તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંબંધનાં ફૂલ:એમને ચૂપ ન રહેવા દો...

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સતત દોડતી ગલીઓના કોઇ ઘરના ઓટલે બેસેલા વડીલની આંખમાં આ જ હઠ દેખાય છે, ચૂપ રહેવાની...

- રચના સમંદર

આપણા પોતીકા શહેરમાંથી કે પછી કોઇ અજાણ્યાં શહેરમાંથી પસાર થતી વખતે આપણે બધાએ ક્યારેય બંધ પડેલાં મકાનો જોયાં હશે. સૂકાયેલાં પાંદડાથી ભરેલી ઓસરીઓ અને બંધ દરવાજાઓ પર લાગેલા કાટ ખાયેલાં કેટલાક સુંદર તો કેટલાક સાવ સામાન્ય તાળાં, જાણે તેમને ખૂલવાની કોઇ આશા કે ઇચ્છા જ નથી. રંગના ઉખડેલાં પોપડાં અને સુકાયેલાં ઝાડપાનથી અવાવરું થઇ ગયેલું આંગણું. કોઇ મકાનના વાડામાં વિશાળ ઝાડ છે કોઇના વાડામાં સુકાયેલાં ઝાડીઝાંખરાં. આંગણાની ઉખડેલી ટાઇલ્સને પણ કોઇના પગરવની રાહ નથી અને જાણે આવા મકાન ચૂપ રહેવાની હઠ લઇને બેઠા છે. અજાણ્યાં પક્ષીઓ માટે આ મકાન તેમનો મુકામ બની ગયા છે. તેમને અહીંનો સૂનકાર માફક આવી ગયો છે. તેઓ અહીં પોતાનો માળો બનાવે છે. તેમને આવા જ કોઇ મકાનની શોધ હોય છે. આ ખાલી મકાનોમાં અજાણ્યાં પક્ષીનો આસરો મળે છે અે તેમને ત્યાંથી હટાવવાનો કોઇને પણ સમય હોતો નથી.

આ મકાન કોઇની યાદ અપાવે છે. આ ચુપકીદી વડીલોની ખામોશી સાથે સામ્યતા ધરાવે છે. સતત દોડતી ગલીઓના કોઇ ઘરના ઓટલે બેસેલા વડીલની આંખમાં આ જ હઠ દેખાય છે, ચૂપ રહેવાની. તેમની આંખોમાં એ જ તાળાં દેખાય છે જેની ખૂલવાની આશા નથી. તેમનામાં મનમાં ઝાળાં બાઝી ગયા છે. એ મકાનના દરવાજાઓ ખોલો જે ઘર બની શકે છે. એને આપણે પૂછીએ કે તેમના મનમાં સન્નાટો કેમ છે? તમારા સમયની કથાઓ સાંભળવામાં અમને રસ છે. વડીલો આ રીતે ચૂપ થઇ જશે તો નવી પેઢીના રસ્તાઓ અંધારાથી ભરાઇ જશે. ગઇ કાલને આજ સાથે અને આજને ગઇ કાલથી જોડતી કડીના રસ્તામાં આવતા તમામ અવરોધો દૂર થઇ જાય એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો