેને એ વાત ખૂબ ગમતી. સીમા મોટાભાગે ડ્રેસ પહેરીને જ ફરવા માટે નીકળતી પણ એક દિવસ તેને સાડી પહેરવાની ઇચ્છા થઇ. મલ્હાર તેના ઘરે આવ્યો તો તે સીમાને જોઇને જોતો જ રહી ગયો. તેની નજર સીમા પરથી હટતી જ નહોતી. સાડીમાં સીમા વધારે સુંદર અને આકર્ષક લાગી રહી હતી.

આજે સીમાના ઘરે જ કેટલાક મહેમાન જમવા આવવાના હતા અને તેમણે મલ્હારને જમવા બોલાવ્યો હતો. મહેમાન જેટલો સમય રહ્યા તે દરમિયાન પણ મલ્હારનું મન સીમા તરફ સતત ખેંચાયા કરતું હતું. બંનેને એકલા મળવાનો સમય જ નહોતો મળી રહ્યો. તેમને વાતચીત કરવાની તક જ નહોતી મળી રહી. જોકે સીમા સમજી ગઇ હતી કે મલ્હારના મનની સ્થિતિ હાલમાં શું છે. મલ્હાર તેને જે રીતે જોતો હતો, તેનાથી તેને પણ એક રોમાંચક અનુભવ થઇ રહ્યો હતો. ક્યારેક મલ્હાર તેને આંખના ઇશારાથી જ જાણે એકલામાં મળવાની આજીજી કરતો હોય તેવી હરકતો કરતો હતો, તો ક્યારેક તેના ભાવ વધારે પડતા લલચાવનારા બની જતા હતા. સામે સીમા પણ બધાની હાજરીમાં આંખના ઇશારા વડે તેની મસ્તી કરતી હોય તેવા ભાવ ઉત્પન્ન કરીને તેની અકળામણનો આનંદ લઇ રહી હતી. મલ્હાર તેને જે રીતે ઉપરથી નીચે નીરખી રહ્યો હતો તેના પરથી બંને જણા જાણે આંખ વડે જ એકબીજા સાથે રોમાંસ કરતા હોય તેવું લાગી રહ્યું હતું. મલ્હાર આંખ વડે પ્રેમનું રસપાન કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. આ ઘટનાને અને પરિસ્થિતિને બંને જણા ખૂબ એન્જોય કરી રહ્યાં હતાં. અનેક લોકોની વચ્ચે પણ ફક્ત આંખના ઇશારાથી પ્રેમને અને એકબીજાને સમર્પિત હોવાનો ભાવ ઉત્પન્ન કરવો પણ એક પ્રકારની કળા છે તે તો પ્રેમમાં હોય તે ખૂબ સારી રીતે જાણતા જ હોય છે.

આંખ એ દિલનો દરવાજો છે અને હૃદય સુધી પહોંચવાનું સૌથી સરળ માધ્યમ ગણાય છે. જે વ્યક્તિ આંખના રસ્તે દિલમાં ઊતરી જાય છે તે આજીવન એ સ્થાનની માલિક બની જતી હોય છે. આંખને દિલની કિતાબ તો ક્યારેક અરીસો પણ કહેવામાં આવે છે. તમને એકબીજા પ્રત્યે આકર્ષિત કરવામાં આંખ જેટલું સરળ માધ્યમ બીજુ કોઇ હોઇ શકે નહી. આંખની વાચા જે સમજી જાય છે તે પ્રેમને પામી લે છે. આંખ પ્રેમ કરી શકે છે અને કરાવી પણ શકે છે. તેના ઇશારા ભલભલાને ભાન ભૂલાવી દે છે. આંખ દ્વારા થતી મસ્તી દરેકને મસ્ત બનાવી દેતી હોય છે.......

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો