સજાવટ:રૂમમાં સોફા-બેડનો ડબલ બેનિફિટ સોફા કમ બેડ

દિવ્યા દેસાઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ મલ્ટિપર્પઝ ફર્નિચર બેડરૂમમાં આરામ તો આપે જ છે પણ સાથે સાથે રિલેક્સ થવામાં પણ મદદ કરે છે

ઘરની સજાવટમાં રોજ નવા નવા વિકલ્પો મળી રહ્યા છે. હાલમાં માર્કેટમાં ‘સોફા કમ બેડ’ રાખવાનો ટ્રેન્ડ સૌથી વધારે લોકપ્રિય છે. આ વિકલ્પ નાના રૂમમાં સોફા અને બેડ બંને રાખવાનો વિકલ્પ આપે છે. આ મલ્ટિપર્પઝ ફર્નિચર બેડરૂમમાં આરામ તો આપે જ છે પણ સાથે સાથે રિલેક્સ થવામાં પણ મદદ કરે છે. જો દિવસ દરમિયાન રૂમમાં વર્કઆઉટ કરવા માટે કે પછી બીજી કોઇ એક્ટિવિટી કરવા માટે જગ્યા જોઇતી હોય તો આ ફર્નિચરને સોફામાં બદલી શકાય છે અને રાત્રે સૂતી વખતે એમાંથી બેડ બનાવી શકાય છે. માર્કેટમાં સોફા કમ બેડના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. આ સોફા કમ બેડમાં સ્ટોરનો વિકલ્પ પણ મળી શકતો હોય છે. આના કારણે ઓછી જગ્યાનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. વુડન સોફા કમ બેડ વુડન સોફા કમ બેડ રૂમને નેચરલ લુક આપે છે. વુડન સોફા કમ બેડમાં ડિઝાઇનની અલગ અલગ વેરાયટી જોવા મળે છે અને એનો બીજો ઉપયોગ પણ કરી શકાય છે. જો યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં આવે તો સોફા કમ બેડમાં મેગેઝિન રેક માટે પણ અલાયદી જગ્યા ફાળવી શકાય છે. આ ડિઝાઇનના કારણે સેન્ટ્રલ ટેબલની જરૂર નથી રહેતી. ફોલ્ડેબલ સોફા કમ બેડ ફોલ્ડેબલ સોફા કમ બેડ દીવાલ સાથે લગાવેલા હોય છે. જો જરૂર ન હોય તો આ ફોલ્ડેબલ સોફા કમ બેડને દીવાલ સાથે ટેકવીને રૂમને જગ્યા કરી શકાય છે. આવા ફોલ્ડેબલ સોફા કમ બેડની મદદથી નાના બેડરૂમની જગ્યામાં દિવસે ઓફિસ ઉભી કરી શકાય છે. ફ્રેમ લેસ સોફા કમ બેડ ફ્રેમ લેસ સોફા કમ બેડ વજનમાં હળવા હોવાને લીધે એને ખસેડવાનું સરળ સરળ હોય છે. આ પ્રકારના સોફા કમ બેડ આમ તો મજબૂત હોય છે પણ એમાં ફ્રેમ ન હોવાને કારણે એનું વજન ઓછું હોય છે. આ પ્રકારના સોફા કમ બેડને સરળતાથી એક રૂમમાંથી બીજા રૂમમાં એકલાહાથે ખસેડી શકાય છે. મોટાભાગે એકલા રહેતાં યુવક અને યુવતીઓ આવા સોફા કમ બેડની પસંદગી કરતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...