તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું. મને રાત્રે બ્રા પહેરીને સૂવાની આદત છે. મારી બહેનપણીએ મને સલાહ આપી છે કે રાત્રી સૂતી વખતે બ્રા પહેરવાથી સ્તનોને નુકસાન થાય છે. હું આ વાત સાંભળીને બહુ ગભરાઇ ગઇ છું. શું આ વાત સાચી છે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : રાત્રે સૂતી વખતે ઇનરવેર પહેરવા જોઇએ કે નહીં એનો આધાર દરેક યુવતીની વ્યક્તિગત પસંદગી પર રહેલો છે. ઘણી યુવતીનો રાત્રે સૂતી વખતે બ્રા પહેરવાથી સતત ભીંસનો અનુભવ થયા કરે છે. આ સંજોગોમાં તેઓ નિરાંતનો લાગણી અનુભવવા માટે રાત્રે ઇનરવેર પહેરવાનું પસંદ નથી કરતી હોતી. કેટલીક યુવતીઓને રાત્રે બ્રા પહેર્યા વગર ઊંઘ આવતી નથી. બ્રા વગર તેમને વિચિત્ર લાગણી અનુભવાતી હોય છે. જોકે તબીબી દૃષ્ટિએ જોઇએ તો રાત્રે સૂતી વખતે ઇનરવેર પહેરવાથી કે પહેરવાથી કોઇ ફરક નથી પડતો. આ વ્યક્તિગત પસંદગીનો મુદ્દો છે. રાત્રે બ્રા પહેરી તમે સહજ અનુભવ કરતાં હોવ તો બ્રા પહેરીને જ સૂઓ અને બ્રા પહેરવાથી જો અગવડ અનુભવતા હોવ તો બ્રા પહેર્યા વગર સૂઓ. બ્રા પહેરીને સૂઓ ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે તમે રાત્રે સૂતી વખતે જે બ્રા પહેરો તે નરમ કોટન ફેબ્રિકની હોય અને એકદમ ટાઇટ ફિટિંગની ન હોય. ઘણીવાર અત્યંત ટાઇટ બ્રા પહેરવાથી રક્તનું પરિભ્રમણ અનુભવાય છે. રાત્રે પહેરવા માટે સ્પોર્ટ્સ બ્રા પણ સારો વિકલ્પ છે. રાત્રે સૂતી વખતે રિલેક્સ રહેવું જરૂરી છે. આ સંજોગોમાં બ્રાનું ટાઇટ ઇલાસ્ટિક દબાણ ન કરે એ માટે ઢીલી બ્રાની પસંદગી કરો. પ્રશ્ન : મારું વજન સામાન્ય કરતા 35 કિલો જેટલું વધારે છે. મારા ડોક્ટરે મને વજન ઓછું કરવા માટે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી દીધી છે. મારી પાસે વજન ઘટાડવા માટે સર્જરી અને બર્ન ડાયેટ જેવા બે વિકલ્પો છે. વજન ઘટાડવા માટે ક્યો વિકલ્પ યોગ્ય છે? એક મહિલા (રાજકોટ) ઉત્તર : અત્યારે વજન ઘટાડવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવવાની જાણે ફેશન થઈ ગઈ છે. ખરેખર તો આ સર્જરી કરાવ્યા પછી એક વાર તો વજન ઘટી જાય છે, પરંતુ ડાયેટ કન્ટ્રોલ ન રાખવાથી વજન ફરીથી વધવાનું શરૂ થઈ જાય છે. ઘણીવાર કોમ્પ્લિકેશન્સ પણ થઈ શકે છે. તેથી વજન ઘટાડવા માટે સર્જરીનો વિકલ્પ ન આજમાવશો. તેના બદલે એવો ડાયેટ પ્લાન ડિઝાઈન કરો જેનાથી વજન ઘટવાની સાથે-સાથે સ્થિર પણ રહે. ડોક્ટર્સના મતે વજન ઘટાડવા માટે સર્જિકલ પ્રોસિજર ત્યારે જ અપનાવવી જોઈએ જ્યારે શરીરનું વજન સામાન્યથી 45 કિલોગ્રામ વધારે હોય અથવા તો બોડી માસ ઈન્ડેક્સ ચાલીસથી વધારે હોય. તમે સર્જરી પહેલા બર્ન ડાયેટનો વિકલ્પ અજમાવી શકો છો. આ ફોર્મ્યૂલા અપનાવવાથી વજન તો ઘટશે જ સાથે અનેક પ્રકારની બીમારીઓ સામે રક્ષણ પણ મળશે. આ ડાયેટમાં ખાંડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે. હોલ મિલ્કને બદલે સ્કિમ્ડ મિલ્ક લેવું જોઈએ. આ સિવાય રુટિન ડાયેટને એ રીતે મોડિફાઈડ કરવો જોઈએ કે જેથી વજન ઘટે તો ખરું સાથે ઘટ્યા પછી સ્થિર પણ રહે. તેના માટે મેડિકલ સુપરવિઝનમાં ડાયેટ પ્લાન તૈયાર કરો. વ્યક્તિની કેપેસિટીને ધ્યાનમાં રાખીને આ ડાયેટ પ્લાન તૈયાર કરવો જોઈએ. વ્યક્તિને રુટિનમાં જેટલી કેલેરીની જરૂર હોય તેનાથી એક હજાર કિલોગ્રામ કેલેરી ઓછી લેવી જોઇએ. આમ કરવાથી વજન ઘટવાની સાથે સ્થિર પણ રહેશે.આ ડાયેટ દ્વારા સર્જરી વગર વજન ઓછું થઈ શકે છે. બેરિયાટ્રિક સર્જરીને માત્ર મોરબિડ ઓબેસિટીમાં જ અપનાવવી જોઈએ. પ્રશ્ન : હું 30 વર્ષની યુવતી છું. મારું વજન થોડું વધારે છે. મારા એક વર્ષ પહેલા જ લગ્ન થાય છે. અમે બાળક માટે પ્રયાસ કરી રહ્યા છીએ પણ મારા ડોક્ટરે મને પહેલાં વજન ઘટાડવાની સલાહ આપી છે. શું વજન અને પ્રજનનક્ષમતા વચ્ચે કોઇ સંબંધ છે? એક યુવતી (સુરત) ઉત્તર : તમારા ડોક્ટરની સલાહ સાચી છે. વજન અને પ્રજનનક્ષમતા વચ્ચે સંબંધ છે અને એટલે જ કદાચ તમને વજન ઘટાડવાની સલાહ આપવામાં આવી છે. બાળપણમાં મેદસ્વીપણું તરુણાવસ્થાની વહેલી શરૂઆત સાથે, કિશોરાવસ્થા દરમિયાન માસિક ચક્રની અનિયમિતતા અને પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (પીસીઓએસ)ની શરૂઆત સાથે સંબંધિત છે. મેદસ્વી મહિલાઓમાં ઓછી ફળદ્રુપતા અને સગર્ભાવસ્થાની જટિલતાઓનું જોખમ વધારે હોય છે. મેદસ્વીપણું અને એનાં પરિણામે પ્રજનન સંબંધિત સમસ્યાઓ સાથે ઘણાં પરિબળો સંકળાયેલા હોય છે. જો તમારા ડોક્ટરે વજન ઘટાડવાની સલાહ આપી હોય તો તમારે કેટલાક મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. સામાજિક જીવન અને કાર્યને કારણે માનસિક તણાવ, કેફિનનું વધારે સેવન, નબળી ઊંઘ અને યોગ્ય આહારનો અભાવ મેદસ્વીપણા તરફ દોરી શકે છે. તણાવ દરમિયાન વધારે પડતું ભોજન નુકસાનકારક છે અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત વિવિધ સમસ્યાઓ સર્જી શકે છે. વજન ઘટાડવા વ્યક્તિએ ભોજનમાં તાજાં ફળફળાદિ અને શાકભાજી, ખાસ કરીને પાંદડા ધરાવતા શાકભાજીનું વધારે સેવન તથા કેફિન અને ડેરી પ્રોડક્ટ્સનું ઓછું સેવન કરવું જોઈએ.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.