રસથાળ:ડબલ ચોકો ચિપ્સ ચોકલેટ કુકીઝ

રિયા રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અભિનેત્રી કાજલ અગ્રવાલ બેકિંગની ખૂબ શોખીન છે. જયારે જયારે સમય મળે ત્યારે તે કિચનમાં અવનવી બેકિંગ રેસિપીઝ પર હાથ જરૂર અજમાવે છે. થોડાં સમય પહેલાં તેમણે પોતાની ઓલ ટાઈમ ફેવરિટ ચોકલેટ કુકીઝ બનાવી હતી,

સામગ્રી : બટર-100 ગ્રામ, આઈસિંગ સુગર-અડધો કપ, વેનીલા એસેન્સ-પા ચમચી, મેંદો-1 કપ, કોકો પાઉડર-પા કપ, બેકિંગ પાઉડર-અડધી ચમચી, ચોકો ચિપ્સ-4 ચમચી રીત : સૌપ્રથમ એક બાઉલમાં બટર લો. તેને બેથી ત્રણ મિનિટ બીટ કરો. હવે તેમાં આઈસિંગ સુગર ઉમેરો અને ફરી બીટ કરો. વેનિલા એસેન્સ ઉમેરી ફરી 1 મિનિટ માટે બીટ કરી લો. તેમાં મેંદો,બેકિંગ પાઉડર, કોકો પાઉડર ચાળીને ઉમેરો. બધું મિક્સ કર્યા પછી તેમાં ચોકો ચિપ્સ ઉમેરી એક કણક તૈયાર કરો. કુકીઝનો આકાર આપી બેકિંગ ટ્રેને ગ્રીઝ કરી તેમાં મૂકો. ઉપર ફરી થોડાં ચોકો ચિપ્સ લગાવો. પ્રીહિટેડ ઓવનમાં 10 મિનિટ માટે બેક કરવા મુકો. બેક થયા પછી કુકીઝને દસ મિનિટ ઠંડાં થવા દો. કડક થાય એટલે તેને સર્વ કરો.

અન્ય સમાચારો પણ છે...