તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ સેન્સ:ઉતાવળથી ઊભી થાય છે અકળામણ

મેધા પંડ્યા ભટ્ટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌતમનો હાથ ઉર્વીનાં માથાથી લઇને તેની પીઠ પર ફરવા લાગ્યો. તેણે અચાનક ઉર્વીને બે હાથે ઉંચકી લીધી

બે વ્યક્તિ વચ્ચે સંબંધમાં અને સહવાસમાં અકળામણ ક્યારે અને કેવી રીતે પ્રવેશી જાય છે, તે ખબર પડતી નથી. તેથી તેવા સમયે સંબંધમાં અકળામણ શા માટે પ્રવેશી છે, તેની ચર્ચા પતિ-પત્નીએ એકબીજા સાથે કરવી ખૂબ જરૂરી છે. મોટાભાગે દરેક પત્નીની ફરીયાદ હોય છે કે તેને પોતાના પતિ તરફથી શારીરિક સુખમાં અસંતોષ છે. તો આ અસંતોષ પાછળનું કારણ શું છે, તેની ચર્ચા પત્નીએ જ તેના પતિ સાથે કરવી જોઇએ. જેનાથી પતિને પણ ખબર પડે છે કે તેની પત્નીને તેની કઇ બાબતો સામે તકલીફ છે. સ્ત્રીઓ આવી ચર્ચા તેની અંગત સ્ત્રી મિત્ર સાથે કરે છે, તો તેના બદલે જેનાથી તેને અસંતોષ છે તે વ્યક્તિને જ તે વાત કહેવી વધારે યોગ્ય સાબિત થાય છે. ગૌતમ અને ઉર્વીનાં લગ્નને હજી છ-સાત મહિના જ થયા હતા. બંનેનાં કુટુંબની પરવાનગી પછી એકબીજાને પસંદ કરીને તેમના લગ્ન થયા હતા. ઉર્વી બહુ સ્પષ્ટ અને વાચાળ હતી અને તે પોતાની દરેક ઇચ્છા અને અનિચ્છાને કહેવામાં અને દર્શાવવામાં ક્યારેય નાનમ અનુભવતી નહી. ગૌતમ તેના માટે પરફેક્ટ પતિ હતો તેવું તેને લાગતું હતું. ગૌતમ થોડો સંકુચિત મિજાજનો હતો તેથી તેને શારીરિક જરૂરિયાતની વાતો સ્પષ્ટ રીતે કરવી કે નહીં તે ઉર્વીને ખબર નહોતી. લગ્નની શરૂઆતના સમયમાં બંને વચ્ચે બંધાયેલા જાતીય સંબંધમાં થોડા શરમ સંકોચને લઇને શારીરિક સુખનો આનંદ મેળવવો મુશ્કેલ રહ્યો, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ ગૌતમ તો તેની રીતે ક્રિયા પૂરી કરીને સૂઇ જતો. બીજી તરફ ઉર્વીને અસંતોષ રહી જતો. તેને સતત મનમાં થતું કે આ વાતની ચર્ચા ગૌતમની સાથે કેવી રીતે કરું? તે ગૌતમ તરફથી મળતા શારીરિક સુખના અસંતોષને કારણે થોડી થોડી અકળામણ અનુભવવા લાગી હતી. ઉર્વી હાઉસવાઇફ હતી પણ તેને વાંચનનો ખૂબ શોખ હતો. રોજ સવારે ન્યૂઝપેપર અને પછીના ફ્રી સમયમાં મેગેઝીન વાંચીને તે સમય પસાર કરતી. તેને સ્ત્રી-પુરુષનાં જાતીય જીવનના લેખ વાંચવામાં પણ રસ હતો. તેથી તેને પ્રેમ, આકર્ષણ, શારીરિક જરૂરીયાત, ઇચ્છાઓ, સમાગમની ક્રિયાઓ વિશે પૂરતું જ્ઞાન હતું. તેને વિચાર આવ્યો કે તે ગૌતમને પોતાની ઇચ્છા મુજબના સમાગમ વિશે જો લખીને જણાવે તો તે કદાચ સમજી શકશે. ગૌતમ સાથે આ વાતની ચર્ચા કરશે તો તેને તેના પૌરુષત્વને લઇને શંકા કરવામાં આવી રહી છે તેવું લાગી શકે. થોડો વિચાર કર્યા પછી ઉર્વીએ ગૌતમને એક પત્ર લખ્યો અને તેમાં તેણે ગૌતમના સ્પર્શને તે કેવી રીતે મહેસૂસ કરવા માંગે છે તેનું વર્ણન કર્યું. તે ગૌતમના બાહુપાશમાં ભીંસાઇને કેવી તરબતર થવા માંગે છે તે લખ્યું. તે ગૌતમને અને તેના શરીરને કેટલો પ્રેમ કરવા માંગે છે, કેવી રીતે કરવા માંગે છે અને તેની પાસેથી પણ કેવા પ્રકારનો શારીરિક પ્રેમ મેળવવા ઇચ્છે છે... એવી તમામ લાગણી પ્રેમાળ શબ્દોમાં અંકિત કરી દીધી. આ એક પ્રેમપત્રની સાથે સાથે ઉત્તેજનાથી તરબોળ કરી દેેતો પત્ર હતો. ઉર્વીએ તે પત્રને સુંદર કવરમાં મૂકીને ગૌતમના કબાટમાં સામે દેખાય તેમ મૂકી દીધો. સાંજે ગૌતમ ઓફિસેથી આવીને સીધો નહાવા ગયો અને પછી બેડરૂમમાં જઇને કબાટ ખોલ્યો તો ત્યાં તેને પત્ર દેખાયો. તે પત્ર લઇને બેડ પર બેસી ગયો. ઉર્વી દ્વારા લખાયેલા એક એક શબ્દને વાંચીને જાણે તેનાં શરીરનું લોહી ઝડપથી ફરવા લાગ્યું હોય તેવી તેને અનુભૂતી થવા લાગી. તેની ધડકનો વધી ગઇ અને તે પત્ર પૂરો કરીને સીધો રસોડા તરફ ગયો. ઉર્વી જમવા માટેની તૈયારી કરી રહી હતી. તેણે રસોડામાં જઇને ઉર્વીને પાછળથી પકડી લીધી. ઉર્વીને તો આ જ જોઇતું હતું. તે ફરી અને બંને એકબીજાને ભેટી પડ્યાં. ગૌતમનો હાથ ઉર્વીનાં માથાથી લઇને તેની પીઠ પર ફરવા લાગ્યો. તેણે અચાનક ઉર્વીને બે હાથે ઉંચકી લીધી અને બેડરૂમમાં લઇ ગયો. ગૌતમે ઉર્વીને કહ્યું કે, આટલો બધો પ્રેમ આટલો લાંબો સમય સુધી કેમ છૂપાવી રાખ્યો. ગૌતમના શબ્દો સાંભળીને ઉર્વીને સમજાઇ ગયું કે ગૌતમને પણ તેની પાસેથી આવા જ પ્રેમ અને સહવાસની અપેક્ષા છે. બંનેએ જાણે આજે જ પોતાની મધુરજનીનો આનંદ માણી રહ્યાં હોય તેમ એકબીજામાં ઓતપ્રોત થઇ ગયા. પતિ અને પત્ની બંનેએે તેમની ઇચ્છાની અને તેમને કેવા પ્રકારના સહવાસનો આનંદ મેળવવો છે તેની ચર્ચા મુક્ત મને એકબીજા સાથે કરવી જોઇએ. જેનાથી તેમના જીવનને જોડતો મહત્ત્વનો સેતુ મજબૂત બની જશે.

અન્ય સમાચારો પણ છે...