ફેશન:શ્વેત વસ્ત્રો પહેરતી વખતે યોગ્ય લોન્જરીની પસંદગી નહીં બનવા દે Oops મોમેન્ટનો ભોગ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શરદ પૂર્ણિમાએ સફેદ રંગનાં વસ્ત્રો પહેરવાનો મહિમા છે. ફેશનિસ્ટાઓ ચંદ્રનાં શીતળ કિરણો નીચે શ્વેત વસ્ત્રો પહેરીને ગરબા રમવાનું અને વિહાર કરવાનું પસંદ કરતી હોય છે. જોકે યુવતીઓ માટે વ્હાઇટ કપડાં પહેરતી વખતે યોગ્ય લોન્જરીની પસંદગી અત્યંત જરૂરી છે નહીંતર કપડાંમાંથી આ લોન્જરી આરપાર દેખાતી હોય તો આખો લુક બગડી જાય છે અને ક્યારેક યુવતી Oops મોમેન્ટનો ભોગ પણ બની જાય છે. શ્વેત વસ્ત્રો પહેર્યા પછી શરમમાં ન મૂકાવવું હોય તો યોગ્ય લોન્જરીની પસંદગી જરૂરી છે. જો આ પસંદગી પરફેક્ટ હશે ફેશનિસ્ટા કોન્ફિડન્સથી કોઇ ટેન્શન વગર વ્હાઇટ ડ્રેસિંગ કરી શકે છે. }વ્હાઇટ લોન્જરી : ભાગ્યે જ એવી કોઇ યુવતી હશે જેની પાસે વ્હાઇટ બ્રા નહીં હોય. આ સિવાય તમારાં કલેક્શનમાં વ્હાઇટ પેન્ટીને પણ સ્થાન આપો. વ્હાઇટ રંગનાં પેન્ટ્સ, જીન્સ કે પછી કેપ્રી જેવા ડ્રેસિંગ સાથે સફેદ ઇનરવેર પહેરવાથી ગ્રેસફુલ લુક આવશે. વ્હાઇટ રંગનાં બ્રા અને પેન્ટી પહેરવાથી વ્હાઇટ કપડાં નીચેથી લોન્જરીનો રંગ દેખાવાની સમસ્યા પણ નહીં સતાવે. }ન્યૂડ કલરની લોન્જરી : જો ડ્રેસિંગ વ્હાઇટ હોય તો એની નીચે પહેરવા માટે વ્હાઇટ લોન્જરી જ સારો વિકલ્પ છે પણ આ ડ્રેસિંગ ઓફ વ્હાઇટ હોય તો આવા ડ્રેસ નીચે પહેરવા માટે ન્યૂડ કલર એટલે કે સ્કિન કલરની લોન્જરી પરફેક્ટ મેચ સાબિત થશે. એ વાતનું ધ્યાન રાખવું કે સ્કિન કલરમાં પણ અનેક ટોન્સ હોય છે એટલે એવા ટોનની પસંદગી કરવી જે તમારી ત્વચાના શેડ સાથે સારી રીતે મેચ થાય છે. જો આ ન્યૂડ શેડ તમારી ત્વચાના શેડ સાથે મેચ નહીં થતો હોય તો એની પસંદગીનો કોઇ ફાયદો નહીં થાય. }બોડી સૂટ : હાલમાં માર્કેટમાં ન્યૂડ અને વ્હાઇટ રંગના બોડી સૂટ પણ મળે છે અને એ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. હાલમાં માર્કેટમાં વન શોલ્ડર ડિઝાઇનથી માંડીને હાફ સ્લીવ્ઝ, ફુલ સ્લીવ્ઝ, સ્લીવલેસ અને ઓફ શોલ્ડર સ્ટાઇલના બોડી સૂટ ઉપલબ્ધ છે. આમાંથી તમે તમારા ડ્રેસને ધ્યાનમાં રાખીને યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકો છો. }લેસી સ્ટાઇલ : જો તમારી પાસે વ્હાઇટ રંગનો ફ્રન્ટ ડીપ વી નેક ડ્રેસ હોય અને તેમને ક્લીવેજ શો થવાનો ડર હોય તો લેસ બ્રા પહેરવાનો વિકલ્પ છે. આનાથી ટોપના ફ્રન્ટ કટમાં લેસ દેખાશે અને તમે ઉપ્સ મોમેન્ટનો ભોગ નહીં બનો. }સીમલેસ છે શ્રેષ્ઠ : વ્હાઇટ રંગનાં આઉટફિટ નીચે પહેરવા માટે સીમલેસ ઇનરવેરની પસંદગી કરો. હકીકતમાં વ્હાઇટ જીન્સ અથવા તો સફેદ શોર્ટ્સ પેન્ટી લાઇન બહુ સરળતાથી દેખાઇ જાય છે. આમ, તમે પહેરવા માટે ઇનર વેર ન્યૂડ રંગનાં પસંદ કરો કે સફેદ રંગનાં પણ એ સીમલેસ જ હોય એ વાતનું ધ્યાન રાખો. }સ્માર્ટ સ્પગેટી : જો તમને તમારું ટોપ વધારે પડતું પારદર્શક લાગતું હો તો એની સાથે તમે સફેદ કે પછી સ્કિન રંગની સ્પગેટી પહેરી શકો છો. જોકે આ સ્પગેટીનો રંગ લોન્જરી સાથે મેચ થતો હોય એ બહુ જરૂરી છે નહીંતર વ્હાઇટ ટોપ નીચે બે અલગ અલગ ટોનનાં ઇનરવેર જોવા મળે છે જે બહુ ખરાબ લાગે છે }ટેન્ક ટોપનો વિકલ્પ : ટેન્ક ટોપને વ્હાઇટ શર્ટ કે પછી ટોપની અંદર પણ પહેરી શકાય છે. આનાથી ફુલ કવરેજ મળે છે અને કમ્ફર્ટ લેવલ પણ જળવાઇ રહે છે. જોકે ટોપ સ્લીવલેસ હોય તો ટેન્ક ટોપ કરતા સ્પગેટી વધારે સારો વિકલ્પ સાબિત થાય છે. }ઓફ શોલ્ડર બ્રા : જો તમારું ટોપ ઓફ શોલ્ડર કે પછી સ્પગેટી સ્ટ્રિપવાળું હોય તો ચિંતા કરવાની જરૂરી નથી. આવા ટોપ સાથે પહેરવા માટે ઓફ શોલ્ડર બ્રા કે પછી ટ્યૂબ બ્રાનો વિકલ્પ પસંદ કરી શકો છો. જોકે એનું ફિટિંગ યોગ્ય હોવું જોઇએ નહીંતર સતત એ ખસી જવાનો ડર રહે છે. જોકે આ‌ા ડ્રેસિંગ સાથે પહેરવા માટે સ્ટિકી બ્રા પણ સારો વિકલ્પ છે.

અન્ય સમાચારો પણ છે...