તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવાશ:વાતની ખબર નહીંં ને ડબકું મેલવા જોઈએ

જિગીષા ત્રિવેદી4 દિવસ પહેલા
 • કૉપી લિંક

અલા. હું તો કઉં છંુ. હવે પંદર વરસ સુધી આ નામ રાખવા ઉપર બેન લાઇ દો. નામ જ રાખવાનું બંધ કરી દે ને, તો આ ઉપાધી આવે જ નઇ.’ હંસામાસી બોલ્યા, એટલે સવિતાકાકીએ સૂર પુરાવ્યો. ‘એમાં સુ બેન લાવવાનો? હું તો કઉં છું કે લોકોએ જાતે જ હમજીને ના રાખવું જોઈએ.’ પ્રતિબંધ લાવવા લાયક વપરાશની તમામ ચીજ-વસ્તુઓ પર અને કાર્યો પર મે નજર દોડાવી પણ કોઈ નામ રાખવા પર પ્રતિબંધ લાવવો પડે એવી પરિસ્થિતિ દેશમાં ઊભી થઇ હોય એવુ ન લાગ્યું. હવે આ ખરેખર ગંભીર ચર્ચા જ છે એવું મને લાગ્યું. (જો કે આપણને ભલે હાસ્યાસ્પદ લાગે, પણ એ લોકોને મન તો એમની દરેક ચર્ચા એમના માટે ગંભીર જ હોય છે.) એટલે મેં એમાં ભાગ લેવા મારા ઓટલે વ્યવસ્થિત રીતે બેઠક લીધી. વળી પાછી (રહસ્યમય મુદ્દા પર) ચર્ચા આગળ વધી. ‘અરે એવું ના હોય. માઠી બેઠી હોય અથવા લોઢાના પાયે હોય તો પણ એવું થાય. (આઈ થિંક બિચારી પનોતી લપેટમાં આવી) અત્તારે આમે ય આ રાશીવાળા બધાય બઉએ હેરાન થાય છે.’ કંકુકાકી ક્ષેત્રફળ વધાર્યું. ‘અરે હાચંુ કઉ. આમ તો છે ને, આ રાશી જ કાઢી નાખવી જોઈએ લિસ્ટમાંથી. આમેય એના તૈણેય અક્સરો નામ પાડવામાં તો નક્કામાં જ છે. એના ઉપરથી કસા બહુ બધા નામ નથી પાડી હકાતા. એના કરતાં એ તૈણેઉને બીજી કોઈ બી રાશીમાં સેટ કરી દેવા જોઈએ. એ એક રાશી જતાં રહેવાથી બ્રહ્માંડમાં કોઈ મોટો ફેરફાર નંઇ થઇ જાય.’ સવિતાકાકીએ સચોટ સજેશન આપ્યું પણ કલાકાકીએ વાંધો ઉઠાવ્યો. ‘તમે યાર એવી રીતે એક નામની પર્સનલ વાતને આમ આખી રાશી હંગાથે જોડીને જનરલાઈજ કરો એ હારું નથી. એ રાશીને તમે આમ ખોટી રીતે બદનામ ના કરો. એના બીજા અક્ષરોનો આમાં સુ વાંક? એ લોકો વગર મફતના દંડાઈ જાય આમાં તો...!’ (અક્ષરોની ય દયા ખાધી. કલાકાકી કેટલાં ભલા છે બિચારાં.) ‘મારી રાશીમાં ય એવું જ છે. ‘જ’ અને ‘ખ’ ઉપરથી હળી-મળીને પંદર નામ છે. એનેય ક્યાંક સેટ કરી દેવા જોઈએ.’ મેં ભળતું સળતું જ બોલીને ચર્ચામાં ભાગ લીધો. આ સાંભળતા કલાકાકી સડપ કરતાં ઊભા થઈને ઉતાવળે મારી પાસે બોલતાં બોલતાં આવ્યાં, ‘વાતની કાંઇ ખબર હોય નહી ને ડબકું મેલવા જોઈએ તારે તો. તારા નામના રોજ મરે છે? મરે છે રોજ? બોલ બોલ...’ મેં ગભરામણમાં ના પાડી અને ધીરે સાદે પૂછ્યું, ‘તમે લોકો શેની વાત કરો છો?’ ‘છાપું નથી વાંચતી રોજ? લગભગ રોજ આવે છે છાપામાં કે એક કિશોરનું અકસ્માત થવાથી મોત. ફલાણું થવાથી મોત. ઢીકણું થવાથી મોત.’ કલાકાકીએ જવાબ આપ્યો તો હું હબક ખાઈ ગઇ.‘હવે હવાર હવારમાં જ આવા હમાચાર વાંચીએ, એટલે આખો દહાડો મગજમાં આનું આ જ ચાલ્યા કરે. એટલે જ મારું માનવું તો એવું જ છે કે એ રાશીનાં તૈણેય અક્સરોને વહેંચી દીધા હોય તો બીજા બે અક્સરો વારા એમનેમ જ બચી જાય.’ સવિતાકાકીએ પોતાના સૂચનને સાચું સાબિત કરતી વાત કરી. ‘પણ યાર. એ તો આપડાથી સકય નથી. એટલે મારું માનવું તો એવું છે કે જે આપડાથી સકય હોય એ જ કરવું અને આપડે કરી કરીને સુ કરી સકીએ?’ ક્યારના શાંત બેઠેલા લીનાબહેન બોલ્યા એટલે મેં આશાભરી આંખે પૂછ્યું. ‘શું?’ ‘હવારે છાપું જ નઇ વાંચવાનું.’ રણકતા રોકડા રૂપિયા જેવો જવાબ આવ્યો સામેથી. ‘અરે હું તો કહું છું કે છાપંુ વાંચીએ તો આ બધી તકલીપ થાય છે ને? એ જ બંધ કરી દઈએ તો માથાકૂટ જ નહી. આમે ય એમાં ગઇ કાલના વાસી હમાચાર જ આવે છે ને. એ જાણીને હું કરવાનું? આપડે કંઇ કરી તો હકવાના નથી. એના કરતાં ના વાંચીએ તો જીવ તો ના બળે કમ સે કમ! હાચી વાત કે નઇ!’ લીનાબહેને અભિપ્રાય ઉઘરાવ્યો એટલે હંસામાસી બોલ્યાં, ‘ના ના. એના કરતાં ટીવીમાં મર્ડરની સીરિયલો આવે છે ને એ જોવાની. એ લોકો બધે ફરી વળે ને એટલે બધી રાશીઓને આવરી લે છે. એટલે એ જોઈને પછી છાપું વાંચીએ તો બધો છેદ ઊડી જાય.’ ‘એ તો છે જ ને બહેન. આ લગનના ફોટા જુવો અને વિડીયો જુવો એમાં જે ફેર લાગે એ લાગે જ. આમેય મર્ડર થાય એવી સીરિયલો તો આખો દહાડો આવતી જ હોય છે. એટલે જ્યારે પણ ફ્રી થઈએ એટલે પહેલાં ટીવી અને પછી છાપું.’ કંકુકાકીએ સ્ટેટમેન્ટ આપ્યું. મને જરા ચક્કર આવ્યા એટલે હું બે હાથે માથું પકડીને આંખો બંધ કરીને ચૂપચાપ બેસી રહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો