તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્સ સેન્સ:અકળામણ ઊભું કરે આકર્ષણ

મેધા પંડ્યા ભટ્ટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એકમેકથી લાંબો સમય દૂર રહેવાનો વારો આવે છે ત્યારે તેની અસર મનની સાથે સાથે તન પર પણ થાય છે

બે ્યક્તિઓ એકબીજા સાથે જ્યારે પ્રેમ, લાગણી અને હૂંફથી જોડાયા હોય તો તેમની વચ્ચે ખાટા-મીઠા, તીખા-કડવા ઝઘડાઓ થતા રહેતા હોય છે. આવા સમયે એકબીજાથી રીસાઇ જવાની ઘટના બને છે અને ક્યારેક તે એક કે બે દિવસ નહીં પણ લાંબો સમય સુધી પણ ચાલે છે. આવા રિસામણાં પછી બેમાંથી એક પણ એકબીજાને મનાવવાનો પ્રયત્ન ન કરે ત્યારે તન-મનમાં પ્રિયપાત્રને લઇને એક પ્રકારની અકળામણ વધતી જાય છે. બંને પોતાના સ્વમાનને વચ્ચે લાવીને અબોલા લઇ લે છે પણ મનમાં ને મનમાં તો વાતચીત કરવાની કે મળવાની અકળામણની અને આકર્ષણની સીમા કંઇક અલગ જ હોય છે. કુસુમ અને દેવાંગના લગ્નને થોડો સમય જ થયો હતો. કુસુમને પિયર જવું હતું તો દેવાંગે તેને થોડા દિવસ પછી જવા માટે કહ્યું. તે વાતને લઇને કુસુમને ખોટું લાગ્યું. આ તરફ દેવાંગને પણ કુસુમની સાથે સમય વિતાવવાની ઇચ્છા હોવાથી તેણે ના પાડી હતી, પણ તે વાતને કુસુમ સમજી ન શકી. કુસુમે તેના પિતા પાસે દેવાંગને ફોન કરાવ્યો, કે તમે દીકરીને મોકલી નથી રહ્યા. આ વાત દેવાંગને પસંદ ન પડી અને તેણે કંઇપણ કહ્યા વિના કુસુમને પિયર રહેવા જવાની પરવાનગી આપી. બંને પોતપોતાની જીદ પર હતા. કુસુમનાં મનમાં હતું કે દેવાંગે તેને પહેલા કેમ પ્રેમથી પિયર જવાનું ન કહ્યું અને દેવાંગના મનમાં થયું કે કુસુમ મને સમજી નથી શકતી અને પિતા પાસે ફોન કરાવી મારુ અપમાન કરાવ્યું. બંને પોતપોતાનાં મનમાં એકબીજા માટે કડવાશ ભરીને બેસી ગયા. કુસુમને પિયર આવ્યાને ચાર દિવસ થયા હતા તો પણ દેવાંગે તેને ફોન કર્યો નહીં. દેવાંગને મનમાં હતું કે તે પોતાની જીદથી ગઇ છે, તો ઇચ્છાથી પાછી આવશે. બીજી બાજુ કુસુમ પણ દેવાંગ ફોન કરે તો જ ફોન કરશે તેવું મનમાં રાખીને ફોન કરતી નહોતી. બંને કારણ વિનાની વાતને લઇને એકબીજાનાં તન-મનથી દૂર થઇ ગયાં હતાં. સમયની સાથે બંનેને એકબીજાની ગેરહાજરીની કિંમત પણ સમજાવા લાગી અને જીવનમાં એકબીજાના સંબંધનું મહત્ત્વ પણ સમજાવા લાગ્યું. બંનેનું સ્વમાન વચ્ચે આવી રહ્યું હતું. પહેલો ફોન કરે કોણ? અને આ ખેંચતાણમાં ક્યાંકને ક્યાંક સંબંધમાં તિરાડ ન પડી જાય તેવો ભય પણ બંનેને સતાવવા લાગ્યો. કુસુમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને સાથે જ દેવાંગ પ્રત્યે ખેંચાણ પણ થવા લાગ્યું. તેણે માતા-પિતાની પરવાનગી લીધી અને ઘરે પાછી જઇ રહી છે તેવું કહીને નીકળી. ઘરની બહાર નીકળતા તેણે દેવાંગને ફોન કર્યો કે તે પાછી આવી રહી છે. દેવાંગ પણ ખુશ થઇ ગયો અને ઓફિસેથી ઘરે નીકળીને ઘરને અને બેડરૂમને સુંદર રીતે ડેકોરેટ કરવા લાગ્યો. કુસુમ જેવી ઘરે પહોંચી તે સજાવેલા ઘરને જોઇને ખુશ થઇ ગઇ. સામે દેવાંગ બે હાથ પહોળા કરીને તેને પોતાના બાહુપાશમાં લેવા ઊભો હતો. કુસુમના આવવાની ખુશી દેવાંગના ચહેરા પર તો ખરી જ પણ તેના દિલમાં કેટલી હતી તે કુસુમ ઘરને જોઇને સમજી ગઇ. બંને એકબીજાને કેટલીય વાર સુધી ખૂબ જોરથી ભેટીને ઊભા રહ્યા. દેવાંગ તેને બેડરૂમમાં દોરી ગયો. અકળાયેલા બે તન-મને એકરૂપ થઇને પ્રેમનો અદ્્ભૂત આનંદ માણ્યો જેમાં બંનેએ લાંબા સમયથી દૂર રહેવાની તમામ અકળામણ અને ઇચ્છાઓ એકમેક સાથે નીચોવી નાખી. બંને લાંબો સમય સુધી એકબીજાના બાહુપાશમાં પડ્યાં રહ્યાં. તન-મનની અકળામણને જાણે તેમણે સંપૂર્ણ ઓગાળી નાખી અને બંનેએ નવી જ તાજગીનો અનુભવ કર્યો. તેમના માટે જાણે તેમના લગ્નજીવનની નવી નવી શરૂઆત થઇ હોય એવો અનુભવ હતો. તમારા મનમાં જ્યારે પ્રિય પાત્ર માટે અકળામણ ઊભી થાય છે અને એકમેકથી લાંબો સમય દૂર રહેવાનો વારો આવે છે ત્યારે તેની અસર તન પર થવા લાગે છે. તેથી જ પોતાનાં પ્રિય વ્યક્તિ તરફથી ક્યારેય કોઇપણ પ્રકારની અકળામણનો સામનો કરવો પડે તેવું વર્તન કરવું નહીં અને સામે તમારા તરફથી પણ તેવું વર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. જોકે અકળામણ બાદના મિલનની મજા તો અનેરી જ હોય છે પણ તેટલો લાંબો સમય એકબીજાનો વિયોગ સહન કરવો મુશ્કેલ બની જાય છે. સાથે જ ઘણીવાર એવું પણ બને છે કે વધારે લાંબો સમયગાળો થઇ જાય તો આ અકળામણ નફરતમાં પરિણમે છે અને કાયમી વિયોગમાં ફેરવી દે છે. તો તેવું ન બને તે માટે પ્રિય પાત્ર સાથે પ્રેમની અકળામણથી ઊભા થતા આકર્ષણનો આનંદ માણો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો