વર્કિંગ મહિલાઓ માટે યોગ્ય રીતે ડાયટ પ્લાનનું પાલન કરવું મુશ્કેલ બની જાય છે. ઓફિસમાં બેઠા બેઠા કંઇને કંઇ ખવાયા કરે અથવા તો ચા કે કોફી પીવાઇ જાય ત્યારે ઘણી વાર વજન વધી જવાની સમસ્યા પરેશાન કરે છે. આવું ન થાય અને વજન નિયંત્રણમાં રહે એ માટે સ્વયં પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી બની જાય છે. જો થોડી કાળજી અને સાવચેતી રાખવામાં આવે તો વધેલું વજન ઘટાડીને શરીરને બેડોળ થતું અટકાવી શકાય છે. Â હકારાત્મક પ્રયાસો ઓફિસમાં કેટલીક વાર ખાવા પર નિયંત્રણ રહેતું નથી અને વધારે ખાવાને લીધે વજન વધી જાય છે. તમે ઓફિસમાં કામ કરતાં હો, ફીલ્ડવર્ક અથવા સ્કૂલમાં કે પછી હોસ્પિટલમાં...વજન ઊતારેલું રાખવું અને કામ કરવું એ એક અઘરું કામ છે. ઓફિસમાં વારંવાર ચોકલેટ ખવાઇ જાય. ક્યારેક લંચ કરવા જવું પડે. નજીકમાં પડેલાં બિસ્કિટ ખવાઇ જાય. આ બધું વજનમાં સતત વધારો કર્યા જ કરે છે. જો તમને ચા પીવાની આદત હોય તો ઓફિસના કલાકો દરમિયાન ગ્રીન ટી પીવાનું શરૂ કરો કારણ કે ગ્રીન ટી પીવાથી મેટાબોલિઝમ વધે છે અને તમે દિવસની 78 કેલેરી વધુ બાળી શકો છો. ગ્રીન ટીનાં પેકેટ ઓફિસમાં રાખીને બનાવવાથી બીજી વસ્તુઓ જેમ કે બિસ્કિટ કે નાસ્તા પણ ઓછાં લેવાય છે. Â મલાઇ વગરનું દૂધ અને ફાઇબરયુક્ત આહાર ઘરમાં મલાઇ વગરના દૂધનો ઉપયોગ કરો. ડાયટમાં કેલ્શિયમવાળો ખોરાક ઉમેરવાથી વજન ઘટેલું રહે છે અને શરીર ફેટનો સંગ્રહ ઓછો કરે છે. માટે દૂધનો ઉપયોગ છુટથી કરી શકાય, પરંતુ આ દૂધ મલાઇ વગરનું હોવું જરૂરી છે. વધુ ફાઇબર્સવાળો ખોરાક ખાવો જોઇએ કારણ કે વધુ ફાઇબર્સવાળો ખોરાક ખાવાથી લાંબો સમય ભૂખ નથી લાગતી. માટે ખોરાકમાં સલાડ, સૂપ વગેરે અવશ્ય વપરાશ કરવો. Â પ્રોટીનને આપો સ્થાન દૈનિક આહારમાં પ્રોટીનને સ્થાન આપો. બાફેલી દાળ અથવા કઠોળ અને સલાડનો ભોજનમાં ઉપયોગ કરો. તેનાથી લાંબો સમય પેટ ભરેલું રહે છે અને આખો દિવસ બિસ્કિટ, ચવાણું વગેરે ખાવાનું મન થતું નથી. ઓફિસમાં જમતી વખતે થોડો સમય પોતાના માટે ફાળવીને ધીરે ધીરે જમો. મગજને ખોરાક પહોંચ્યાનો સંદેશો મળતાં ૨૦ મિનિટ થાય છે માટે ધીરે ખાવાથી તમે ખોરાકનો આનંદ પણ વધુ માણી શકશો અને જરૂર હશે તેટલું જ ખવાશે. વધુ પડતાં ફળોના રસ અને ઠંડા પીણાં પીવાની આદતથી દૂર રહો. આમાં વધુ પડતી કેલેરી રહેલી છે અને તેમાં ન્યુટ્રિશન એટલું મળતું નથી માટે દિવસ દરમિયાન પાણી, છાશ, નારિયેળ પાણી અથવા ગ્રીન ટીનો ઉપયોગ કરો. Â નિયમિત બ્રેકફાસ્ટ જરૂરી દિવસની શરૂઆત બ્રેકફાસ્ટથી કરો. જો દિવસની શરૂઆત નાસ્તાથી કરવામાં આવે તો દિવસ દરમિયાન ખોટી ભૂખ લાગતી નથી અને જરૂર વગરની વસ્તુઓ ખાવાનું મન થતું નથી. ઘણી વાર જો સવારનો નાસ્તો ન કરીએ તો દિવસ દરમિયાન નાસ્તાની બચાવેલી કેલેરી કરતાં વધુ કેલેરી લેવાઇ જાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.