તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂડ એન્ડ માઇન્ડ:દશેરાના દિવસે ઘોડું ન દોડવું...

ડો. સ્પંદન ઠાકર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસ્તવિક સ્થિતિ કરતાં પણ તે સ્થિતિનો કાલ્પનિક અનુભવ અનેક વ્યક્તિઓને ડરાવી મૂકે છે

દસમા ધોરણની બોર્ડની એક્ઝામ પહેલાંં શાળામાં લેવાયેલી બધી જ ઇન્ટરનલ પરીક્ષાઓમાં ક્ષમાનો દેખાવ ખૂબ સારો રહ્યો પરંતુ નસીબે સાથ ન આપ્યો. બોર્ડની એક્ઝામ વખતે એને ઝાડા અને તાવ આવી ગયા. બાટલા ચડાવીને માંડ માંડ પરીક્ષા આપી. ધાર્યું પરિણામ ન આવ્યું. છેવટે બારમા ધોરણમાં ક્ષમાએ તનતોડ મહેનત કરી. સારી રેન્ક લાવવા માટે બધા પ્રયત્નો કર્યા. પરીક્ષાના એક મહિના પહેલાંં એને ચક્કર આવવાં શરૂ થયાં. મગજ એટલી હદે ચકરાઇ ગયું કે ક્ષમા વાંચનમાં ફોકસ ન કરી શકી. આખો દિવસ સૂઇ જ રહેવું પડે. દવાઓ લીધાં બાદ ચક્કર તો ઓછાં થયાં પણ એક્ઝામ બગડી ગઇ. ક્ષમા એના ફેમિલીમાં સૌથી વધારે સ્માર્ટ હતી. ભણવામાં પણ હોશિયાર પણ નસીબનો સથવારો ન મળ્યો. દરેક અગત્યની એક્ઝામ વખતે તે ઉત્સાહથી મહેનત કરે પણ ફળ ન મળે. ગ્રેજ્યુએશન પૂરું કર્યાં પછી સારી નોકરીનો ઇન્ટરવ્યૂ આવ્યો. ક્ષમાએ સરસ તૈયારી કરી હતી. અચાનક ઇન્ટરવ્યૂ રૂમની બહાર એને ઊલટી, ઉબકા અને હેડએક ચાલુ થઇ ગયાં. થોડી દવાઓ અને લીંબુપાણી બાદ તેણે ઇન્ટરવ્યૂ તો આપ્યો પણ પ્રેઝન્ટેશન સંતોષકારક ન રહ્યું. જોબ સરકી ગઇ. હવે ક્ષમાને લાગ્યું કે આ પ્રોબ્લેમ અલગ પ્રકારનો છે. નસીબનાં નામે ઘણાં વર્ષો નીકળી ગયાં. કંઇક એવું હોવું જોઇએ જે નસીબ કરતાં વધારે નડી રહ્યું છે. ક્ષમાની વિચાર શક્તિ સારી હતી. જ્યારે કોઇ વાર્તા વાંચે કે મૂવી જૂએ ત્યારે તે પણ પોતાની આ ફીલિંગને અનુભવીને કાલ્પનિક સિચ્યુએશનનું નિર્માણ કરી લેતી હતી. સ્ટોરી વાંચતી વખતે વાસ્તવિક દુનિયાથી અલગ જે તે વાર્તાના ફેન્ટસી વર્લ્ડમાં પહોંચી જતી હતી. પરંતુ આ ઇમેજિનેશન કરવાની શક્તિ તેને અજાણપણે સ્ટેજ ફ્લાઇટ સુધી દોરી જતી હતી. જ્યાં તેનું પરફોર્મન્સ લોકોની નજરમાં આવવાની શક્યતા વધારે હોય ત્યાં તેને એન્કઝાયટી શરૂ થઇ જતી. એક્ઝામ, ઇન્ટરવ્યૂ, સ્ટેજ પરફોર્મન્સ, ફેમિલી ફંકશન આ બધી જગ્યાએ જતાં પહેલાંં જ મગજની અંદર તે આ પરિસ્થિતિનું નિર્માણ કરી લે અને પોતાની લો સેલ્ફ એસ્ટીમ અને લો કોન્ફિડન્સનાં લીધે પોતે નિષ્ફળ જશે એવો ભય તેને બીમાર કરી દે. વાસ્તવિક સ્થિતિ કરતાં તે સ્થિતિનો કાલ્પનિક અનુભવ ક્ષમા જેવી અનેક વ્યક્તિઓને ડરાવી મૂકે છે. આ પ્રકારની સમસ્યાનું નિવારણ કાઉન્સેલિંગ દ્વારા થઇ શકે છે. ક્ષમા જેવી વ્યક્તિની પેનિક સિચ્યુએશનને તેના જ ઇમેજિનેશનથી વધુ મજબૂત કરીને વાસ્તવિક પ્રસંગનો સામનો કરવા માટે તૈયાર કરી શકાય છે. આ પ્રક્રિયાને રિફ્રેમિંગ ઓફ સિચ્યુએશન કહેવાય છે. ક્ષમાનો નોર્મલ થઇ ગઇ. મૂડમંત્ર ઃ ક્યારેક નસીબને દોષ આપી શકાય પણ વારંવાર બનતી ઘટનાઓ પાછળ લોજિકલ કારણ જ જવાબદાર હોય છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...