તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેરેન્ટિંગ:બાળક બોલતાં અચકાય છે?

મમતા મહેતા7 દિવસ પહેલા
 • કૉપી લિંક

બાળક નાનું હોય ત્યારે તેની કાલીઘેલી બોલી પર માતા-પિતા ઓવારી જતા હોય છે. જોકે વધતી વયની સાથે સાથે બાળક આવી રીતે બોલવાનું ચાલુ રાખે તો આ મુદ્દો એના તેમના માટે ચિંતાનો વિષય બની જાય છે. આ સમયે અકળાઇને ધીરજ ગુમાવાના બદલે સમજદારીથી કામ લેવું જોઇએ કારણ કે દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે. બાળકની આવી ખામી માતા-પિતા માટે ક્યારેક ચિંતાનું કારણ બની જતી હોય છે અને ક્યારેક બાળક ધીરે-ધીરે હીન ભાવનાથી પિડાવા લાગે છે. સામાન્ય રીતે આ સમસ્યા ત્રણથી પાંચ વર્ષના બાળકમાં જોવા મળે છે. પાંચ વર્ષ બાદ જેમ-જેમ ઉંમર વઘે છે તેમ આ સમસ્યા ઓછી થઈ જાય છે. એક સર્વે પ્રમાણે આ સમસ્યા છોકરીઓ કરતા છોકરામાં વધુ જોવા મળે છે. આમ તો આ સામાન્ય ખામી છે. જેને મનોવૈજ્ઞાનિક ઢબે ઠીક કરી શકાય છે. જો કે આ સમસ્યા ઉત્પન્ન થવા પાછળ પણ કેટલાક ચોક્કસ કારણો જવાબદાર છે. Â સ્પીચ થેરપીથી ઉકેલ : આ સમસ્યાનો ઉકેલ દવા નથી પરંતુ સ્પીચ થેરપી છે. આ સમસ્યાનું નિવારણ મનોવૈજ્ઞાનિકની મદદથી લાવી શકાય છે. પહેલા તો બાળક શા માટે બોલતી વખતે અચકાય છે અથવા તો તેની જીભ જલાય છે તેનું કારણ જાણો. આ કારણ જાણ્યાં બાદ બાળકનાં મનમાં વિશ્વાસ ઉભો કરો. તેના મગજમાંથી વાતને કાઢી નાખો કે તેનામાં કોઇ શારીરિક ખામી છે. બાળકના મનમાં આત્મવિશ્વાસ પેદા કરો અને તેમજ તેમને કોઈપણ પ્રકારનો ભય સતાવતો હોય તો તેને દૂર કરો. બાળકની આ સમસ્યાને દૂર કરવા માટે સ્પીચ થેરપીસ્ટની મદદ લો, સ્પીચ થેરપીસ્ટ બાળકને એ શબ્દ વારંવાર બોલાવે છે જે બોલવામાં તેમને તકલીફ થતી હોય છે. એ જ શબ્દોનો વારંવાર ઉચ્ચારણ કરાવવાથી ચોક્કસપણે સુધારો આવે છે. Â પ્રોત્સાહન આપો : બાળક કોઈ શબ્દ બોલતા પહેલા અચકાતંુ હોય તો તેને અવોઈડ કરવાના બદલે તેમના પર ધ્યાન આપો અને તેની વાતને ધૈર્ય રાખીને સાંભળો. બાળક જ્યારે પણ બોલવાનું શરૂ કરે તો તેની મજાક ન ઉડાવો, તેની વાત પરત્વે દુર્લક્ષ ન સેવો, તેને વધુ સારું બોલવા માટે સતત પ્રોત્સાહન આપતા રહો. જો બાળક સારું બોલી શકતું ન હોય તો તે અન્ય કામ સારી રીતે કરી શકતું હશે. જેમકે સારું પેઈન્ટિંગ કરતું હોય, સારું લખતું હોય અથવા સારો ડાન્સ કરતું હોય તો તેની અન્ય સારી બાબતો પર ફોકસ કરીને તેના વખાણ કરો. આવું કરવાથી તેનામાં આત્મવિશ્વાસનો વધારો થશે અને અચકાવાની સમસ્યા પણ દૂર થશે. સમસ્યાનું કારણ : જો બાળક નાનું હોય એટલે કે જે સમયે તે બોલતાં શીખતું હોય ત્યારે જો બાળકને એક ભાષા ધરાવતો માહોલ ન મળે એટલે કે પરિવાર અને તેમની આસપાસની દુનિયામાં બધા જ જુદી જુદી ભાષા બોલતાં હોય બાળકના ભાષાકીય વિકાસમાં અવરોધ ઉત્પન થાય છે જેના વાણી પર અસર પડે છે. તે કોઈપણ ભાષાને સારી રીતે ગ્રાસ્પ ન કરી શકતું હોવાથી આ સમસ્યા થઇ શકે છે. બાળક ભાવુક હોય છે. તે અતિસંવેદનશીલ હોય છે. બાળપણમાં જે સમયે બાળક બોલવાનું શીખી રહ્યું હોય, તેનામાં ભાષાનો વિકાસ થઇ રહ્યો હોય આ અવસ્થામાં પરિવારમાં કોઇ આઘાતજનક ઘટના બને તો આ ઘટનાની તેની વાણી અને વિકાસ પર વિપરિત અસર પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો